SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 202 તપાગચ્છાધિષ્ઠાયક જગવિખ્યાત બન્યાં છે. " ધરણશાહે બંધાવેલું રાણકપુરનું ૧૪૪૪ થાંભલાઓવાળું જિનમંદિર સાથે જ ભવ્યાતિભવ્ય છે. નલિનીગુલ્મ વિમાનના આકારના એ જિનમંદિરને નીરખતાં સ્વર્ગલોકની ઇન્દ્રપુરી યાદ આવે! તે સમયે તે જિનાલયના નિર્માણ કાજે દરિયાવદિલના સ્વામી ધરણશાહે નવ્વાણું કરોડ સુવર્ણમુદ્રાઓનો સચ્ચય કર્યો હતો. " કેસરિયાજી તીર્થમાં આદીશ્વર ભગવાનની પાવન પ્રતિમા કેસરિયાનાથ' તરીકે પ્રખ્યાત છે. તેની ભક્તિમાં જૈન–અર્જુનના ભેદ ભુલાઈ ગયા છે. સહુને માટે તે દેવ આજે આરાધ્ય બની ગયાછે. " શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીએ શ્રીમુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં તેની પૂજા–ભક્તિ કરી હતી અને તેનાથી શ્રીપાળ રાજા કોઢરોગથી મુક્ત બન્યા હતા. " આ જ નગરી ઉજ્જૈનીમાં આવેલ અવંતી પાશ્ર્વનાથ પ્રભુની પ્રતિમા પણ અતિ પ્રાચીન છે. અંતરિક્ષ પાર્શ્વનાથનો મહિમા પણ અપાર છે. તે પણ અતિ પ્રાચીન પ્રતિમા છે. આબુ, શત્રુંજય અને ગિરનાર આદિ અનેક તીર્થોનો મહિમા શાસ્ત્રોમાં સ્પષ્ટ વર્ણવાયો છે. " શ્રી શંખેશ્વર પાશ્ર્વનાથ ભગવંતની પ્રતિમા તો પ્રાચીનમાં પ્રાચીન છે. દામોદર ભગવાન ! ગઈ ચોવીશીમાંના એ નવમા તીર્થપતિના શાસનમાં અષાઢી નામના શ્રાવકે આ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી હતી.દેવલોક, મૃત્યુલોક અને પાતાળલોક...ત્રણે લોકમાં આ પ્રતિમા પૂજાણી છે. જુગ જુગ જૂનો અને ગૌરવભર્યો એનો ઇતિહાસ પણ અલૌકિક છે. શ્રીકૃષ્ણ મહારાજાના સમયમાં તેનું હવણજળ છાંટવા માત્રથી " જરા ' નામની વિધા ભાગી ગઈ હતી. " આમ આગમોનાં વિધાનો દ્વારા અને ઇતિહાસના અવલોકન દ્વારા પ્રતિમાપૂજન શાસ્ત્રસિદ્ધ છે. માટે જ માણેકશાહ! તમારે જિનમૂર્તિની પૂજાની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા અંગે કોઈ શંકા રાખવાની જરૂર નથી. "વળી... જડ એવી પથ્થરમાંથી નિર્મિત જિનમૂર્તિ શી રીતે સિદ્ધિપદની પ્રાપ્તિમાં સહાયક બને? એ તમારા પ્રશ્નનો જવાબ એ છે કે, આ સંસારમાં એવી સેંકડો ચીજો 'જડ' હોવા છતાં તે 'ચેતન એવા આત્માને ઉપકારક થાય છે એ હકીકત છે. " અરે ! સૌથી પહેલું તો આ શરીર ! પુદ્ગલોનું બનેલું જડ હોવા છતાં આત્મસાધનામાં સહાયક બનીને શિવપદપ્રાપ્તિમાં કારણ બને છેને? જડ એવો સાધુવેશ સંયમસાધનામાં સહયોગી છે ને? તેમ જિનમૂર્તિ એ જડ હોવા છતાં શુભ આલંબન છે, પુષ્ટ આલંબન છે. જિનમૂર્તિના દર્શનથી તેઓ પ્રત્યે અનુરાગ અને ભક્તિ જાગૃત થાય છે અને જિનની ભક્તિ જિનપદની પ્રાપ્તિમાં અનન્ય કારણભૂત છે, તે વાતનો અપલાપ કયો બુદ્ધિમાન કરશે? માટે બધા જ કુવિકલ્પોનો ત્યાગ કરીને, હવે તમે જિનમૂર્તિની આરાધના અને ઉપાસનામાં તત્પર બની જાઓ, તે જ તમારા માટે શ્રેયસ્કર છે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy