SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ 232 તપાગચ્છાધિષ્ઠાયક ક્ષેત્રાર્ધમાં રહેલ પ્રપાતકુંડમાં પડે છે. ત્યાંથી ઉત્તર ભારતમાં આગળ વધતાં અને વૈતાઢય પર્વત સુધી આવતાં બીજી ૭,૦૦૦ નદીઓ તેમાં આવી મળે છે. આ પ્રવાહ વૈતાઢય પર્વતને નીચેથી ભેદીને દક્ષિણ ભારતમાં આવે છે. ત્યાં બીજી ૭,૦૦૦ નદીઓ તેમાં ભળતાં કુલ ૧૪,૦૦૦ નદીઓ સાથે ગંગા મહાનદી પૂર્વ-સમુદ્રને અને તે જ પ્રમાણે ૧૪,000 નદીઓ સાથે સિંધુ મહાનદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આ બને નદીઓ ઉત્તર + દક્ષિણ ભારતમાં, ૩+ ૩ મળી કુલ છ વિભાગો પાડે છે જે ખંડ કહેવાય છે. ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થ સૂત્રમાં ભરત હૈમવત હરિવિદેહ રમ્યક હિરણ્ય વરાવત વર્ષ ક્ષેત્રાણિ સૂત્રાનુસાર જંબુદ્વીપમાં પહેલો ખંડ ભરતખંડ છે. તત્ત્વાર્થસૂત્ર અને અન્ય જૈન ગ્રંથો પ્રમાણે જંબૂદ્વીપમાં ' ક્ષેત્રોને વિભાજિત કરનાર જે છે કુલાચલ પર્વત છે, તેમાં દરેક પર – હિમવતું, મહાહિમવતું, નિષધ, નીલવંત, રૂકમી, શિખરી આ છ પર્વતો પર ક્રમશઃ પદ્મ, મહાપા, તિગિચ્છ કેસરી, મહાપુંડરીક અને પુંડરીક – આ છ મહાતળાવ છે. તેમાંથી દરેકમાંથી બબ્બે–બબ્બે નદીઓ નીકળે છે અને પોતાના ક્ષેત્રને સીંચતી સીંચતી સમુદ્રમાં ઠલવાય છે. ભરતક્ષેત્રની વચ્ચે પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલો રજતમય વિજયાર્ધ પર્વત છે. વિજયાર્ધની ઉત્તરે ત્રણ તથા દક્ષિણમાં ૩ખંડ છે, તેમાં દક્ષિણ ભરતખંડના ૩ખંડોમાં મધ્યનો આર્યખંડ છે, બાકી પાંચ મ્લેચ્છખંડના નામે ઓળખાય છે. આ ભરતક્ષેત્રમાં કાળ ફરતો રહે છે જેના બે ભાગ પડે છે. – અવસર્પિણીકાળ અને ઉત્સર્પિણી કાળ. અવસર્પિણીકાળમાં દરેક વસ્તુઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મનુષ્ય-તિર્યંચોનાં શરીર, આયુષ્ય, બળ વગેરે ઘટતાં જાય જ્યારે ઉત્સર્પિણીકાળમાં તે વધતાં જાય છે. આમ વધ–ઘટના છ + છ વિભાગો મળીને એક કાલચક્ર થાય છે. ભરતક્ષેત્રના છએ છ વિભાગોને જીતે તે ચક્રવર્તી કહેવાય છે. તેના તાબામાં ૩ર,૦૦૦ મુકુટવાળા રાજા, ૯૬ કરોડ સૈનિક, ૮૪ લાખ હાથી-ઘોડા-રથ, ૧૪ રત્નો, નવનિધિ સહિત પુષ્કળ સંપત્તિ હોય છે. આમ આ વિચારણા આપણને તે અપેક્ષા તરફ દોરી જાય છે કે (૧) જૈન અને વૈદિક ભૂગોળનું તુલનાત્મક અધ્યયન થવું જોઈએ. વૈદિક ભૂગોળનું પુરાણોમાં વર્ણિત ભૂગોળ સાથે તુલનાત્મક અધ્યયન થવું જોઈએ. (૨) જૈન ગણતરીના આધાર પર વિશ્વભૂગોળ વિષે વધુ વિચારણા કરવી જોઈએ. અહીં આપેલી લેખ-સામગ્રીના આધાર સિવાય આ સંકલન થઈ શક્યું ન હોત; તેથીસંકલિત લેખની પાદટીપઃ અણ સામગ્રી (૧) તત્ત્વજ્ઞાન સ્મારિકા', પ્રકાશક શ્રી વર્ધમાન જૈન પેઢી–પાલીતાણા, વિ.સં. ૨૦૩૮, ખંડ-૩' શાસ્ત્રોક્ત ખગોળની ભવ્યતા', શ્રી અનકચંદ્ર ભાયાવાળા (પૃ. ૪૦ થી ૪૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy