SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫) શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી ચત્ર-તત્ર-સર્વત્ર પદ્માવતી - પદ્માવતી (લેખક: ડૉ. ચીનુભાઈ નાયક) ૨૦૫ દુનિયાના બધા ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે શક્તિ-ઉપાસનાનું સ્થાન, જૈનોમાં દેવીઓનો મહિમા; દેવીઓના વિવિધ પ્રકારો અને તેનાં નામોલ્લેખ; દેવીમૂર્તિઓનાં આરસ, કાષ્ઠાદિમાં શિલ્પો અને સ્વરૂપો; ચકેશ્વરી, અંબિકા અને પદ્માવતીદેવીની વિશિષ્ટ મૂર્તિઓ અને તેનાં સ્થાનો વગેરેની જાણકારી; જેમાં દેશમાં અને પરદેશમાં પણ યત્ર-તત્ર-સર્વત્ર મળતી શ્રી પદ્માવતીદેવીની મૂર્તિઓ આદિનું માહિતીસભર આલેખન. સહુનું સર્વાગી રીતે કલ્યાણ કરનારાં ભગવતી શ્રી પદ્માવતીજી લેખક : પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ) ૨૧૧ શ્રી પદ્માવતીજીની યક્ષિણી-શાસનદેવી તરીકેની સ્થાપના ક્યારે થઈ? ભગવતી પદ્માવતીદેવીનો પરિચય, તીર્થકરોમાં સૌથી વધુ મંદિર-મૂર્તિઓ શ્રી પાર્શ્વનાથજીની અને દેવીમૂર્તિઓમાં પદ્માવતીજીની, દેવીઓમાં સૌથી વધુ જોવા મળતી પદ્માવતીજીની ઉપાસના, મુંબઈ-વાલકેશ્વરમાં પ્રતિષ્ઠિત પદ્માવતીજીનું પ્રધાન સ્થાન, તેની પ્રતિકૃતિનો દેશ-વિદેશમાં વ્યાપ, જાત-જાતનાં માધ્યમો ઉપર ૨૦ લાખથી વધુ સંખ્યામાં પ્રસાર પામેલી પદ્માવતીદેવીની વિવિધ મૂર્તિઓ અને છબીઓ, શ્રી પદ્માવતીજીની મૂર્તિની પાલીતાણા-સાહિત્યમંદિરમાં ચમત્કારિક ઘટના વગેરેના નિર્દેશો સાથેનું શ્રી પદ્માવતીદેવીની મહાપ્રભાવકતાનું અલૌકિક દર્શન. સિરિ કામરાજ કર્લી મંત્રને ધારણ કરનારી શક્તિ-સ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતી અને તેના મંત્રો લેખકઃ - આ. શ્રી વિજયભવનોખરસૂરીશ્વરજી મહારાજ) ૨૨૧ શ્રી પદ્માવતીદેવીનો પરિચય, પ્રભાવ, તેમની સાધના-ઉપાસનાનો વર્તમાનમાં ઉત્તરોત્તરવિકાસ, શ્રી પદ્માવતીજીના ચાર હસ્ત-આયુધોનું વર્ણન; દેવ-દેવીની ઉપાસનામાં તીર્થકરની મુખ્યતા જરૂરી, શ્રી પદ્માવતીદેવીની સાધના દ્વારા પ્રાપ્ત થતી અનેક સિદ્ધિઓ; મંત્રસાધના-સિદ્ધિનું વિવિધ મંત્રો, સૂત્રોસ્તોત્રો અને મહાત્માઓના જીવન-કથન દ્વારા પ્રતિપાદન; અને તે-તે નિરૂપણપૂર્વક શક્તિસ્વરૂપા મહામૈયા શ્રી પદ્માવતીજીનું મહિમાવંત દર્શન. મા પદ્માવતીનાં દર્શને દિવ્ય લોચનિયાં લેખક : જસુભાઈ જે. શાહ) ૨૨૦ જગતમાં સૌથી વધુ પ્રિય શબ્દ “મા”, તેની અજબ-ગજબની શક્તિ, તેમ “મા પદ્માવતી !'ના શબ્દોચ્ચાર, ભક્તિ અને દર્શનથી ધન્ય-ધન્ય બનતો ભક્ત; મા પદ્માવતીજીના દર્શનથી ભાવવિભોર બનેલા ભક્તના હૈયામાં જાગતાં સ્પન્દનો; સમર્પણભાવ; માનાં દિવ્ય સ્વરૂપોનાં દર્શન, તેનો પ્રભાવયુક્ત સ્વાનુભવ; શોક-સંતાપ, વિકારો, લાલસાઓ, દુર્ભાવ અનેદુઃખ-દારિદ્રયથી મુક્તિ પામવાની અને સાચા રાહની, સાચા સુખની અને પરમાત્માના શરણની યાચના વગેરે દ્વારા મા પદ્માવતીદેવી સમક્ષ ભક્તની, બાલસહજ નિર્મલ ભાવથી, સુસંવેદનાની સુરાવલી યુક્ત પ્રાર્થના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy