SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 191 બૂઢીપ મધ્ય ભારતભૂમિમાં 'શાસનરક્ષક શ્રી માણિભદ્રજીના ત્રણ પાવન સ્થાનોનું ઐતિહાસિક વિહંગાવલોકન -પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ.સા. ભક્તિ અને શ્રદ્ધાનું બળ માનવીને કયાં સુધી લઈ જાય છે તેનું જ્વલંત ઉદાહરણ આગલા ભવમાં માણેકશા નામે પ્રસિદ્ધિ પામ્યા અને વર્તમાનમાં તપાગચ્છ સંરક્ષક તરીકેનું સ્થાન પામ્યા શ્રી માણિભદ્ર દેવ. આ યક્ષરાજનું વિસ્તૃત જીવનચરિત્ર પૂ.આ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજની કસાયેલી કલમે ઐતિહાસિક દષ્ટિએ આલેખવામાં આવ્યું છે. અહીં તેમ જ અન્ય કેટલાક લેખોમાં શ્રી માણેકશા માણિભદ્રજી સાથે જે આચાર્યભગવંતોનો ગાઢ પરિચય દર્શાવામાં આવ્યો છે, તે છે પૂ. આ. શ્રી હેમવિમલસૂરીશ્વરજી મહારાજ. જ્યારે અન્ય કોઈ કોઈ લેખમાં પૂ. આ. શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજના નામનો ઉલ્લેખ જોવા મળે છે. આ વિરોધાભાસ ઐતિહાસિક દષ્ટિએ પણ સંશોધનનો વિષય છે. આ લેખનું સંકલન કરનાર જાપ-ધ્યાનનિષ્ઠ મધુર વક્તા પૂ. આચાર્યદેવ ઉપર માતા સરસ્વતી, યક્ષરાજશ્રી માણિભદ્ર દેવ અને ભગવતી પદ્માવતીની કૃપા વરસી રહી છે. તેમની અદ્ભુત સાધનાશક્તિના બળે વર્તમાનમાં શાસનસેવાનાં વિરાટ કાર્યો સહજ રીતે થતાં રહ્યાં છે. આ તેજસ્વી પ્રભાવક પંન્યાસપ્રવરશ્રી ૩૭ વર્ષની લઘુવયમાં હમણાં જ મુંબઈમાં મહાગૌરવવંત પંચપરમેષ્ઠિના તૃતીય પદ આચાર્યપદથી તા. ૨૦–૨–૯૭ના રોજ વિભૂષિત થયા. અત્રે પૂજ્યશ્રીએ માણિભદ્રદેવની રજૂ કરેલી પ્રમાણભૂત વિગતો ખરેખર હૃદયને સ્પર્શી જાય છે અને ભક્તિભાવનામાં વૃદ્ધિ કરે છે. સરળ અને વેધક શૈલીથી વ્યક્ત થયેલી રજૂઆતે તેના પ્રભાવનો પણ પરચો આપ્યો છે. સાચો ભાવુક તેમાં રહેલી ભક્તિની ભાવભરી સંવેદનાઓ પામીને ખરેખર ધન્ય બનશે જ. શુભ ભાવનાઓથી પરિપ્લાવિત કરી દે તેવા પ્રસંગોનું રસપૂર્ણ આલેખન કરનાર પૂજ્યશ્રી આ ગ્રંથ-પ્રકાશનને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી ઘણી રીતે સહાયરૂપ બન્યા છે. આ ગ્રંથ યોજનામાં પૂજ્યશ્રીનું પ્રેરક માર્ગદર્શન અમને ઘણુજ ઉપયોગી બન્યુ – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy