SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ] ( શ્રી પાÖનાથોપસર્ગ-હારિણી તેમની શાસનદેવી પદ્માવતી બે પાંખડીવાળા કમળ પર લલિત આસનમાં બેઠેલાં જણાય છે. તેણે કંકણોના શણગાર ઉપરાંત, હાર, કંડળ, જટામુગટ અને કડાં ધારણ કરેલાં છે. તેમને બે હાથવાળાં દર્શાવવામાં આવ્યાં છે. ડાબા હાથમાં કમળ અને જમણો હાથ અભયમુદ્રામાં સ્થિર છે. તેમના કપાળ પર એક ઊભી ત્રીજી આંખ દર્શાવવામાં આવી છે. નં. ૮ની ગુફા બારભૂજી ગુફા તરીકે જાણીતી છે. આ ગુફામાં પાશ્ર્વનાથની પ્રતિમાને સાત ફણાવાળા છત્ર નીચે કમળના આસન પર બિરાજમાન અને કમળના આસન નીચે ત્રણ ફણાવાળા સર્પ સાથે પદ્માવતી દેવીને કંડારવામાં આવ્યાં છે. અને તેમાં શાસનદેવી પદ્માવતી આઠ હાથવાળાં, વરદમુદ્રા સાથે જમણા હાથોમાં તીર, તલવાર, ઢાલ અને ડાબા હાથોમાં ધનુષ્ય, ઢાલ અને કમલદંડ ધારણ કરેલાં છે. આ પ્રમાણે પ્રાચીન જૈન અવશેષો માટે જાણીતાં જુદાં જુદાં સ્થળોએ પદ્માવતીનું નિદર્શન જોવા મળે છે. હિંદુ શિલ્પકળામાં પદ્માવતી: હિંદુ શિ૯૫સ્થાપત્યમાં પણ પદ્માવતી ઓછાં પ્રચલિત નથી. આ જૈન દેવીનું વિશિષ્ટ પ્રતીકાત્મક લક્ષણ સર્પફણા અને કમળની ઉપસ્થિતિ પાર્શ્વનાથના સાથનો સંકેત કરે છે. પદ્માવતીને હિંદુ શિલ્પસ્થાપત્યમાં કેટલીક વખત એકલાં અને કેટલીક વખત શિવ સાથે ચિત્રિત કરવામાં આવ્યાં છે. શ્રી શ્રીખંડીના ધ્યાનમંત્ર'માં આ પ્રમાણે ઉદાહરણ આપેલું છે : પદ્માવતી ચાર હાથવાળાં છે જેમાં માળા, કુંભ, કંપાલ અને કમળ ધારણ કરેલાં છે. નાગાધિરાજ વાસુકિ તેના આસન તરીકે છે, અને તેની ફણા પરનાં રત્નો પદ્માવતીના ઉરપ્રદેશનાં આભૂષણો બની રહ્યાં છે અને સર્વજ્ઞ શિવના ખોળામાં તેઓ બેઠેલાં છે. આગળ ઉલ્લેખ કર્યો તે પ્રમાણે સર્પદેવી મનસા પદ્માવતી તરીકે ઓળખાય છે. પરંતુ તેનાં પ્રતીકાત્મક લક્ષણોમાં સર્પની હાજરીના કારણે જ તે ઓળખાય છે. તે જ પ્રમાણે પદ્માવતી દેવી કે જે જાતકારુની પત્ની છે તે પણ સાપના ચિહ્ન દ્વારા પ્રચલિત છે. બીજી બાજુએ વિષ્ણુપત્ની લક્ષ્મી કે જે પદ્માવતી તરીકે પણ ઓળખાય છે તેને ચિહ્ન તરીકે નાગફણા નહિ, પણ કમળ માત્ર જ છે. તદુપરાંત, હિંદુ શિલ્પકળામાં પદ્માવતીની પ્રતિમાની કલામય રજૂઆતને સમર્થન આપતો દષ્ટિકોણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે દેવી સ્થાનિક રીતે અંબિકાના નામે ઓળખાય છે અને કેલીના જીર્ણ મંદિરમાં બિરાજમાન છે, જે ઓરિસ્સાના પુરી જિલ્લામાં આવેલું છે. આ સ્થળ સંસ્કૃતના પ્રખ્યાત ઊર્મિકવિ જયદેવ (ઈ.સ. ૧૨મી સદી)નું જન્મસ્થાન છે. અહીં પદ્માવતીની પ્રતિમા કાળા ગ્રેનાઈટના પથ્થરમાં કોતરવામાં આવી છે. કમળનાં પગથિયાં પર બિરાજમાન બે હાથવાળાં, ડાબા હાથમાં કમળદંડ ધારણ કરેલાં છે, જ્યારે જમણા હાથમાંનું ચિહુન તૂટી ગયેલું હોવાથી અનુમાન કરી શકાતું નથી. સાત ફણાવાળો સર્પ સ્પષ્ટપણે તેના મસ્તક પર છત્ર રચી રહ્યો છે. આ પ્રમાણે કમળ અને સર્પફણા જેવાં મુખ્ય ઓળખચિહ્નો છે. એથી જ વિદ્વાનો તેને પદ્માવતી તરીકે ઓળખવાનું વલણ ધરાવે છે. ઉપસંહાર : આમ, પદ્માવતી દેવી જૈનધર્મમાં પાર્શ્વનાથનાં શાસનદેવી તરીકે લોકપ્રિય છે. જૈનકળામાં તે સામાન્ય રીતે ધરણેન્દ્ર અને અહંત સાથે હોય છે. નાગફણા અને કમળ તેની ઓળખનાં પ્રતીકો છે. શિલ્પકલાની દષ્ટિએ શાસનદેવીઓના વિકાસનો ચોક્કસ સમય નક્કી કરવાનું મુકેલ છે. કારણ, શિલ્પ અને સ્થાપત્યની અભિવ્યકિતના મતો બદલાતા જ રહે છે. પણ પદ્માવતીજીની સ્થાપના પાર્શ્વનાથ ભગવાનના શાસનકાળમાં જ છે, તેમાં વિવાદ જેવું નથી. આ સમય ઘણો પ્રાચીન પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy