SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ જડચેતન વિચાર અને આત્મોપલબ્ધિનો માર્ગ –પ્રો. કે.ડી. પરમાર કર્મ નહિ, કર્મની પરંપરા તોડવા..... દુઃખને નહિ, દુઃખની પરંપરા તોડવા.... મરણ નહિ, મરણની પરંપરા તોડવા... જન્મ નહિ, જન્મની પરંપરા તોડવા.... પાપ નહિ, પાપની પરંપરા તોડવા 349 સન્મતિ અવશ્યક નહિ પણ અનિવાર્ય છે. અત્રે આ લેખમાં જન્મે જૈન નહિ પણ સત્સંગે જૈન બનેલા આત્માર્થી પ્રો. કે.ડી. પરમારે ભાવુક શૈલીમાં હૃદયની વીણામાંથી ઝંકૃત થઈ સરી પડેલા શબ્દોમાં વીર માણિભદ્રની કથાના આલેખન સાથે માંગણી મૂકી છે સન્મતિની. તનને તીરથ કરવા, મનને મંદિર કરવા અને એમાં બિરાજમાન આત્માને વીતરાગી કરવા આ ભાવશૈલીમાં લખાયેલ લેખ એક અલાયદા ચિંતનમાં ચોક્કસ લઈ જશે. સંપાદક Jain Education International શાશ્વત અને શાન્ત એવું ચૈતન્ય બહુરૂપી છે, બહુરંગી છે, બહુ—આયામી છે. હાડમાંસના આ ચરખામાં શ્વાસોચ્છ્વાસ દ્વારા ચાલતી જિંદગીમાં વીજળીના કેટકેટલા ઝાટકા લાગે છે ! કયાં કયાંથી વાવાઝોડાં ધસી આવી ઉલ્કાપાત મચાવે છે ! મન-મહાસાગરમાં વિચારતરંગોના રંગો પળે પળે પલટાતા જ રહે છે. કયાંક આહ તો કયાંક વાહ ! કયાંક વિનોદ તો કયાંક વિષાદ ! કયાંક આનંદ તો કયાંક આંસુ ! કયાંક પાનખર તો કયાંક વસંત ! આવું આવું તો કેટકેટલું બધું જડ–ચેતન જગતમાં બનતું રહે છે, ઘટતું રહે છે; પણ જીવનધારા તો ચૈતન્યની એક રમત (play) માત્ર છે. સમગ્ર સૃષ્ટિ એ આ રમતનો અનોખો ચમત્કાર છે. અસ્તિત્વ ગૂઢ, રહસ્યમય, અકલ્પનીય અને અજ્ઞેય છે. જાણ્યા છતાં નથી જણાતું, પકડમાં નથી આવતું. પ્રકૃતિનાં કેટલાંય રહસ્યો પરથી પડદો ઊઠી શકયો નથી, ઊઠવાનો પણ નથી. સદીઓથી આ અંગે ઘણા પ્રશ્નો ચર્ચાતા રહ્યા છે. સ્વર્ગ–નર્ક, ભૂત–પ્રેત, આત્મા-પરમાત્મા, પાપ-પુણ્ય, પૂર્વજન્મ-પુનર્જન્મ, બંધન–મોક્ષ વગેરે વિષે વાદવિવાદ થતા રહ્યા. જુદા જુદા લોકો જુદી જુદી માન્યતાઓનાં માદળિયાં પહેરીને કહેતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy