SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ यस्य प्रसादाज्जगदीश्वरस्य नित्यं मनोवाञ्छितसिद्धिरस्तु । भवाम्बुधौ मंगलमातनोतु, श्री माणिभद्रः सुखशांतिदाता ॥१६॥ અર્થ જે જગત્સ્વામી શ્રી માણિભદ્રવીરના અનુગ્રહથી હંમેશાં ઇચ્છિત ફળ મનુષ્ય પ્રાપ્ત કરે, તે સુખશાન્તિ આપવાવાળા શ્રી માણિભદ્રવીર સંસારમાં મંગળને વિસ્તારો. 367 वन्ध्यापि या भक्तिमवेत्य सम्यक् ध्यानं करोतीह सुताप्तिहेतुम् । सुतं प्रयच्छत्यतिकान्तियुक्तं, तस्यै दयालुः किल माणिभद्रः ॥ १७॥ અર્થ– ગમે તે સ્ત્રી પ્રેમથી જેને સારી રીતે જાણીને પુત્ર મેળવવાની ઇચ્છાથી આ જગતમાં ધ્યાન કરે છે, તેને દયાળુ શ્રીમાણિભદ્રવીર અત્યન્ત તેજસ્વી પુત્ર આપે છે. गजाश्वसिंहेरतिभीतिभीतः तथा भजद् वृश्चिक सर्पदष्टः । रोगैरनेकैरभिपीडितो वा, मजेत सुखार्थं भुवि माणिभद्रमा ॥ १८ ॥ અર્થ હાથી,ઘોડા અને સિંહ વગેરેથી અત્યંત ભય પામેલા તથા વીંછી, સર્પ વગેરેથી કરડાયેલા, અનેક રોગોથી પીડા પામેલાઓએ હંમેશાં સુખ માટે પૃથ્વીમાં શ્રી માણિભદ્રવીર પ્રભુને જ સેવવા જોઈએ. हे देव मे जन्मगतान्यमुनि, दुःखानि दूरी कुरु सर्वथैव । त्वदीयपादाम्बुजसेवयैव, यास्यामि मोक्षं ननु माणिभद्र ॥ १९॥ અર્થ— હે દેવ ! અમારા જન્મનાં દુ:ખો સર્વ પ્રકારે દૂર કરો. તમારા ચરણકમલની સેવાથી જ ચોક્કસ હું મોક્ષ પામીશ. न मे सखा भूमितलेऽस्ति, कश्चित् त्वत्तः परो मोहविनाशहेतुः । त्यक्त्वा क्व गच्छामि भवन्तमेव, न मे गतिः क्वाऽपि तु माणिभद्र ॥ २० ॥ અર્થ— હે સ્વામિન્ ! શ્રી માણિભદ્રવીર ! આ પૃથ્વી પર મારો કોઈ મિત્ર નથી. તેમ જ મોહનાશ કરવામાં કારણભૂત તમારા સિવાય કોઈ નથી. આપનો ત્યાગ કરીને હું કયાં જાઉં ? મારો કોઈ આશ્રય નથી. सुतार्थी भजेत्पुत्रलाभाय नित्यं, गदार्त्तश्च नैरोग्यमाप्तुं मनुष्यः । मुमुक्षुस्तु मोक्षाय मोक्षैकहेतुंः धनार्थी धनप्राप्तये माणिभद्रम् ॥२१॥ અર્થ– પુત્રની ચાહના કરનારે પુત્ર મેળવવા માટે, રોગથી પીડાતા પુરુષો નીરોગીપણું મેળવવા માટે, મુક્તિના ચાહનારે મોક્ષને માટે તથા ધનની ઇચ્છાવાળાએ ધનપ્રાપ્તિ માટે સ્વામી શ્રી માણિભદ્રવીરને સેવવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy