SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા ભગવતી શ્રી પદ્માવતી દેવીની મહાપૂજાનું વિધાન લેખક : મૂળશંકર પ્રા. ભટ્ટ) ૪૦૦ ‘પદ્માવત્યાષ્ટક'માં રાજરાજેશ્વરી શ્રી પદ્માવતીજીનાં સૌંદર્ય, મહિમા, મંત્ર-મંત્રાદિ દર્શક આઠ શ્લોક છે; આ આઠે શ્લોક સંક્ષેપમાં દર્શાવી ભગવતીનો સંપૂર્ણ પૂજનક્રમ અહીં શાસ્ત્રીય રીતે વર્ણવેલ છે, શ્રી પદ્માવતીજીની શક્તિ, રક્ષણશક્તિ, સિદ્ધમત્રો, શૃંગારરૂપ, યંત્રમંડલ આલેખન, વર્ણ-મહત્ત્વ વગેરેની પૂરક માહિતીનું સુંદર સંકલન કરાયું છે, પૂજન-રહસ્યો પણ દયને સ્પર્શી જાય અને ભાવનામાં વૃદ્ધિ કરે એ રીતે વર્ણવ્યાં છે. ચોસઠ ઉપચાર લેખક : પ્રા. ડૉ. એચ. યુ. પંચા] ૪૧૪ દ્રવ્ય ભક્તિ માટે જુદાં-જુદાં વિધાનો છે, ઉપચારો છે. ચોસઠ પ્રકારે થતી ભક્તિમાં દ્રવ્યાદિક શુંશું જરૂરી છે તેની નોંધ પ્રસ્તુત કરવામાં આવી છે. ત્રણ, પાંચ, દસ, સોળ ઉપચારોથી લઈને ચતુઃષષ્ટિ ઉપચારોનું વેદતંત્ર, ધર્મશાસ્ત્રો અને જૈનાગમોના આધારે ખૂબ મનનીય, માહિતીપ્રદ અને અભ્યાસપૂર્ણ આલેખન. ભગવતી શ્રી પદ્માવતીજીના પ્રભાવિક મંત્રો તથા યંત્રો (સંકલનકત: પૂ. મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ) ૪૧૯ પૂ. આચાર્યશ્રી જયસિંહસૂરિજી મ.ની સ્વહસ્તલિખિત ડાયરીમાંથી ઉદ્દધૃત તથા ડભોઈના જ્ઞાનભંડારની હસ્તપ્રતોમાંથી ઉતારેલા, ભગવતી શ્રી પદ્માવતીજીની પૂજા-ઉપાસના-સાધના અંગેના પ્રભાવિક મંત્રો-યંત્રો, તેની વિધિ અને તેનાં ફળોના નિર્દેશ સાથેનું આલેખન. શ્રી પદ્માવતી માતાના કેટલાક ઉપયોગી મંત્રો [સંકલિત) ૪૨૫ આરાધ્ય દેવતાનું સ્તોત્ર કરોડવાર બોલો અને માત્ર એક જ વાર તેના મંત્રની માળા ગણો – બંનેનું ફળ સરખું ગણાય છે. મંત્રજાપના આવા પ્રભાવ અને મહિમાથી આરાધકો પૂરા માહિતગાર અને શ્રદ્ધાસમ્પન્ન બને અને પૂરા ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મંત્રારાધનામાં જોડાય એવા શુભ આશયથી મંત્રસાધનાના ઊંડા જાણકાર પૂ. આ. શ્રી વિજયભુવનશેખરસૂરિજી મ. અને પૂ. યતિવર્યશ્રી મોતીલાલજી દ્વારા સંપાદિત પુસ્તકોમાંથી શ્રી પદ્માવતી માતાના પ્રભાવક, ઉપકારક અને દૈનિક જીવનમાં ઉપયોગી એવા મંત્રોનું તેના પૂર્ણ વિવરણ સાથે સંકલન. મહા પ્રભાવક મંત્ર-યંત્રમય શ્રી પદ્માવત્યષ્ટકમ્ (લેખક : શ્રી ધીરજલાલ ટોકરશી શાહ] ૪૩૦ મંત્ર-યંત્રમય મહા પ્રભાવિક સ્તોત્ર', જેના શ્લોકની સંખ્યા અંગે જુદી-જુદી માન્યતાઓ; આ સ્તોત્ર પરની શ્રી પાર્થચંદ્ર ગણિની ટીકા, જેમાં ૮+૧ શ્લોકવાળા અષ્ટકની માન્યતા, એ શ્લોકો આજે પ્રચલિત સ્તોત્રના ૧ થી ૮ તથા ૩૨મા શ્લોક તરીકે દષ્ટિગોચર થાય છે; આ સ્તોત્રના શ્લોકોથી પ્રાપ્ત થતી અનેકવિધ સિદ્ધિઓનો નિર્દેશ; “શ્રી પદ્માવતી અષ્ટકની મૂળ સ્તોત્રકારના હાર્દને જાળવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy