SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિ મર્યાદિત, છતાં દેવકૃપાથી અને પૂજ્યોના આશીર્વાદથી અને ભાવનગર સહિત બહારગામના અનેક શ્રીસંઘોના પ્રોત્સાહક સહયોગથી આ ભગીરથ કામ હાથમાં લીધું અને ધારણા મુજબની સફળતા પણ મળી. હજુ આવા જ બે ત્રણ મોટા આયોજન મનમાં રમતા રહ્યા છે. જેવી પરમાત્માની મરજી ! જ્ઞાનીએ દીઠું હશે તે થશે, અનુષ્ઠાન વિજ્ઞાન ઃ સાધના વિધાન સમકિત દેવદેવીઓની ભક્તિ-સાધના સાધકને જરૂર સુખી કરે છે; જ્યારે રજોગુણી તામસિક સાધનાઓ સાધકને કદાચ અલ્પ વિષયસુખો ભલે આપે; પણ છેવટે અધોગતિમાં જ લઈ જાય છે. આ વાત પણ એટલી જ સત્ય છે. શ્રી અર્હત માર્ગમાં સિદ્ધચક્ર પૂજન, ઋષિમંડલ પૂજાવિધાન, ચકેશ્વરી, પદ્માવતીજી કે અંબિકાજી વગેરે દેવીઓની સાધનાઓ દ્વાદશાંગીના દશમા અંગમાં પ્રાચીન કાળથી પ્રશસ્ત છે. ( જૈનધર્મમાં દ્વાદશાંગી એટલે બાર અંગ–સૂત્રોનો સમુદાય. આ દ્વાદશાંગીમાં દસમું અંગ એટલે પ્રશ્ન-વ્યાકરણ નામનું આગમ અંગસૂત્ર આવે છે. બારમા અંગમાં આવેલ ચૌદ પૂર્વોમાંના દશમા પૂર્વમાંથી આ વિગતો સ્પષ્ટ થાય છે.) માન્ય એવાં વિવિધ પૂજનોથી એક એવી શક્તિનું આભામંડળ રચાય છે કે જેના પ્રભાવે કરીને માત્ર વ્યક્તિઓને જ નહીં પણ સકળ સંઘને પણ શાંતિનું માધુર્ય સંપ્રાપ્ત થાય છે. સાધર્મિકતાના સંબંધે તેઓ મોક્ષમાર્ગમાં આપણને જરૂર સહાય કરે જ છે. આપણે ત્યાં શ્રી માણિભદ્રદાદાની વિવિધ સાધનાઓ વિધાયકપણે તો શ્રી અરિહંત પરમાત્માનાં ચરણોમાં ભક્તિ વધારવા માટે જ કરવામાં આવે કે ધર્મમાર્ગમાં બાધક હોય એવી વેદનાઓ કે વિપત્તિઓની શાંતિ માટે કરવામાં આવે તો તે પ્રશસ્ય જ છે. આ ગ્રંથમાં સાધનાવિધાન, સાધના પદ્ધતિઓ, ઉપાસનાના મંત્રો અને સાધકોના અનુભૂતિ પ્રસંગો કલ્યાણકારી સંદર્ભમાં જ લેવામાં આવ્યા છે. આ સંબંધમાં મુંબઈ–મલાડના પંડિત જેઠાલાલ ભારમલનાં સંપાદિત પ્રકાશનો જોઈ જવા જેવાં છે. કાળબળે માનવીને અનેક પ્રકારના ઉપસર્ગો સતાવતા હોય છે; પણ એવા વિપરીત સંજોગોમાં પણ શ્રી માણિભદ્રદાદાનું પૂજન-અર્ચન શાંતિ-શીતળતા આપનારું બની રહે છે એવો ઘણા સાધકોનો દઢ અનુભવ કહે છે. પ્રથમ તીર્થંકરોની અને પછી દેવ–દેવીઓની સાધના એ વાત પણ સૌએ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. સંકટ સમયે અધિષ્ઠાયક દેવ-દેવીઓ જ સહાય કરે છે, એ શાસ્ત્રીય વિધાનો જગપ્રસિદ્ધ છે. શ્રીપાળ મહારાજાને દરેક વખતે સિદ્ધચક્રના અધિષ્ઠાતા જ સહાયભૂત થતા હતા, ભરત ચક્રવર્તીને અટ્ટમની આરાધનાથી જ દેવ પ્રસન્ન થયા હતા. કૃષ્ણ મહારાજા, વિમળશાહ મંત્રી અને હેમચંદ્રાચાર્ય વગેરેએ ઉપાસના-સાધના કરીને જ દેવ-દેવીઓની સહાય માંગી હતી. સુદર્શન શેઠ, શિવકુમાર અને સુલસા સતી–આ બધાંને દેવોએ જ ઉગાર્યા હતાં. પ્રતિક્રમણમાં કે દેવવંદનમાં ચોથી થોય શાસનદેવોની જ હોય છે. લઘુશાંતિ કે મોટી શાંતિ દરેક પૂજનોમાં દેવોનું પૂજન અગ્રસ્થાને હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy