SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 457 શમાવે ઉપદ્રવ તેની વાર, વચન આપીને સ્વસ્થાને જાય... (૩૦) મહા ઉપકાર તમારો ગુરુરાજ, પામ્યો દેવનું અધિકું સ્થાન, મુજ સરીખું ફરમાવો કામ, શાસન સેવામાં સદા તૈયાર...(૩૧) શાસનસેવાનાં તમે કરો ખૂબ કામ, જૈન ધર્મની ધ્વજા ફરકાય, થાઓ તમને ધર્મ તણો લાભ, એ જ અમારાં મોટાં છે કામ... (૩૨) સમરશે જે કોઈ મને શ્રદ્ધાભાવ, દુઃખ દારિદ્ર એનાં દૂર થઈ જાય, આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય, મનવાંછિત સૌનાં કામ જ થાય.... (૩૩) ઉપાશ્રયમાં હોય ગુરુવરની પાટ, સ્થાપના સવા હાથ ઊંચે મુજ થાય, દીવો ધૂપ કરશે સાંજ-સવાર, પૂરી કરીશ સૌની મનની આશ.... (૩૪) નવા આચાર્ય જે કોઈ થાય, દર્શન પહેલાં કરી પછી બીજે જાય, યશ કીર્તિ તેમની ખૂબ ફેલાય, વાણી મધુરી શક્તિભરી પમાય....(૩૫) આઠમ ચૌદશનું આરાધન થાય, દિવાળી દિવસે જાપ જપાય, ગુરુવારે સુખડીના થાળ ધરાય, આયંબિલ કરીને રવિવારે પૂજાય.(૩૬) મગરવાડા ને આગલોડ ગામ, ઉજ્જૈની છે માળવામાં ધામ, ભાવ ભક્તિથી સ્તવના થાય, સંકટોનો ચૂરો થઈ જાય.(૩૭) વચન આપીને માણિભદ્રવીર જાય, ગુરુદેવ ત્યાંથી કરતા વિહાર, * પ્રભાવ અનેરો ખૂબ ખૂબ ફેલાય, જૈન જૈનેતર યાત્રાએ જાય....(૩૮) પુત્ર વિનાને દેતા પરિવાર, ધનધાન્યથી ભરતા ભંડાર, આ કળિયુગમાં ઇચ્છા પૂરનાર, હાજરાહજૂર તે દેવ કહેવાય......(૩૯) વિધવિધ ચમત્કાર નજરે જોવાય, જલ ચોર અગ્નિના ભય ટળી જાય, બાધા આખડી સૌની પૂરી થાય, રોગ શોક સંકટ સવિ નાશી જાય......(૪૦) નવકારને આધીન દેવ એ કહેવાય, ૐ અસિઆઉસાયથી જાપ થાય, અમ કે આયંબિલ ત્રણ કરે ભાવ, સવા લાખ જાપથી સિદ્ધ કરાય. (૪૧) આસો સુદિ પંચમી ઉજ્વલ કહેવાય, હોમ હવન વિધિપૂર્વક થાય, ભીડભંજન દયાળુ વીર કહેવાય, સવાર સાંજ એક માળા ગણાય....() પ્રગટ પ્રભાવી જેનું બિરુદ કહેવાય, કલ્પવૃક્ષ ચિંતામણિ એ નાથ, સેવના ઝાઝી હૈયે ધરાય, સુખ સંપત્તિ ઘર આવે વિશાળ...(૪૩) માણિભદ્રવીરના ગુણ જે ગાય, દુઃખ દારિદ્ર તેનાં દૂર ટળી જાય, ભણશે ગણશે તે ઊતરશે પાર, ઘર ઘર પ્રગટે મંગળમાળ..(૪૪) પિસ્તાલીસી માણિભદ્રવીરની ગવાય, ધારેલાં કામ સૌ પૂરાં થાય, 'કનુ' કહે છે જપજો નરનાર, એ છે સાચો તારણહાર...... (૪૫) ) با Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy