SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૪૯ ધન ૧૮૦ જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય (લેખક: મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ) ૧૮૩ પૂજા, સ્તુતિપાઠ અને જાપમાં જાપની શ્રેષ્ઠતા અને તેની સમજ; જાપના મુખ્ય પ્રકારો, તેનાં સ્વરૂપો; ભૌતિકશાસ્ત્રના તરંગવાદ દ્વારા જાપના પ્રકારોની પ્રભાવકતા, શક્તિ અને વ્યાપનું નિર્દેશન; વર્ગણા, તેની વૈજ્ઞાનિક વ્યાખ્યા અને પ્રકારો; વર્ગણાના પ્રકારોનું પરમાણુ એકમના માધ્યમે સૂક્ષ્મ અવલોકન; અને તે દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના સંદર્ભમાં જાપના પ્રકારોનું વૈજ્ઞાનિક મૂલ્યરૂપે પ્રતિપાદન. જ૫ના પ્રકારો (લેખક: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી પરમાત્માની પરમ ચેતનાને પોતાની સન્મુખ કરાવવાની એક પ્રક્રિયા એટલે જપ, આધ્યાત્મિક ઉન્નતિ અને ચિત્તની શુદ્ધિ માટે જપની મુખ્યતા; શ્રી સિંહતિલકસૂરિના “મંત્રાધિરાજ'ના આધારે જપના ૧૩ પ્રકારો અને તેનાં નામોલ્લેખ; અને અતિ મહત્ત્વના ને પ્રચલિત એવા નિત્યજપ, નૈમિત્તિક, કામ્ય, નિષિદ્ધ, પ્રાયશ્ચિત્ત, અચલ, ચલ, વાચિક, ઉપાંશુ, ભ્રમર, માનસ, અખંડ, અજપા અને પ્રદક્ષિણા -એ ૧૪ પ્રકારના જપની સવિસ્તર નોંધ સાથેનું માહિતીસભર, અભ્યાસપ્રદ આલેખન. ચોવીસ તીર્થકરોના કલ્પ - સંકલન) ૧૯૨. ચોવીસ તીર્થંકરોના જાપ માટેના મંત્રો અને તે મંત્રજાપના પ્રભાવનું મહિમાસભર આલેખન. લેખક: પ્રા. ડૉ. એચ. યુ. પંડ્યા) ૧૯૪ માળાના માત્રા, ના , પક્ષી , અક્ષત્ર, નવટી વગેરે શબ્દોનું સંસ્કૃતમાં પ્રયોજન, તેનાં વ્યુત્પત્તિ અને સ્વરૂપો; માળાના ભેદો-પ્રકારો : ૧. અક્ષમાલા, ૨. પર્વમાલા (કરમાલા), ૩. વર્ણમાલા અને તેનાં અભ્યાસપૂર્ણ અવલોકન સાથેનું રસપ્રદ અને માહિતીપ્રદ આલેખન; મણકા અને તેની સંખ્યા, મણકાના આકાર-પ્રકાર, તેનો પ્રભાવ; માલાસંસ્કાર, જાપપદ્ધતિ વગેરેનું નોંધપાત્ર નિરૂપણ. કલિયુગમાં શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ (લેખક . . સી. વી. રાવળ] ૧૯૮ મૂર્તિ અને મૂર્તિપૂજાનો મહિમા; ૨૪ શાસનદેવીઓમાં શ્રી પદ્માવતીદેવીની વિશેષ પ્રસિદ્ધિ; તેમનો આંતર-બાહ્ય વૈભવ, મૂર્તિનું સૌમ્ય સ્વરૂપ, સાધના-પૂજા; શ્રી પદ્માવતીજીની સાધના-આરાધનાનો પ્રભાવ; કલિયુગમાં પણ શાંતિ, સુષ્ટિ, પુષ્ટિપ્રદાયિની શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત થતી અનેકસિદ્ધિઓનું મહિમાવંત આલેખન. માળા બાહ્ય અને અત્યંતર ઉપસર્ગોને દૂર કરનાર મહાશક્તિની સાધનાનું અનુષ્ઠાન (લેખિકા: ડૉ. ઇન્દુબહેન એનદીવાન] ૨૦૧ મહાશક્તિની શ્રી પદ્માવતીદેવીની સાધનાનાં અનુષ્ઠાનોમાં જાપનું વિધિ-વિધાન; ગુરુગમ મંત્રદીક્ષા; મંત્રજાપ અને તેના પ્રકારો; દિશા, સમય, આસન, માળા, મુદ્રાદિનાં વિવિધ સ્વરૂપો, પ્રભાવ; દિશા અને મુદ્રાના નિયત મંત્રો, વિધિ-વિધાનમાં ક્રમે-ક્રમે આવતા મંત્રોનો નિર્દેશ વગેરે અનુષ્ઠાનોનું રસપ્રદ અને મહિમાસભર આલેખન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy