SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 473 આનંદવિમળસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી દાનસૂરિજી મહારાજના જ પટ્ટધરરત્ન હતા. પરયુગ'ના એ ઇતિહાસને દૂરનો ગણીએ તો ય શ્રી માણિભદ્ર યક્ષના ઉદય બાદનો અને શ્રી આનંદવિમળસૂરિજી મહારાજના સ્વર્ગગમન સુધીનો ઇતિહાસ પણ જો ઉપર ઉપરથી ય અવલોકીશું તો ય જણાયા વિના નહિ રહે કે ગુરુના ચારિત્રબળને દૈવી સહાયનું પીઠબળ મળી જતાં શાસનની રક્ષા અને પ્રભાવનાથી ભર્યો ભર્યો કેટલો બધો અદ્ભુત અને અજોડ ઇતિહાસ રચાયો ! યક્ષરાજ માણિભદ્રના મહિમાથી તપગચ્છ થોડા જ વખતમાં પુનઃ વધુ ને વધુ સુરક્ષિત અને સંવર્ધિત બનવા માંડ્યો. એની સામે પડેલા ધીમે ધીમે પ્રભાવહીન બનવા લાગ્યા એથી શ્રી આનંદવિમળસૂરિજી મહારાજનો પુણ્યપ્રભાવ પણ વધુ ફેલાવો પામતો રહ્યો. ક્રિયોદ્ધાર તો થઈ ચૂકયો હતો. આ પછી પણ એઓનું ઉગ્ર તપશ્ચરણ તો ચાલુ જ રહ્યું હતું. એમાં શાસનપ્રભાવનાનો યશસ્વી ઉમેરો થયો. સૌપ્રથમ તો એઓશ્રીએ વર્ષોથી પ્રતિબંધિત મારવાડ-સોરઠ તરફનો વિહાર ખુલ્લો કરાવ્યો. મુનિઓનાવિચરણના અભાવે જેસલમેર તરફનાં ૬૪ જેટલાં જિનમંદિરો કંટાકર્ણ બન્યાં હતાં, એથી એમાં પ્રવેશ કરવો યદુર્ગમ બન્યો હતો. જનતાને મૂર્તિપૂજાનો મહિમા સમજાવવામાં પૂ. આચાર્યદેવના વિદ્વાન શિષ્યોને સફળતા સાંપડી, એથી બંધ પડેલાં એ મદિરો ધીમે ધીમે પુનઃ પૂજાભક્તિ અને આરાધનાથી ધમધમી ઊઠયાં. આ સિવાય બીજી બાજુ પણ કેટલીય શાસનપ્રભાવનાઓ સર્જાઈ. આ જ રીતે સૌરાષ્ટ્રમાં પણ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે પુનઃ વિહાર ચાલુ કરાવ્યો જેના પ્રભાવે લુપકમતનો પ્રચાર-પ્રસાર ઓછો થયો એટલું જ નહિ, એમના વરદ હસ્તે લંપકમતી ૭૮ જેટલા સાધુઓએ કુમતનો ત્યાગ કરીને તપાગચ્છીય દીક્ષાનો સ્વીકાર કર્યો. એથી મૂર્તિપૂજાનો મહિમા સર્વત્ર વ્યાપી ગયો. મંત્રી કર્માશાહ દ્વારા તીર્થાધિરાજનો ૧૬મો ઉદ્ધાર પણ શ્રી આનંદવિમલસૂરિજી મહારાજના સદુપદેશથી જ થવા પામ્યો. ૧૫૮૭ના વૈશાખ વદ ૬ રવિવારે પૂર્ણતા પામેલો એ શત્રુંજયોદ્ધાર આજ સુધી છેલ્લા ઉદ્ધાર તરીકે ઇતિહાસમાંકિત છે. ૫૦૦ જેટલી મુનિદીક્ષા એઓશ્રીના વરદ હસ્તે થવા પામી. ૧૮૦૦ જેટલા સાધુ સમુદાયના તેઓશ્રી અગ્રણી બન્યા. જેસલમેર પ્રદેશના બંધ પડેલા ૬૪ જેટલા જિનપ્રાસાદો એમના ઉપદેશપ્રભાવે પુનઃ ઉદ્દઘાટિત થયા તેમજ અનેક જિનમંદિરોના નિર્માણ, અંજનશલાકા- પ્રતિષ્ઠાદિ કાર્યો એમની નિશ્રામાં સંપન્ન થયાં. શ્રી આનંદવિમળસૂરિજી મહારાજનું તપોમય જીવન તો હેરત પમાડે એવું જ હતું. ચૌદ ચૌદ વર્ષ સુધી નાનાંમોટાં અનેક તપો કર્યા બાદ તેઓશ્રીએ છઠ્ઠના પારણે આયંબિલથી છઠ્ઠ કરવાનો ભીષ્માભિગ્રહ ધારણ કર્યો હતો. એઓશ્રીએ મર્યાદિત અનશનના સ્વીકાર પૂર્વક અંતિમ આરાધના કરીને અમદાવાદમાં આવેલ નિઝામપુરામાં વિ. સં. ૧૫૯ ના ચૈત્ર સુદ ૭ની પ્રભાતે દેહત્યાગ કર્યો ત્યારે નવમો ઉપવાસ હતો. • આ રીતે ૫ વર્ષની વયે દીક્ષિત બનીને ૪૯માં વર્ષે સ્વર્ગસ્થ બનનારા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે ટૂંકા જીવન દરમ્યાન જે જાતની ભીખારાધના કરી, જે જાતની અજોડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy