SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 379 દોહરા તું વાસી ગુજરાતનો, નવખંડે તુજ નામ; મગરવાડે મોટો મરદ, કવિયાનાં સારે કામ. --૧ સેવકને તું શીખવે, નાયક નામ નરેશ; જિણવિધ હું પૂજા કરું, હુકમ પ્રમાણ હંમેશ. –-૨ કરો અજાચી કવિયણ, મણિભદ્ર માબાપ; દિલ ભરી દરિશણ દીજીએ, સેવક ટાળ સંતાપ.-- ૩ માંણિભદ્ર મહારાજશું, ઉદો કરે છે અરજ; મૂલમંત્ર મુજને દિયો, રાખો માહરી લાજ. -- ૪ અષલ છંદ વસુધામાં મારી લાજ વધારો, નાત ગોત્રમે કુજશ નિવારો; દુઃખ દારિદ્ર હરીજે દૂરે, પુત્ર તણી વાંછા તું પૂરે. સેનાનીને તું સમજાવે, અવનીપતિ પણ ચરણે આવે; વિઘન અનંતા રાજ નિવારો, માણિભદ્રજી શત્રુ સંહારો. સઘળાં નરનારી વશ થાય, ડાકિણી શાકિણી નાસી જાય; ભૂત પ્રેત તુજ નામે ભાગે, નાહર ચાર કદી નવિ લાગે. મોટા દાનવ રાજ મરોડે તાવ જેહરા તુંહી જ ત્રોડે; હરિહર દેવ ઘણાય હોયે, કલિમેં તુમ સરીખો નહિ કોઈ. –-૪ ભાવે અડસઠ તીરથ ભેટો, ભાવે શ્રી મણિભદ્રજી ભેટો; સુરપતિ માહરી અરજ સુણીને, કૃપા કરી સેવક સુખી કીજે ––૫ ધો વાંછિત માંણિક વરદાઈ, તો સમસ્યા કુમણા નહીં કાંઈ; કવિ કિરન ઐસે તુમ ગાઈ, સેવકને ધો ગરીગટ્ટ સવાઈ. -- ૬ કલશ ગુણ ગાયું ગીગટ્ટ અન્ન ધન કપડાં આવે, ગુણ ગાતાં ગીગટ્ટ ધરે સંપદા પાવે; * ગુણ ગાતાં ગીગટ્ટ રાજ માણિક મોજ દીવરાવે, ગુણ ગાતાં ગીગટ્ટ લોક સહુ પૂજા લાવે. " સુખ કુસલ આસા સફલ ઉદયકુશલ ઈણી પરે કહે; ગુણ મણિકનાં ગાવતાં લાખ લાખ રીઝાં તે લહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy