SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 361. બાંધી લઈને પછી મનમાં જે વસ્તુ ધારીએ તે લાવી આપે. સત્યમેવ. હોમ દૂધ, દહીં, ઘી, શ્રીફળ (ટોપરું) તથા મધ-એ પંચામૃતનો કરવો. ૩. શુભાશુભ જાણવાનો મંત્ર : ॐ क्लीं क्लीं क्लीं माणिभद्र चेटकाय सर्वसिद्धिकराय मम स्वप्ने अमुकं दर्शय दर्शय स्वाहा ॥ વિધિ -આંબાનો એક પાટલો સન્મુખ મૂકી, તેના ઉપર ચોખાનો સાથિયો કાઢી, સાથિયા ઉપર શ્રીફલ તથા નૈવેધ મૂકવું. પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા સન્મુખ માણિભદ્રની છબી મૂકી આસન ઉપર બેસી જાપ–રાત્રિના ૯ નવ વાગ્યા પછી અજવાળિયા (શુકલપક્ષ) પખવાડિયાના પહેલા ગુરુવારના દિવસથી શરૂ કરવો. જેમ બને તેમ વધારેમાં વધારે થાય એટલા જાપ કરવા. દરરોજ ૧૧–અગિયાર માળા ગણવી. છ-સાત દિવસ મગનાં આયંબિલ કરવાં, ધૂપ અને દીવો અખંડ ચાલુ રાખવા, લાલ કણેરનું ફૂલ ચઢાવવું. આયંબિલની રસોઈ પુરુષના હાથની બનાવેલી હોવી જોઈએ, એ બાબતનું ખાસ લક્ષ રાખવું. પ્રથમ સવા લાખ-૧૨૫૦૦૦ જાપ કરવા, બધાયે જાપ બનતાં સુધી રાત્રિના કરવા અને ન બની શકે તો દિવસે પણ જાપ ચાલુ રાખવા. ચોથા દિવસે માણિભદ્રજી મનુષ્ય રૂપે આવી પ્રત્યક્ષ દર્શન આપે, જે જોઈએ તે માગ એમ કહે. કામ પડે ત્યારે રાત્રે એક માલા ગણી સૂઈ રહેવું. માલા ગણીને સૂતા પછી બોલવું નહિ. સ્ત્રીનો સંગ તજી દેવો. ૪. શ્રી માણિભદ્રજીનો મંત્ર : ॐ आँ हाँ क्रों क्ष्वीं क्लीं ब्लू द्रां द्रीं ॐ नमो भगवते माणि भद्राय कृष्णरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय हिलि हिलि मिलि मिलि किलि किलि यक्षकर्मः स्वाहा ॥ ૫. શાકિની નિગ્રહકરણ મંત્ર : ॐ नमो भगवते माणिभद्राय क्षेत्रपालाय क्रदमरूपाय चतुर्भुजाय जिनशासनभक्ताय नवनागसहस्रबलाय किंनर किंपुरुप गंधर्व यक्षराक्षस भूतप्रेत पिशाच सर्वशाकिनीनां निग्रहं कुरु करु पात्रं रक्ष रक्ष स्वाहा ॥ વિધિ -કાળી ચૌદશના દિવસે આ મંત્ર ૧૦0૮ વાર ગણવો. દીપ, ધૂપ, ફલ વગેરે ત્રીજા મંત્રની વિધિ પ્રમાણે જાણવાં. ૬. ભૂતપ્રેત નિગ્રહ કરણ મંત્ર – ॐ माणिभद्राय कपिलरुद्राय अनंतशाकिनीसर्वाय नवनागसहस्रबलाय किंनर किंपुरुष गंधर्व यक्ष राक्षस भूतप्रेतपिशाच सर्व शाकिनीनां निग्रहं कुरु कुरु पात्रं रक्ष रक्ष स्वाहा ।। વિધિ :- કાળી ચૌદશના દિવસે ૧૦૦૮ વાર જાપ કરવો. ભૂત-પ્રેતથી ગ્રસિત થયેલ વ્યક્તિને પાણી મંત્રીને પાવાથી અથવા સાત વાર ઝાડો દેવાથી ભૂત, પ્રેતથી ગ્રસિત મુક્ત થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy