SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अर्हं नमः ॥ ॐ ह्रीँ श्रीं धरणेन्द्र पद्मावती परिपूजिताय श्री शंखेश्वर - पार्श्वनाथाय नमो नमः ॥ – પ્રાસ્તાવિક – પ્રેરકશ્રીનો પ્રેરક સંદેશ –પૂ . આચાર્ય શ્રી ચન્દ્રાનનસાગરસૂરિશ્વરજી મ. સા. શાસ્ત્રરહસ્યનિષ્ણાત, સાક્ષરશિરોમણી અને આગમ શાસ્ત્રોનું વિવિધ પ્રકારે સવર્ધન પ્રકાશન કરનારા આગમોદ્વારક આ. શ્રી આનંદસાગરસૂરીજી મ.ના સમુદાયમાં ૩૭ વર્ષની યુવાવયે હમણાં જ ગયે વર્ષે સૂરિવર બનેલા ધ્યાન સાધનાના પરમઉપાસક, જ્યોતિષવિદ્યાના પરમ જ્ઞાતા પૂ. આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજશ્રીનો આ ગ્રંથના આયોજનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રેરણા, આશીર્વાદ અને સહયોગ સાંપડયા છે. જેનો સહર્ષ સ્વીકાર કરતા હૃદય ગદગદ બની જાય છે. પૂજ્યશ્રીની શુભનિષ્ઠા અને શુભભાવનાને અંતરપૂર્વક વંદના કરું છું. પૂજ્યશ્રીની સબળ ભાવનાએજ આ કાર્યને વધુ સાનુકુળ કરી આપ્યુંછેઅને સાહિત્ય સર્જનની અમારી પ્રવૃત્તિમાં નવો પ્રાણ પૂર્યો છે. પૂજ્યશ્રીની પ્રોત્સાહક લાગણીથી શ્રુત સાહિત્યના ઊંડાણમાં વિશેષ ડોકીયુ કરવાના રસ અને રુચી જાગૃત થયાં છે. જિનભક્તિ મહોત્સવો, ઉપધાન, ઓળી, ઉજવણાઓ, સંઘયાત્રાઓ આદિ-અનુષ્ઠાનોમાં એકત્રીત થતાં મોટા જનસમુદાયમાં પૂજ્યશ્રીની નિશ્રાનો પ્રભાવ કાંઈક ઔર હોવાનું જણાયું છે. —સંપાદક ભારત દેશ આર્યભૂમિ છે. આ ભૂમિમાં થયેલાં પ્રાયઃ તમામ દર્શન મોક્ષલક્ષી છે. ચાર પુરુષાર્થમયી ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ– આ ચારમાં અર્થ અને કામ એ મુખ્ય પુરુષાર્થ નથી પણ ગૌણ પુરુષાર્થ છે ; જ્યારે ધર્મ અને મોક્ષ એ બે મુખ્ય પુરુષાર્થ છે. મોક્ષ પરમ પુરુષાર્થ છે અને તેના માટે અત્યન્ત અનિવાર્ય સાધનરૂપ હોવાથી તે પણ મુખ્ય પુરુષાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy