SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 359 વિધિઃ રવિવારે કાળું ગજકણ (કાળું કપડું), આંબાનું લગભગ બે ફૂટ લાંબું અને એક ફૂટ પહોળું પાટિયું; એક શ્રીફળ, લાલ કરેણનાં લગભગ રર૫ ફૂલ રોજ લેવાં. આ ફૂલમાંથી ઉપરના મંત્રથી ૧૦૮ ફૂલ મંત્રીને હોમ કરવો. બાકીનાં પૂજામાં વાપરવાં. એક મંત્ર બોલીને એક ફૂલ સ્થાપેલા દેવને ચઢાવતાં જવું. પ્રથમ સ્નાનાદિથી શુદ્ધ થઈ, લાલ વસ્ત્ર પહેરી, માથે પણ લાલ કપડું બાંધવું. લંગોટ પણ લાલ રાખવો. અગરબત્તી પણ લાલ રાખવી. સાથે ગૂગળનો ધૂપ રાખવો, ઘીનો દીવો પણ અખંડ રાખવો. કેરોસીનથી સળગાવેલા કોલસા ધૂપમાં વાપરવા નહીં. હોમ કરવામાં લાકડાં આંબાનાં લેવાં. માણિભદ્રની છબી મૂકવી. કાળા રંગનો કાપડનો પડદો છબીની પાછળ કરવો, બીજું લાલ રંગનું આચ્છાદન બિછાવતાં પહેલાં નીચે જમીન પર બે બાજુ કિંકુના સાથિયા કરવા અને વચ્ચેના ભાગમાં કંકુથી ત્રિકોણાકાર સાથિયો ચીતરવો. અગરબત્તી અને દીવાસ્ટેન્ડ પાસે પણ કંકુથી નાના સાથિયા કરવા. આમ કર્યા પછી આસન પર બેસવું. પછી નીચે પ્રમાણે પૂજા કરવી. આરંભમાં સાધકે હાથમાં લાલ કરેણનું એક ફૂલ લઈ કંકુ તથા ચોખાવાળું કરી ઘીના દીવા ઉપર મૂકવું, પછી દાદાજીને ચઢાવવું. પછી ઉપરનો મંત્ર બોલીને શ્રીફળ ચઢાવવું. આ રીતે એક એક મંત્ર બોલી એક એક ફૂલ દાદાને ચઢાવવું. મંત્રોચ્ચાર સ્પષ્ટ મનમાં થવો જોઈએ અને પછી ૧૦૮ ફૂલનો હોમ એક મંત્ર મનમાં બોલવા પૂર્વક કરવો. આ રીતે જાપ પૂજા અને હોમ થાય એટલે પૂજામાં બેસતાં પહેલાં બનાવી રાખેલી ખીર દેવને ધરાવીને ખાઈ જવી. જેટલી ખાઈ શકાય તેટલી જ બનાવવી. બાકી રાખવી નહીં. સાધનાનો આરંભ કર્યા પછી વચમાં ઊઠવું નહીં. ખીરને એક વાસણમાં દીવા પાસે રાખી મૂકવી. પૂજા–હોમ સવારે થાય પછી રાત્રે એકવીસ માળા દરરોજ ગણવી. એકવીસ દિવસ સુધી એ વિધિ કરવી એટલે વીર સિદ્ધ થશે. ખાસ સૂચના મંત્ર ચાલુ કર્યા પછી ૪-૪ દિવસે સામે બાંધેલા કાળા પડદાના કાપડ પર એકદમ તેજસ્વિત્ ગોલાકારે પ્રકાશ ભૂરા રંગના બિહામણા ઝબકારા દેખાવા લાગશે. કોઈ કોઈ દેખાવો પણ નજરે પડે તે ન સમજાય તેવા હશે. ભયંકર અવાજો પણ થાય, કંઈક ભાષામાં લખેલું હોય તેવું દેખાય. પણ બીવું કે ભયભીત થવું નહિ અને ઊઠવું પણ નહિ. જાણે કંઈ નથી, એમ સમજીને મંત્ર પણ ચાલુ રાખવો. જે થાય છે તે સારા માટે છે એમ સમજવું. નુકસાન કદાપિ થશે નહિ. ર૧ દિવસ જપ પૂજા–હોમ કરવા. મંત્રસિદ્ધિ થયે અલૌકિક મદદ મળે છે. વ્યાપારમાં, કોર્ટમાં તથા દાટેલું ધન દેખાય, ગુમ થયેલું પણ જાણી શકાય. ચોરનો પત્તો, સામી વ્યક્તિના મનના વિચારો જાણવાની શક્તિ વગેરે અનેક સિદ્ધિ એ મંત્રથી મળે છે. આ મંત્ર એક અનુભવી પાસેથી મળેલ છે. ઘણાને અનુભવ થયા છે. ॐ ह्रीं श्रौं माणिभद्राय पूर्णभद्राय द: द: ही सः सः स्वाहा ॥ -आहुतिमंत्र Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy