SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ આ જ્ઞાન વધારેમાં વધારે લોકાકાશ જેટલું હોય છે. પ્રતિપાતિ અવધિજ્ઞાન અને હીયમાન અવધિજ્ઞાનમાં ફેર એટલો છે કે પ્રતિપાતિ અવધિજ્ઞાન એકસાથે નાશ પામે છે અને હીયમાન ધીરે ધીરે જાય છે. અપ્રતિપાતિ –– જે અવધિજ્ઞાન આવ્યા પછી જાય જ નહિ તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. અલોકાકાશના એક પ્રદેશને જોવાનું સામર્થ્ય હોય તો તે અવધિજ્ઞાન જાય નહિ યાવત્ કેવળજ્ઞાનને અપાવે છે. આ અવધિજ્ઞાન ચાર ગતિને આશ્રયીને વિચારીએ તો દેવો અને નારકીના જીવોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. જેમ પશુને પશુપણું પ્રાપ્ત થતાં જ તરવાની કળા સાથે હોય છે અને પક્ષીને જેમ પક્ષીપણું પ્રાપ્ત થતાં ઊડવાની કળા વરેલી હોય છે તેમ દેવો અને નારકીના જીવોને આ જ્ઞાન પ્રાપ્ત થવામાં ભવના૨કી અને દેવોનો ભવ પ્રત્યય કારણભૂત બને છે. ભગવાનને પૂર્વભવનું અનુગામી અને તે ભવ પૂરતું અપ્રતિપાતિ જ્ઞાન હોય છે. મનુષ્ય અને તિર્યંચોને પોતે કરેલ તપશ્ચર્યા આદિ ગુણને કારણે અવધિજ્ઞાન ( છએ ભેદો ) પ્રાપ્ત થાય છે. જો કે પરમાત્મા અવધિજ્ઞાન અને અવધિ દર્શન પૂર્વભવમાંથી લઈને આવે છે. પરમાત્મા તીર્થંકરના ભવ પહેલાં જે દેવલોકમાંથી કે જે નરકમાંથી અહીં પધારે છે તે દેવલોક અથવા તે નરકમાં ત્યાં જેટલું અવધિજ્ઞાન હોય તેટલું લઈને અહીં આવે છે. 295 નવ્વાણું પ્રકારી પૂજા આદિ અનેક પૂજાના રચયિતા પંડિત વીરવિજયજી મહારાજ પરમાત્મા માટે લખે છે કે—–— એ ગુણ લેઈ ઉપન્યા પરભવથી સ્વામી, આ ભવમાં સુખિયા અમે તુમ દર્શન પામી. આ અવધિજ્ઞાન સાધુ ભગવંતને, શ્રાવકને અને તિર્યંચને ગુણપ્રત્યયિક તપશ્ચર્યા વગેરે કારણ છે જેમાં તેવું અવધિજ્ઞાન હોય છે. વળી તિર્યંચ અને મનુષ્યને અવધિજ્ઞાનનું કોઈ પ્રમાણ નિશ્ચિત હોતું નથી. કેટલાક અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણે. કેટલાક અંગુલને જાણે. કેટલાક વિતસ્તિ ૧૨ અંગૂલ કે વધારે, કેટલાક સંખ્યાત યોજન અને કેટલાક અસંખ્યાત યોજન જાણે. કેટલાક મનુષ્ય તો પૂર્ણ લોકને જાણે. કેટલાક અલોકમાં પણ લોક જેવડા અસંખ્ય ખંડોને જાણવાનું સામર્થ્ય ધરાવે છે. પ્રશ્ન ઃ આ અવધિજ્ઞાન તો ક્ષાયોપશમિક ભાવ હોય ત્યારે થાય છે. અને નરકાદિ ભાવ તો ઔદિયક ભાવ છે, તો પછી દેવ નારકને ભવ-પ્રત્યયિક ભવકારણિક અવધિજ્ઞાન શા માટે કહો છો? ઉત્તર : આમ કહેવામાં વાંધો નથી – દોષ નથી. કેમ કે અવધિજ્ઞાન થવામાં જે ક્ષાયોપ– મિક ભાવ જોઈએ તે તો દેવલોક અને નરકમાં હોય છે જ . એટલે અવધિજ્ઞાન થવામાં મૂળભૂત કારણ તો ક્ષાયોપશમિક જ ભાવ કારણ હોવા છતાં દેવતા નારકનું અવધિજ્ઞાન છૂટું પાડવા માટે ભવ–પ્રત્યયિક કહેવામાં આવે છે. વળી મનુષ્ય અને તિર્યંચને કાયમી અવધિજ્ઞાન નથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy