SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 'તપાગચ્છીય આચાર્ય ભગવંતો પૂજ્ય આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરિ મહા તપસ્વી, આગમના ઊંડા અભ્યાસી, વાદવિજયી તથા ઘણા પ્રભાવી અને પ્રતાપી સૂરિવર હતા. તપાગચ્છ તેમના તપના પ્રભાવે તપાસના બિરુદથી નીકળ્યો છે. શ્રી જગચંદ્રસૂરિ વડગચ્છના શ્રી મણિરત્નસૂરિના શિષ્ય અને પટ્ટધર હતા. શ્રી મણિરત્નસૂરિ, શ્રી વિજયસિંહસૂરિના ત્રણ પટ્ટધરોમાં ત્રીજા પટ્ટધર અને વિનીત શિષ્ય હતા. શ્રી વિજયસિંહસૂરિ શ્રી અજિતદેવસૂરિના પટ્ટધર હતા. તેઓ શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં ૪૧ મા આચાર્ય હતા. શ્રી વિજયસિંહસૂરિના દ્વિતીય પટ્ટધર શતાર્થી નામે જાણીતા ગ્રંથકાર શ્રી સોમપ્રભસૂરિ હતા. આચાર્ય સોમપ્રભસૂરિ તથા ગુરુ શ્રી મણિરત્નસૂરિ એ બંનેએ પોતાની પાટે આચાર્ય જગત્સ્યદ્રસૂરિને સ્થાપ્યા હતા. શ્રી સુધર્માસ્વામીની પાટ પરંપરામાં શ્રી જગચંદ્રસૂરિ ૪૪મા પટ્ટધર હતા. આ સમયે મુનિસમુદાયમાં કાળબળે ક્રિયાશિથિલતા વ્યાપી રહી હતી. તે દૂર કરવા તેઓ ચિંતિત અને ઉત્સુક હતા. શ્રી સોમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી તેઓ મેવાડ પધાર્યા. મેવાડમાં તે સમયે સંવેગી, વૈરાગી, શુદ્ધ આચારવાળા, આગમાનુસાર ચારિત્ર ધારણ કરનારા અને શ્રમણ સંઘમાં વિશુદ્ધ ગુણવાળા તરીકે પ્રખ્યાત આદરણીય ચૈત્રવાલગચ્છના પં. શ્રી દેવભદ્રગણિ વિચરતા હતા. તેઓ આગમના જ્ઞાતા અને તેના અર્થોના મર્મજ્ઞ હતા. શ્રી જગચંદ્રસૂરિ તેમને મળ્યા અને તેમની સહાયથી તેમણે ક્રિયોદ્ધાર કર્યો. શ્રી જગચ્ચદ્રસૂરિ અભેધ જ્ઞાની અને મહાન તપસ્વી હતા. તેમણે આઘાટપુરમાં (ઉદયપુર પાસેના આહાડ ગામે) ૩ર દિગંબરાચાર્યો સાથે વાદ કરી, વિજય મેળવતાં મેવાડના રાણા જેત્રસિંહે તેમને 'હીરા' નું માનવંતું બિરુદ આપતાં તેઓ હીરલા જગશ્ચંદ્રસૂરિ ના નામે વિખ્યાત થયા.. ગુરુદેવ શ્રી મણિરત્નસૂરિ સ્વર્ગવાસી બન્યા ત્યારથી શ્રી જગશ્ચંદ્રસૂરિએ જાવજીવ આયંબિલ તપ ચાલુ કર્યા હતાં. આ તપના બારમા વર્ષ દરમ્યાન તેઓ આહાડપુરમાં નદીકિનારે જઈ હંમેશાં આતાપના લઈ ધ્યાન કરતા હતા. તેમની આ તપસ્યા અને ધ્યાનના પ્રભાવે તેમનાં રૂપ, તેજ અને પ્રભાવ વધ્યાં હતાં. મેવાડના રાજા જૈત્રસિંહે તેમના ત્યાગ અને તપની પ્રશંસા સાંભળી, તેઓ આચાર્યશ્રીના દર્શન કરવા ત્યાં નદીકિનારે આવ્યા. ત્યાં આચાર્યશ્રીનું તેજથી ચમકતું મુખારવિંદ અને કાંતિમાન દેહ જોઈ ' ગુરુદેવ મહાતપસ્વી છે.' એમ બોલી ઊઠયા. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy