SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ યારાજશ્રી માણિભદ્રદેવ 365 समागत्य स्वर्गात् त्रिभुवनपतिश्चातशरणो । वरेणोदामेनामृतरसरसितैर्म वचनैः ॥ तुतोषादौ सूरि विमलचरितं हेमविजयं । नमस्तस्मै भक्त्या सुखद माणिभद्राय शिरसा ॥४॥ અર્થ- ત્રિભુવનના સ્વામી, દુઃખી પુરુષોના આશ્રય સમાન શ્રીમાન માણિભદ્રવીર પ્રથમ સ્વર્ગમાંથી આવીને શુદ્ધ ચારિત્રવાન શ્રી હેમવિમલસૂરિને શ્રેષ્ઠ વરદાન સાથે અમૃત સમાન પ્રેમાળ-મીઠા વચનથી સંતોષ આપ્યો, તે સુખદાયક માણિભદ્રવીરને પ્રેમથી હું નમસ્કાર કરું છું. जनित धार्मिक विघ्नघटाशने ! सुरपते ! करुणावरुणालय । हृदयवांछित सिद्धकर प्रभो ! वितर मे माणिभद्र ! शिवं वरम् ॥५॥ અર્થ- પ્રગટ થતા ધર્મના વિદનસમૂહો માટે વજૂ રૂપ દયાસાગરના સ્થાન રૂપ દેવોના અધિપતિ, મનોવાંચ્છિત સિદ્ધિ કરવાવાળા હે પ્રભુ માણિભદ્રવીર! મને શ્રેષ્ઠ સુખ આપો. भूत प्रेतो डाकिनी शाकिनी वा, दुष्टा देवा राक्षसा व्यंतराश्च । नाम्ना यस्याऽऽयान्ति शांतिनितान्तं, तद्देवेशं माणिभद्रं नमामि ॥६॥ અર્થ– જેના નામથી ભૂત, પ્રેત, ડાકિની શાકિની તથા દુષ્ટ દેવો, રાક્ષસો તેમ જ વ્યન્તર દેવો વગેરે સંપૂર્ણ શાન્તિ પામે છે, તે દેવાધીશ શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. ___ तपागच्छ रक्षाकरं जैनधर्मे, नवोज्जीवनस्याभिकर्तारमीशं । प्रभामण्डलोद् भासिवक्त्रं विशालं, दयासागरं माणिभद्रं नमामि ॥७॥ અર્થ-જૈનધર્મને વિષે તપાગચ્છની રક્ષા કરનાર તથા તેનું નવું જીવન કરવાવાળા, વિશાળ તેજોમંડલથી ચળકતા મુખવાળા, દયાસાગર શ્રી માણિભદ્રવીરને હું નમસ્કાર કરું છું. आरोहणैरावणपृष्ठभागे, विराजमानं विधुकान्तिकान्तम् । वरप्रदातारमनन्तवीर्य, श्री माणिभद्रं शिरसा नमामि ॥८॥ અર્થ– ઐરાવણની પીઠ ઉપર બેઠેલા ચન્દ્રના તેજ સમાન સુંદર બહુ પરાક્રમવાળા તેમ જ વરદાન આપવાવાળા શ્રી માણિભદ્રને મસ્તકથી નમસ્કાર કરું છું. श्रद्धास्रोत: स्राविणौ यस्य नित्यं, सेवालग्नौ भैरवौ कृष्णगौरौ । तं विघ्नालिध्वंसकं पूज्यपादं, भक्त्युदेकान्माणिभद्रं नमामि ॥९॥ અર્થ-હંમેશાં શ્રદ્ધારૂપ ઝરણાને શ્રવણ કરનાર બટુક તથા કાળ ભૈરવ સેવામાં લાગેલા છે, તેવા વિદ્ધસમૂહનો નાશ કરવાવાળા પૂજ્યપાદ શ્રી માણિભદ્રવીરને અત્યન્ત પ્રેમ પૂર્વક હું નમસ્કાર કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy