SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છાધિષ્ઠાયક રામ-લક્ષ્મણજી (૧ર) પાંચ પાંડવો (૧૩) તેરમો ઉદ્ધાર સં. ૧૦૮માં જાવડાશાએ કરાવ્યો. (૧૪) ચૌદમો ઉદ્ધાર સં. ૧૨૧૩માં બાહડમંત્રીએ તે વખતે ૨ ક્રોડ ૯૭ લાખ રૂપિયાનો સદ્વ્યય કરી કરાવ્યો. (૧૫) પંદરમો ઉદ્ધાર સં. ૧૩૭૧માં સમરાશાએ કરાવ્યો (૧૬) સોળમો ને અંતિમ ઉદ્ધાર સં. ૧૫૮૭માં ચિત્તોડ (મેવાડ) નિવાસી કરમાશાએ કરાવ્યો છે. હાલમાં જે મૂળનાયક આદીશ્વર પરમાત્મા બિરાજમાન છે તે કરમાશાએ પધરાવેલા જ છે. હવે પછી સત્તરમો ઉદ્ધાર પાંચમા આરાના અંતે દુપ્પતસૂરિના કાળમાં તેમના ઉપદેશથી વિમળવાહન રાજા કરાવશે, એવું શાસ્ત્રવચન ઉપલબ્ધ છે. આ ગિરિરાજનાં ૨૧–૧૦૮ અને ૧000 યથાર્થ નામો છે. વીરવિજયજી મ. એ ૯૯ પ્રકારી પૂજાની પહેલી ઢાળમાં જ કહ્યું છે, "નમીએ નામ હજાર ..." શ્રી સિદ્ધાચલના ૧૦૮ દુહામાં આ તીર્થની યશોગાથાનું અદ્ભુત વર્ણન કરવામાં આવેલ પુંડરીકસ્વામી જેવી મહાન વિભૂતિએ આ ગિરિનો મહિમા વર્ણવતાં સવાલાખ શ્લોકોનું સર્જન કર્યું છે તો જ્ઞાનવિમલસૂરિએ આ તીર્થનાં મુક્ત ગુણગાન ગાતાં ૧૧00 સ્તવનની રચના કરી છે. કહેવાય છે કે અહીંયાં નમસ્કાર મહામંત્રનો કે આદીશ્વર પરમાત્માનો એક લાખ જાપ કરવામાં આવે તો નરક-તિર્યંચ ગતિને કાયમ માટે તાળાં લાગી જાય છે. સ્તવનોમાં તો ત્યાં સુધી કહી દીધું છે કે "શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે" –તેના દર્શન માત્રથી દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય. સિદ્ધગિરિ સિવાય અન્યત્ર જે તપત્યાગની સાધના કરવામાં આવે તે સાધના જો આ પાવન ભૂમિમાં કરવામાં આવે તો બે મહાન લાભો થાય છે. એક તો કષ્ટસાધ્ય એવી સાધના સુકર અને સુસાધ્ય બને છે, અને બીજું ક્ષેત્રના સાધનાજન્ય ફળમાં અનેકગણી વૃદ્ધિ થાય છે જેનું ઍક્યુરેટ ફળ શાસ્ત્રમાં બતાવ્યું જ છે. – નવકારસીનું ફળ છ8 - એકાસણાનું ફળ પ ઉપવાસ – પોરસીનું ફળ અટ્ટમ – આયંબિલનું ફળ ૧૫ ઉપવાસ – પરિમુઢનું ફળ ૪ ઉપવાસ – એક ઉપવાસનું ફળ ૩૦ ઉપવાસ એટલું જ નહીં પણ દુનિયાનાં અન્ય મહાન તીર્થો કરતાં આ તીર્થની યાત્રાનું ફળ પણ સૌથી ચઢિયાતું બતાવ્યું છે. તેનું પણ શાસ્ત્રાધારે દિગ્દર્શન કરી લઈએ. – નંદીશ્વર દ્વીપના તીર્થની યાત્રા કરતાં કુંડલદ્વીપની યાત્રાનું ફળ ડબલ છે. - કુંડલદ્વીપ કરતાં ઘાતકીખંડનાં ચેત્યો જુહારવાનું ફળ ૬ ગણું છે. - ઘાતકીખંડ કરતાં પુષ્કરાર્ધ દ્વીપના ચૈત્યદર્શનનું ફળ ૩૬ ગણું છે. – પુષ્કરાર્ધ દીપના કરતાં મેરુપર્વતની યાત્રાનું ફળ ૧૦૦ ગણું છે. – મેરુપર્વત કરતાં સમેતશિખરજીની યાત્રાનું ફળ ૧૦૦૦ ગણું છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy