SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ 398 યોગ્ય–ઇચ્છિત ફળ મળતું નથી. '' આ અંગે શ્રી કરણીદાન સેઠિયા તેમના પુસ્તક 'મંત્રવિધા'ની પ્રસ્તાવનામાં લખે છે કે " મંત્ર સંબંધી સાહિત્યમાં સૌથી મોટી મુશ્કેલી ચાવીની છે. પ્રાચીન અનુભવી ૠષિ-મુનિઓએ મંત્ર લખ્યા છે, તંત્ર લખ્યા છે, પરંતુ તેમાં કોઈકમાં અગત્યના અક્ષર છોડી દીધા છે, કોઈકમાં વિધિ બતાવી નથી તો કોઈકમાં તેના સંબંધી યંત્રનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ યંત્ર બતાવ્યું હોતું નથી".ર તપાગચ્છાધિષ્ઠાયક ૩ પાંચેક વર્ષ પહેલાં મારી પાસે પ્રાચીન હસ્તપ્રતમાં સંગૃહીત પદ્માવતીની સાધનાની વિવિધ પદ્ધતિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં પ્રાયઃ દરેક વિધિમાં ભિન્ન ભિન્ન પદ્ધતિ હતી અને તે દરેક અધૂરી જણાતી હતી. તે પાંચેય વિધિમાં ફકત એક જ વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું હતું. બાકીની ચાર વિધિમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. ત્યાર પછી પ્રાચીન હસ્તપ્રતના મારા પ.પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના સંગ્રહમાંથી બે પત્રોની એક નાનકડી પદ્માવતી ઊઁ સાધનાવિધિ પ્રાપ્ત થઈ. એ વિધિ સંપૂર્ણ અને વ્યવસ્થિત જણાઈ, પરંતુ તેમાં યંત્ર બતાવવામાં આવ્યું નહોતું. આ રીતે પ્રાચીન હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થતા મંત્ર-યંત્ર-તંત્ર સાચાં હોવા છતાં, જાણકાર ગુરુના માર્ગદર્શન વિના સિદ્ધ થઈ શકતાં નથી. તેથી રખે કોઈ એમ ન માની લે કે આ મંત્ર-યંત્ર અને તંત્ર સાવ ખોટાં જ છે. વસ્તુતઃ મંત્ર, યંત્ર તંત્રની સાથે તેના મૂળ નિર્દેશક મહાપુરુષની લોકોને સુખી કરવાની ભાવના પણ જોડાયેલી છે. આ ભાવના જેટલી વધુ પ્રબળ તેટલી મંત્રની શક્તિ, યંત્રનો પ્રભાવ વધુ હોય છે. આ મંત્રસિદ્ધિ માટે ઘણાં બધાં પરિબળો જવાબદાર હોય છે એટલે તેમાંનું એકાદ પરિબળ પણ કામ ન કરતું હોય તો મંત્રસિદ્ધિ થઈ શકતી નથી. મંત્ર એટલે ચોક્કસ પ્રકારના કાર્ય માટે, ચોક્કસ પ્રકારના દેવોથી અધિષ્ઠિત થયેલ, ચોક્કસ પ્રકારના મહાપુરુષો દ્વારા, ચોક્કસ પ્રકારના શબ્દ અથવા અક્ષરોનાં સંયોજનો દ્વારા લિપિબદ્ધ કરાતું ધ્વનિનું સ્વરૂપ. પ્રાચીન કાળના મહાપુરુષોએ આવા વિશિષ્ટ પ્રકારના મંત્રોના ચોક્કસ–નિશ્ચિત અર્થ અર્થાત્ વિષયો પોતાની અતીન્દ્રિય જ્ઞાનદષ્ટિથી દેખ્યા છે અને એટલે જ શબ્દ-મંત્રના આવા વિશિષ્ટ રંગોને જોનાર અતીન્દ્રિય શક્તિવાળા શ્રી અશોકકુમાર દત્ત આપણા પ્રાચીન ઋષિમુનિઓ માટે 'મંત્રાર્થદ્રષ્ટા' શબ્દ પ્રયોજે છે. મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે "મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચાર કરતાં ભૂરા અને સફેદ રંગોના કણસમૂહ દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મ શરીરના પ્રકાશપુંજની ચમક અને પ્રખરતા વધી જાય છે. અને એથી જ ભગવદ્ નામજપ અને મંત્રોચ્ચારણનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે, તેનું ભાન થયું." પ લેફ. કર્નલ. સી.સી. બક્ષી પોતાના વૈશ્વિક ચેતના (COSCON) નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy