SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જૈન પરિવારોની કુળદેવીઓ લેખક : . મુગટલાલ છે. બાવીસી) પ૨૧ જૈનોમાં સામાજિક પરંપરા અને સમાજવ્યવસ્થા અંતર્ગત જેમ જ્ઞાતિપ્રથા, કુળપ્રથા વગેરે જોવા મળે છે તેમ કુળદેવીની પ્રથા/પરંપરા પણ જોવા મળે છે. આ કુળદેવીની પ્રથા ક્યારે અને કેવા સંજોગોમાં શરૂ થઈ; અને ક્યા ક્યા કુળમાં પરિવારમાં તેમનાં કયાં ક્યાં કુળદેવી છે તેમનાં નામો, સ્થાનો, રિવાજો વગેરેનાં માહિતીસભર અને રસપ્રદ આલેખન. દિક્ષાલો વિશે વિચાર લેખક : નલિનાક્ષ પંડ્યા) પ૨૫ દિક્ષાલ એટલે દિશાના રક્ષકઅધિપતિ, કે જેમનાં હિન્દુ પુરાણો, જૈન શાસ્ત્રો અને બૌદ્ધ ગ્રંથોમાં આવતાં વિવિધ નામો, સંખ્યા અને મૂર્તિસ્વરૂપોનું અનેક પ્રમાણો સાથે વિસ્તૃત વર્ણન; ઇન્દ્ર, અગ્નિ, યમ, નિષ્કૃતિ, વરુણ, વાયુ, કુબેર, ઇશાન વગેરે દિક્ષાલોનો ધાર્મિક, પૌરાણિક અને પ્રાકૃતિક દષ્ટિએ માહિતીપ્રદ અને રસપ્રદ પરિચય; પૂર્વકાલમાં પ્રસિદ્ધ એવાં અનેક મંદિરોમાં અને સ્તૂપોમાં વિશિષ્ટ અને વિધ-વિધ રૂપે જોવા મળતી દિપાલોની મૂર્તિઓ અંગેની વ્યાપક જાણકારી... ઇત્યાદિ અભ્યાસપૂર્ણ અવલોકન અને સચોટ નિરૂપણ. અમૃતવેલ'ની સજ્જારમાં સાધનાપદ્ધતિઓનું આલેખન લેખક : પૂ. આચાર્યશ્રી વિ. યશોવિજયસૂરિજી મહારાજ) ૫૩૧ પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાહેબ રચિત “અમૃતવેલ'ની સક્ઝાય સાધકો માટે માર્ગદર્શિકાની ગરજ સારે તેવી ગેય કૃતિ છે . વળી, આ કૃતિ ગાગરમાં સાગરની જેમ સાધનામાર્ગને સચોટતાથી, એકદમ સંક્ષેપમાં પ્રસ્તુત કરે છે. સ્વાધ્યાયરૂપ આ સઝાયમાં ૨૯ કડીઓ છે. તેમાં પહેલી કડીમાં આત્મગુણના અનુભાવનનું આમંત્રણ છે. આ અનુભાવન પહેલાં હૃદયમાં જે મધુમયઝંકાર ઊપડે છે તેની નોંધ બીજી અને ત્રીજી કડી આપે છે. સાધનાની પૃષ્ઠભૂમિનું મધુર આલેખન. ચોથીથી ત્રેવીસમી સુધીની કડીઓ અનુભાવનના માર્ગનું વિશદ વર્ણન આપે છે. ચતુઃશરણ-ગમન, દુષ્કૃત ગહ અને સુકૃત અનુમોદનાની સાધનાનું રસઝરતું બયાન પ્રસ્તુતદુહાઓમાં છે. સાધના-પદ્ધતિનું બીજી વાર વર્ણન કરતા પહેલાં ચોવીસમી અને પચીસમી કડી સાધકતરફ કેમેરા ફેરવે છે. આત્મદર્શનની મધુરી વાતો આ બે દુહાઓમાં છે. ૨૬ થી ૨૮ મી કડીઓમાં ફરી સાધનામાર્ગના માર્મિક પક્ષનું ઉદ્ઘાટન થયું છે. હિતશિક્ષા સાથે ૨૯મી કડીએ કૃતિ પૂરી થાય છે. જેન ગ્રંથભંડારોમાં તંત્રગ્રંથોની યાદી ૫૩૯ ૧૪૮ તંત્રગ્રંથોની યાદી-નામાવલી, જેમાં પાર્શ્વનાથ અને પદ્માવતી ઉપરના તંત્રગ્રંથોનું વિશેષ પ્રમાણ જૈનતંત્રમાં માન્ય નહીં પણ પતિવર્ગને સાધનામાં ઉપયોગી એવા કેટલાક તંત્રગ્રંથોનો પણ ઉલ્લેખ. આ ઉપરાંત માહિતીસભર ગૂઢ રહસ્યોને પ્રગટાવનારા અન્ય મળીને કુલ ૧૦૮ લેખો.. સંકલન પુરવણી વિભાગ [વિશેષમાં બાકીના લેખો પુરવણી વિભાગમાં આવરી લેવાયા છે] ૫૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy