SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ 368 તપાગચ્છાધિષ્ઠાયક राज्येऽभिसम्मानकरः कृपालुः कारागृहानबन्धनमुक्तिहेतुः । देवः परो नास्ति वरप्रदाता, श्री माणिभद्रादिह विश्वमध्ये ॥२२॥ અર્થ- આ વિશ્વની અંદર રાજાની સમીપ સારું સન્માન આપનાર, જેલના બંધનમાંથી મુક્તિ અપાવવામાં કારણભૂત, દયાળુ, ઇચ્છિત વરદાન આપવાવાળા શ્રી માણિભદ્રવીર સિવાય બીજા કોઈ દેવ નથી. स्वच्छ प्रभामंडलशोभि, विश्वं विश्वैकनाथं नवमंजुलाभम् । भद्रार्णवं विध्नहरैकहेतुं नमामि देवार्चितमाणिभद्रम् ॥२३॥ અર્થ– સ્વચ્છ તેજોમંડલથી શોભતા વ્યાપક વિશ્વના એક સ્વામી, નવીન મનોહર કાન્તિવાળા, કલ્યાણના સમુદ્ર સમાન વિઘ્ન દૂર કરનારા, અદ્વિતીય કારણભૂત દેવોથી પૂજાયેલા શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. यशोवित्तविद्याप्रदातारमीऽयं, जगदवंदनीयं तपागच्छनार्थम । पवित्रव्रतं सर्वदाऽहं स्मरामि दयाम्भोनिधिं माणिभद्राख्यदेवम् ॥२४॥ અર્થ– યશ વિદ્યા અને દ્રવ્યને આપનારા તપગચ્છના સ્વામી પૂજ્ય જગતુવન્દનીય, પવિત્ર વ્રતવાળા, દયાસાગર શ્રી માણિભદ્રવીર નામના દેવનું હું સ્મરણ કરું છું. लक्ष्मीसागरसूरि पूज्य चरण शिष्यो भवत्तस्य वै । योग्यो भोजनिधिर्गुणी समभवत् विख्यात कीर्तिक्षितौ । तद् वंशे किल कीर्तिसागर इति प्राभृत्तपागच्छकः । लब्धं विश्वतलैर्गुणैर्निजभवैः स्थानं [पाध्यायकम् ॥२५॥ અર્થ – શ્રી લક્ષ્મીસાગરસૂરિના પૂજનીય ચરણના શિષ્ય તથા પૃથ્વીમાં જેની કીર્તિ પ્રસિદ્ધ છે તેવા યોગ્ય ભોજસાગર થયા તેમના વંશમાં વિશ્વપ્રસિદ્ધ પોતાના ગુણોથી ઉપાધ્યાય નામની પદવી જેણે પ્રાપ્ત કરી છે તેવા તપાગચ્છીય શ્રી કીર્તિસાગરસૂરિ થયા. चतुरसागर निर्मितमस्ति यत्-स्तवनमाशुफलप्रदमम्मुतम । प्रतिदिनं यदि भक्तियुतः पठेत् मनसि वांछितमस्तु प्रपूरितम् ॥२६॥ અર્થ- શ્રીમાનું ચતુરસાગરે બનાવેલું આ સ્તોત્ર આશ્ચર્યકારક ફળ જલદીથી આપનાર છે. જે કોઈ માણસ તેનો હંમેશાં પ્રેમથી પાઠ કરે, તો તેને મનોવાંચ્છિત ફળ અવશ્ય પ્રાપ્ત થાય. शरखगांक निशाकरवत्सरे, चतुरसागर निर्मित संस्तवम् । पठति यः सततं सुपवित्रित: स लभते भुवि वांछितमद्भुतम् ॥२७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy