SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 471 પણ જ્યારે એવી ચોક્કસ પ્રતીતિ થઈ ગઈ કે, જાનના જોખમે પણ શેઠ પ્રતિજ્ઞા જાળવશે જ; ત્યારે પૂ. આચાર્યદેવે આ જાતની પ્રતિજ્ઞા આપી. આ પછી યાત્રા માટે પ્રયાણ કરવાનો શુભ દિવસ મેળવીને એની પ્રતીક્ષામાં માણેકચંદશેઠ દિવસો પસાર કરવા માંડ્યા. અંતે એ દિવસ પણ આવી જતાં શેઠ માણેકચંદે પાલીથી પાલીતાણા તરફ યાત્રાર્થે જવા માટે અનેકવિધ સુરક્ષાથી સજ્જ બનીને પ્રયાણ કર્યું. એક તરફ ઉપવાસ આગળ વધવા માંડ્યા તો બીજી તરફ એ સંઘસાર્થ આગળ વધવા માંડ્યો. પણ ઉપવાસની ગતિના પ્રમાણમાં યાત્રાની ગતિ એટલી બધી ઝડપી બની ન શકી કેમ કે એ પ્રવાસ અનેક જાતની મુશ્કેલીઓથી ભરપૂર હતો. વળી વચ્ચે વચ્ચે લૂંટધાડના ઉપદ્રવોની સંભાવનાઓ ધરાવતા અનેક પ્રદેશો આવતા હતા. એ પ્રદેશોને હેમખેમ પસાર કરતો કરતો એ યાત્રાસાર્થ સિદ્ધપુરની નજીક રહેલા મગરવાડા આસપાસના પ્રદેશમાં આવી ઊભો. એ દિવસે શેઠ માણેકચંદને સાતમો ઉપવાસ હતો. મગરવાડા આસપાસનો એ પ્રદેશ ભયગ્રસ્ત ગણાતો હતો. ત્યારે એ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં ઝાડી હોવાથી ચોર-ડાકુ-લૂંટારા ત્યાં છુપાયેલા રહેતા અને અવસર જોઈને જતા આવતા મુસાફરોને લૂંટી લેતા. આ જાતનો ભય હોવાથી શેઠ માણેકચંદનો સાથે સાવધાન થઈને આગળ વધી રહ્યો હતો. પણ એમની સાવધાની ભરજંગલ આવતાં જ એકાએક પડકારાઈ. ગીચ ઝાડી આવતાં જ ચોમેરથી ટોળેટોળાં ધસી આવ્યાં. સિપાઈઓ સાબદા બની ગયા. શેઠ માણેકચંદ પણ સાર્થની રક્ષા માટે મેદાનમાં આવી ગયા. સાતમો ઉપવાસ હતો છતાં એવી કોઈ અશક્તિ કે ઉપવાસની અસર એમનામાં વરતાતી નહોતી. શ્રી સિદ્ધાચલગિરિ અને શ્રી આનંદવિમળસૂરિજી એમની મનોભૂમિમાં ઊપસી આવ્યા. સાર્થની સાથે સુરક્ષા માટેની વ્યવસ્થા કંઈ ઓછી ન હતી; પણ સામેથી ધસી આવેલું ટોળું મોટું હોવાથી એ સુરક્ષાતંત્ર એકદમ ખોરવાઈ ગયું. એ ઝપાઝપીમાં શેઠ માણેકચંદ ખપી ગયા. અંત સમયે પણ શુભભાવ ટકાવી શકનાર શેઠ માણેકચંદ સાતમા ઉપવાસે ત્યાં જ વીરોચિત મૃત્યુ પામ્યા અને વ્યંતર નિકાયમાં શ્રી માણિભદ્ર યક્ષ તરીકે ઉત્પન્ન થયા. આ સમાચાર વાયુવેગે પાલી શહેરમાં પહોંચી ગયા. એથી શેઠના પરિવારની જેમ શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે પણ એક ધર્મનિષ્ઠની વિદાય બદલ આઘાત અનુભવ્યો. શેઠ માણેકચંદ મૃત્યુ પામ્યા એ જેટલું દુઃખદ હતું એટલું જ સુખદ પાસું એ પણ હતું કે જીવનને ધર્મમય અને અંતિમ સમયને સિદ્ધગિરિમય બનાવવા પૂર્વક સાતમા ઉપવાસે એમનું મૃત્યુ થયું હતું. આમ હર્ષ-શોકથી મિશ્રિત લાગણી અનુભવતા શ્રી આનંદવિમળસૂરિજી મહારાજે એક દહાડો પાલીથી નીકળીને ગુજરાત પ્રદેશ તરફ વિહાર લંબાવ્યો. વિહાર કરતાં કરતાં એઓશ્રી સિદ્ધપુર આવ્યા. સંઘ સાર્થની રક્ષા કરતાં કરતાં શેઠ માણેકચંદ જ્યાં વીરગતિને વર્યા હતા, એ મગરવાડાનો પ્રદેશ નજીક જ હતો અને ત્યાં થઈને જ આગળ વિહરવાનું હતું. એથી શેઠ માણેકચંદની સ્મૃતિ ઊપસી આવે એ સહજ હતું. આવી સ્મૃતિઓ સાથે એઓ મગરવાડામાં પ્રવેશ્યા. દિવસભર માણેકચંદ શેઠનો થતો રહેલો આભાસ રાત પડતાં જ જરા વધુ સ્પષ્ટ બન્યો અને નિત્યક્રમ મુજબ ધ્યાનાવસ્થામાં શ્રી આનંદવિમળસૂરિજી હજી બિરાજ્યા-ન બિરાજ્યા ત્યાં તો અદ્ભુત દેહકાંતિથી ઝગમગતો એક દેવાકાર એઓશ્રીની સમક્ષ પ્રગટ થયો. એ દેવાકારે ભક્તિભીની વાણીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy