SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 193 આચાર્યો અને વીર, ધીરને ગંભીર પરાક્રમી રાજવીઓ તેમ જ અનેક શ્રેષ્ઠ કવિઓની જન્મભૂમિ બની છે આ નગરી. | વિક્રમના પંદરમા સૈકાની આ વાત છે. જૈન ધર્મના મર્મજ્ઞો,વ્રતસાધકો, તપસ્વીઓ, દાનવીરો, શ્રીમંતો આ નગરીની શોભારૂપ હતા. કવિઓના પ્રશસ્તિગીતો અને મંત્રસાધકોનાં સ્વસ્તિગીતોનું ગુંજન જ્યાં ગાજતું રહેતું. અધ્યાત્મપ્રેમીઓના અધ્યાત્મથી આ નગર ધમધમતું હતું. ક્ષિપ્રા નામની સરિતા સતત વહેતી રહીને નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી.દેવો અને દેવતાઓનાં મનહરણાં મંદિરો ઉજ્જૈનીની અનેરી શાન સ્વરૂપ હતાં. આવી આ ધન્ય ધરા પર વસતા હતા. ધર્મશૂરા ધર્મપ્રિય શાહ નામના શેઠ. ઓસવાલ જાતિના આ શ્રેષ્ઠિવર્ય વિશાળ સમૃદ્ધિના સ્વામી હતા. ન્યાયી અને નીતિમાન હતા. દાનશૂર, કર્મચૂર અને ધર્મશ્ર પણ હતા. ધર્મપ્રિય શાહની ધર્મપત્નીનું નામ હતું જિનપ્રિયા. સદા હસમુખી, ગુણવતી, રૂપવતી અને શીલવતી. આ સુશીલા નારી ધર્મપ્રિય શાહની સાચા અર્થમાં ધર્મપત્ની' હતી. આ પ્રેમાળ અને ધર્માળ દંપતીના આંગણે એક આનંદનો અવસર આવ્યો. પુણ્યનો ચમકારો તેજઅજવાળાં પાથરી રહ્યો અને... એક સૌભાગી પળે પુત્રરત્નનો જન્મ થયો. ધર્મપ્રિય શાહ હવે માત્ર પંતિ' ન રહ્યા, એક પુત્રના પિતા પણ બન્યા. જિનપ્રિયા હવે માત્ર ' ધર્મપત્ની ' જ ન રહી... એક પુત્રનું માતૃત્વ પામીને નારીજીવનનું સાફલ્ય પામી ગઈ. માતા મમતામયી છે, પિતા પ્રસન્ન પ્રસન્ન છે. સ્નેહીજનોના અંતરમાં સ્નેહનો સાગર છે. એકનો એક લાડકવાયો લાલ !! એ લાલનું નામ પાડ્યુંઃ માણેક. વણથંભ્યો કાળપ્રવાહ વહી રહ્યો છે. માણેક મોટો થયો.. હજી તો સંસ્કારધામ સમી શાળામાં પ્રવેશ પામે છે ત્યાં તો ... પિતા ધર્મપ્રિય શાહનો કાળ કોળિયો કરી જાય છે. બાળ માણેકચંદ પિતાનું શિરછત્ર ગુમાવે છે. પત્ની જિનપ્રિયાના જીવનમાંથી પતિનો સાથ ઝૂટવાઈ જાય છે. જિનપ્રિયાનું હૃદય ખંડ ખંડ વિશીર્ણ બની જાય છે. પણ જિનપ્રિયા એક સદ્ધર્મશીલા નારી હતી. એટલું જ નહિ, દેવાધિદેવ શ્રી મહાવીર પરમાત્માના શાસનને પામેલી એક ધર્મવંતી શ્રાવિકા હતી. શોકનાં વાદળોને હિંમતના પવનથી વિદારીને તેણે પોતાના પગ ધરતી સરસા જમાવી દીધા. તે અબળા મટીને સબળા બની.. અને... પુત્ર માણેકના જીવનબાગને સદ્ગણોનાં ફૂલોથી મઘમઘાયમાન બનાવવા વૈર્ય અને ખમીરથી જીવવાનો જિનપ્રિયાએ સંકલ્પ કર્યો. બાળ માણેકને પિતાનો પ્યાર અને માતાની મમતા બન્ને એકસાથે જિનપ્રિયા તરફથી મળતાં રહ્યાં. પુત્ર માણેક પ્રખર પ્રતિભાશાળી બાળક હતો. તેનામાં વય વધતાની સાથે વિવેક અને વિનય વધતા ગયા. માણેકમાં પ્રખર પ્રતિભા હતી, હૃદયમાં વિનય હતો અને વ્યવહારમાં વિવેક હતો. આ ત્રિવેણી સંગમના તીરે માણેકનું જીવન ધન્ય બની ગયું. પંડિતપ્રવરો દ્વારા સંપ્રાપ્ત સમ્યગુ જ્ઞાન અને માતા દ્વારા પ્રાપ્ત સંસ્કારોનો અમૂલો વારસો માણેકને શ્રેષ્ઠ અને સદ્ગણી શ્રાવક બનાવી ગયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy