________________
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
જાપ ધ્યાનમાં મગ્ન પુ. આચાર્ય દેવશ્રી ચંદ્રાનનસાગરસુરીશ્વરજી મ.સા.. [ અવસર્પિણી કાળનાં સૌથી મોટા ત્રણ સાધનો છે જપ પૂજા અને ધ્યાન. જપના ઘણા અર્થો છે જે જન્મ અને પતન ને વાળે તે
જપ, જપ પણ શ્રદ્ધા ભક્તિથી કરવામાં આવે તો જલ્દી ફળે, વાચિક, ઉપાંશ માનસ અને અજપા એવા જપના ચાર પ્રકારો છે. ૧/૪) એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલની ધારા પડે તેમ જપની ધારા અવિચ્છિન્ન ચાલવી જોઈએ. દેવગુરુ આચાર્ય ઉપાધ્યાય
અને સાધુ-સાધ્વીઓના અનુગ્રહ અને ધાતી કર્મોના અંતરાયો ન હોય તો ધ્યાન સુલભ અને સુકર બને. તીર્થંકર ભગવંતોના સર્વાગ સુંદર દિવ્ય, મધુર તેજોમય સ્વરૂપનું સવાંગ ચિંતન એટલે ધ્યાન, ધ્યાન એવું સર્વોત્તમ સાધન છે, જેની દ્વારા ધ્યાતા ધયેય સુધી પહોંચી ધ્યાતા ધ્યાન ધ્યેયની ત્રિપુટી મિટાવી પરમપદ સુધી પહોંચી શકે છે. – સંપાદક)