SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 301 અહીં કોઈને શંકા થાય, કે નવકાર મહામંત્રના જાપ વગેરે કરવા છતાં એ અધિષ્ઠાયકો નથી સાક્ષાત્ થતા કે નથી પરચો બતાવતા. આમ કેમ? અહીં ઉત્તર એ છે કે આપણે જે કંઈ સારું, શુભ, ઈષ્ટ થાય છે, તે આ જાપો વગેરેના પ્રભાવે પરોક્ષ સહાય દ્વારા થતું હોય છે, જેનો આપણને ખ્યાલ નથી આવતો. છતાં વિશિષ્ટ અનુભવ ન થવાની બાબતને ફોનના દષ્ટાંતથી સમજાવી શકાય. જો (૧) તમે ૬ કે ૭ આંકડાના ફોન નંબરમાંથી એકાદ આંકડો પણ ખોટો જોડો, તો રોંગ નંબર આવે, (૨) તમારો ફોન આઉટ ઑફ ઑર્ડર હોય, (૩) ફોન અંગેજ હોય અને (૪) લાઈન જોડાવા છતાં સામે ઉપાડનાર કોઈ નહીં હોય – આ ચારે કિસ્સામાં આપણે જેને ફોન જોડીએ છીએ તે વ્યક્તિ આપણને મળતી નથી. પ્રભુપૂજા, ભક્તિજાપ વગેરે દ્વારા આપણે ભગવાનને ફોન જોડીએ છીએ, ત્યારે ભગવાનના સેક્રેટરી સમાન આ અધિષ્ઠાયકો આપણી નિષ્ઠા, ભક્તિ જોઈ દર્શન આપી ઇષ્ટસાધનામાં સહાયક બને છે. પણ (૧) વિધિમાં ગરબડ કે સૂત્રના અક્ષરોચ્ચારમાં અશુદ્ધિ હોય, તો રોંગ નંબર જેવી પરિસ્થિતિ સમજવી. (૨) મન મૈત્રાદિ ભાવોને છોડી દુર્ભાવમાં – સંકલેશમાં હોય, તો સમજી લેવું, ફોન આઉટ ઑફ ઑર્ડર છે. પછી જાપ-પૂજાનાં ચક્ર ઘણાં ઘુમાવવા છતાં ફોન લાગવાનો નહીં (૩) જ્યારે તમે આંખ કાન અને મનથી ચંચળ દશામાં છો, ત્યારે તમે બીજાના એંગેજ છો, બીજા-ત્રીજા વિચારમાં છો માટે પણ ફોન લાગે નહીં. અને (૪) એ અધિષ્ઠાયક દેવો અન્ય દેવતાઈ ભોગ-ઉપભોગમાં વ્યસ્ત હોય, શાશ્વત તીર્થોની યાત્રામાં હોય અથવા સીમંધરસ્વામી જેવા સાક્ષાત્ તીર્થંકરોની દેશના–ઉપાસનામાં લીન હોય, તો તમારા તરફ બાકીનું બધું બરાબર હોવાથી ફોન જાય છે, પણ ઉપાડનાર હાજર નથી. પણ જો ઉપરોક્ત ત્રણ સ્થિતિ ન હોય, એટલે કે શબ્દશુદ્ધિ વગેરે વિધિ બરાબર હોય, મન મૈત્યાદિ ભાવોથી વાસિત હોય અને એકાગ્રતા સારી હોય, તો કદાચ લાઈન તત્કાલ નહીં લાગે, તો પણ જલદી લાગી જશે અને દેવ ફોન ઉપાડશે–અર્થાત્ એનો શુભ પરચો અવશ્ય અનુભવાશે. આ જ પ્રમાણે કપર્દી યક્ષ વગેરે શત્રુંજય તીર્થાધિરાજના, એમ જુદા જુદા દેવો જુદા જુદા તીર્થોના અધિષ્ઠાયક બનતા હોય છે. દ્રવ્યાદિ શુદ્ધિની જાળવણીપૂર્વક શુભ મુહૂર્તે વિશિષ્ટ ભાવોલ્લાસથી સ્થપાયેલાં દેરાસરો-તીર્થો પ્રાયઃ દેવાધિષ્ઠિત બનતાં હોય છે. ઊછળતા શુભ ભાવપૂર્વક ભક્તિ કરનારને મોક્ષરૂપ પારંપરિક અને સદ્ગતિરૂપ પારલૌકિક લાભોની સાથે સાથે આ દેવો દ્વારા ઇષ્ટ ફળ સિદ્ધિરૂપ ઈહલૌકિક શુભ લાભો પણ થાય છે. ' અતિ ઉગ્ર પુણ્ય તત્કાલમાં ફળે' એવી ઉક્તિને સાર્થક ઠેરવવા જે-તે દેરાસર-તીર્થના અધિષ્ઠાયક દેવો દર્શન આપી અથવા પરોક્ષ પરચો બતાવી ઉત્તમ લાભ તત્કાળ મળે એવી ગોઠવણ કરી આપે છે. વળી તેઓ તીર્થરક્ષા આદિ કાર્યો પણ કરે છે. અહીં પણ કોઈ શંકા કરે છે, તો પછી તીર્થ ઉપર થતાં આક્રમણો અને થતી તોડફોડ વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy