SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટાઓએ મનની અત્યંત સમાહિત સ્થિતિમાં જોવા મળે છે. મંત્રો અને સ્તોત્રો ચોક્કસ ઉચ્ચારણની ઢબે જ પ્રાયોજિત કરવાના હોય છે. આ ગ્રંથમાં મંત્રોના ધ્વનિતરંગોને વૈજ્ઞાનિક પ્રયત્નો દ્વારા પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજના લેખમાં ઠીક મહિમા બતાવ્યો છે. જૈન સ્તોત્રસાહિત્યમાં ભક્તિ અને દર્શનનો અપૂર્વ સમન્વય જોવા મળે છે. આ ગ્રંથમાં માણિભદ્રદાદાના અનેકસિદ્ધ મંત્રો, સ્તોત્રરચનાઓ, ઉપાસનાવિધાનો, અનુષ્ઠાનો, પાળવાના નિયમોની પૂર્ણવિગતો સુપેરે અત્રે સંપાદિત કરવામાં આવી છે. જગતભરના તમામ મંત્રવિશારદોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કોઈપણ દેવદેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા ઈષ્ટ પ્રત્યેનો તીવ્ર અનુરાગ અને અખૂટ શ્રદ્ધા હોવી જરૂરી છે. પૂજન-અર્ચન ભક્તિભાવથી ભાવોલ્લાસ સાથે થવું જરૂરી છે. ' માણિભદ્રદાદાના ગ્રંથ–આયોજનની સ્કરણા શાથી? છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયે વિવિધ સંદર્ભગ્રંથોનાં સંપાદનકાર્યોમાં વિતાવ્યો. એક દાયકો જૈન સંદર્ભસાહિત્યનું કામ હાથમાં લીધું. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો અંગેના આકરગ્રંથો પછી સકલસિદ્ધિદાતા માતા પદ્માવતી, ગુરુ ગૌતમસ્વામી વગેરે યશસ્વી ગ્રંથ-પ્રકાશન પછી વર્તમાન જૈનાચાર્યોના બહુ નજીકથી સંસર્ગમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્યોએ બતાવેલા વાત્સલ્યભાવથી મારી દુનિયા બદલાતી રહી. એક માત્ર" અરિહંત'ની ધૂનમાં મારું હૈયું આનંદથી છલકાતું રહ્યું. અને પછી તો ગ્રંથ પ્રકાશનનું ક્રમે ક્રમે સર્જન થતું રહ્યું. તપાગચ્છની ઉજ્જવળ પરંપરા : વર્તમાનમાં વિશાળ એવો તપાગચ્છ શ્રમણ સમુદાય વિજય, સાગર અને વિમલ એમ ત્રણ શાખાઓમાં વહેચાયેલો છે. તપાગચ્છની વિજય શાખામાં ભગવાન મહાવીરની શ્રમણ પરંપરામાં ૭૧ મી પાટે પૂ.પં. શ્રી મણીવિજયજી દાદા બહુ મોટા મહાપ્રતાપી સાધુ પુરુષ થઈ ગયા. અત્યારની વિજય શાખાના વિશાળ વર્ગના દાદાગુરૂ તરીકેનું બહુમાન આ ભદ્રપરિણામી મુનિપ્રવરને ધરાવે છે. પૂ. શ્રી બુટેરાયજી મહારાજ, શ્રી મુક્તિવિજયજી મ., શ્રી વૃદ્ધિચંદ્રજી મ., શ્રી આત્મારામજી મહારાજ, 1. આદિ આ પરંપરામાં થઈ ગયા. તપાગચ્છની સાગરશાખામાં પણ બે પેટા શાખા જેમાં એક શાખામાં આગમોદ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરિજી થયાં અને બીજી શાખામાં શ્રી બુદ્ધિસાગરસૂરિજી થયા. વર્તમાન સમયમાં જેનો પ્રભાવ અને મહિમા વધતો રહ્યો છે તે શ્રી શત્રુંજય તીર્થના આરાધક અને તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્રદાદાના એક આકરગ્રંથની શાસનને જરૂરત હોવાનું, શ્રાવકોને આ જાગૃત દેવની પૂરી માહિતી મળી રહે તેવા શુભાશયથી પ.પૂ.ગચ્છાધિપતિદાદા ગુરુદેવશ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના પૂ. સંગઠનપ્રેમી આચાર્ય શ્રી નિત્યોદયસાગરસૂરિશ્વરજી મહારાજ, તથા પૂ. જાપ ધ્યાનનિષ્ઠ આચાર્યશ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરિજી મહારાજ અને અન્ય પૂજયશ્રીઓની સૂચનાથી આ કામની તાતી જરૂરતને સમજી લીધું. અમારાં સાધનો ટાંચાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy