SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ભારતમાં શક્તિપૂજા અને તેને સંલગ્ન શાક્ત સંપ્રદાય ઘણા પૂર્વકાલથી છે. પરંતુ ગુજરાતમાં શક્તિપૂજાના પ્રસારનાં પ્રમાણો બહુ પૂર્વકાલનાં નથી. આદ્ય ઐતિહાસિક કાળના ગુજરાતમાંથી પ્રાપ્ત અવશેષોમાં માતૃદેવીનાં શિલ્પો મળ્યાં નથી. “માર્કન્ડેય પુરાણ' અન્તર્ગત દેવીમાહાભ્ય' (જે સપ્તશતી ચંડીપાઠ તરીકે ખ્યાત છે) ના પ્રચારની સાથે શક્તિપૂજાનો પ્રચાર ક્રમશઃ વધતો ગયો. આ ગ્રંથ દેવીભક્તો માટે મુખ્ય ગ્રંથ બની ગયો છે. ગુજરાતમાં શાક્ત દર્શનનો બૌદ્ધમત સાથે કે શિવભક્તિ સાથે કે જૈનમત સાથે પ્રચાર થયો હોવા સંભવ છે. દેવી પ્રતિમાઓ અને માતૃકાઓની ઉપલબ્ધ મૂર્તિઓના અવલોકનથી એવું સૂચવી શકાય કે શક્તિપૂજા ગુજરાતના સર્વ ભાગોમાં ઈસુની છઠ્ઠી સદી સુધીમાં પ્રસરી ચૂકી હતી. જૈનધર્મમાં પણ શક્તિ-ઉપાસનાની પરંપરા દીર્ઘકાલીન હોવાનો મત છે. આ ધર્મમાં તીર્થકરોની માતાઓ, શાસનદેવીઓ, વિદ્યાદેવીઓ વગેરે શક્તિ-ઉપાસના તરીકે પ્રતિષ્ઠા પામ્યાં છે. શક્તિઉપાસનાની આ વિભાવનાથી દેવીની મૂર્તિઓ તૈયાર થવા લાગી અને મંદિરોમાં પ્રતિષ્ઠિત થવા લાગી. અને તેમનાં ગુણગાન ગાતા ગ્રંથો રચાયા. આ ગ્રંથો સંસ્કૃત અને પ્રાકતમાં ઉપલબ્ધ છે. આ જીવનને સફળ બનાવનારા ધર્મશ્રધા, પુરુષાર્થ, પરમાત્માની ભક્તિ, ગુરુના આશીર્વાદ જેવાં પરિબળોમાં દૈવીકૃપા પણ એક મહત્ત્વનું પરિબળ છે, જેની પ્રતીતિ અહીં થાય છે. સમગ્ર સંસારમાં માતૃશક્તિને બિરદાવતો એક શ્લોક અહીં પ્રસ્તુત બનશે, જેમાં ‘પદ્માવતી'નો સમાવેશ થયો છે : तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे । वजा कौलिक शासने जिनमते पद्मावती विश्रुता ॥ गायत्री श्रुत शालिनां प्रकृतिरित्यत्त्कासि सांख्यागमे । मातर्भारति किं प्रभूत भणितैव्याप्तं समस्तं त्वया ॥ અર્થાત, હે શક્તિસંપન્ન માતા! તમે બૌદ્ધમતમાં તારા તરીકે, શૈવમતમાં ભગવતી ગૌરી તરીકે, કૌલમતમાં વજા તરીકે, જૈનમતમાં પદ્માવતી તરીકે, વેદવીદોમાં ગાયત્રી તરીકે, સાંખ્યમતમાં પ્રકૃતિ તરીકે, વિશ્રુત છો, પ્રખ્યાત છો, પ્રતિષ્ઠિત છો. એટલે તમે સચરાચરમાં વ્યાપ્ત છો; અર્થાત્ કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં તમારા મહિમાનો સ્વીકાર ન હોય એવું નથી. આમ હે ભારતી ! સમગ્ર વિશ્વમાં એક મહાશક્તિ તરીકે તમે પ્રસિદ્ધિ પામ્યાં છો. આથી સ્પષ્ટ થાય છે કે એક દેવીશક્તિ તરીકે જૈનધર્મમાં ચિંતામણિ પ્રસન્ના પદ્માવતી વિખ્યાત છે. આ દેવીનું આ મહત્ત્વ સ્વીકારી આ આકરગ્રંથમાં પદ્માવતી દેવીના રાજરાજેશ્વરી સ્વરૂપનું, એમની સાધના અને ઉપાસનાનું, એમના-સ્તોત્ર-મંત્ર વિશે વિવિધ પ્રથોમાં ઉલ્લેખાયેલા માહાભ્યનું, એમના સંદર્ભે સર્જાયેલાં સાહિત્ય, મૂર્તિઓ, મંદિરો, સ્થાનકો, ચિત્રો અને એમના વ્યક્તિત્વ સાથે સંકળાયેલાં ચમત્કારો, અનુભૂતિઓ, દૈવી પ્રભાનું વિગતે આલેખન પ્રસ્તુત કરવાનો એક નમ્ર પ્રયાસ શ્રી દેવલુકે કર્યો છે. પદ્માવતી દેવીને સ્પર્શતા અનેક મુદ્દાઓ વિશે, માળાના પાકા મોની જેમ પદ્માવતી પુષ્પમાળા વિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy