________________
યક્ષરાજશ્રી માણિભદ્રદેવ
439
બારે વ્રતોમાં કહ્યાં એ, પાંચ પાંચ અતિચાર બાર વ્રત જ્યારે ઉચ્ચરે, શ્રાવકમાં ગણના થાય. સાંભળે માણેકશાહ તિહાં, ધર્મ સ્વરૂપ પ્રકાર, સમકિત સાથે બાર વ્રતને કરતાં ત્યાં સ્વીકાર. પોઠો ભળાવી પરિવારને, ઉજ્જૈની જવાને કાજ; રહેતા ગુરુ સાંનિધ્યમાં, ચોમાસું આગ્રામાંય. પૌષધ પ્રતિક્રમણ કરે, કરતાં વ્રત પચ્ચખ્ખાણ; દેવદર્શન પૂજા વળી ભક્તિ સાધર્મિક સાર. યોગ્ય જીવ છે જાણીને, કહેતા ગુરુ ધર્મની વાત સમકિત દઢ વસ્યું મનમાંહિ, સુસંગે શું નહિ
થાય.
( રાગ.. લાખ લાખ દીવડાની....) તત્ત્વ ભરી વાણી ગુરુ સૌને સુણાવતા, મિથ્યાત્વનાં જાળાં કપાય, વાણી કેવી જાદુ ભરેલી. જંગમ તીર્થ કહ્યાં ગુરુને શાસનમાં, સમજાવે ધર્મ તત્ત્વજ્ઞાન.... વાણી .... ભવ્ય જીવોના સંયશ દૂર થાએ, શત્રુંજય મહિમાની વાચના થાએ, રાયણ નીચે પગલાં
સોહાય. વાણી શાશ્વતું તીર્થ એ શાસનમાં ગાજે, સિધ્યા અનંતા આત્મા કાંકરે કાંકરે, તરવાનું અનોખું
સ્થાન. વાણી ... નવ ટૂકો જેની ગગને વાત કરતી, મુદ્રા દાદાની દીસે દુઃખ હરતી, સૂર્યકુંડ મહિમા ગવાય..
• વાણી..... છરી પાળી યાત્રા જે કરતાં, ક્રોધ કષાય મનમાં ન ધરતો, સિદ્ધ જીવનનાં કાજ... વાણી પૂર્વનવાણું વાર રૂષવદેવ જ્યાં પધાર્યા, અનંતા મુનિવરોએ અણસણી સ્વીકાર્યા, સુરનર
કિન્નર ગુણ ગાય વાણી.... ભાવ થકી ભેટે જે આવા ગિરિરાજને, જોતાં પગલે પગલે પખાળે પાપને, દુર્ગતિ દૂર રહી
જાય ... વાણી - જીવનમાં ગિરિરાજને જે ન ભેટે, જમ્યો નથી જીવન લેખાય એનું એળે, તિર્યંચો પણ તરી
જાય... વાણી... જ્ઞાની ન કરી શકે ગુણો છે એટલા, ભિન્ન ભિન્ન વર્ણવ્યા છે. શાસ્ત્રોમાં કેટલાક ભાવ થકી
ભેટો બેડો પાર..વાણી ...
દોહા વાણી સુણી મહત્તાભરી, શત્રુંજય એ ગુણ ખાણ યાત્રા કરવી હવે એ માહરે, ભાવે
માણેકશાહ ભાવ. ચોમાસું ત્યાં પૂરું થયું, કહે ગુરુને લાગી પાય; યાત્રા કરવી શત્રુંજય તણી મુજ મન ઊગ્યા
ભાવ. પગપાળો જઈશ હવે, શત્રુંજય ગિરિરાજ; દર્શન કરું ને ત્યાં સુધી અન્ન–પાણી મારે
ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org