SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ). | ૪૭૩ રોકાઈ જવાનો વિકલ્પ પણ વિચારાયો. ઈરને યાદ કરીને ગોચરી વાપરીને આરામ કર્યો. તે વખતે જાણે કે કોઈકે હાથ ફેરવીને સોજા ગાયબ કરી દીધા. સહવર્તી પણ એ જોઈને વિચારમાં પડી ગયા. એ જ સાંજે ૬ કિ.મી.નો વિહાર પણ કર્યો. કરી એક વાર વિહાર કરતાં વણછરાતીર્થ જવાનું થયું. ત્યાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું સુંદર પ્રાચીન મંદિર છે. મૂર્તિ પણ મનોહર-રમણીય છે. ભકિતભાવથી પ્રભુ-દર્શનાદિ કરીને બહાર નીકળ્યા ત્યારે મંદિરમાં અને ઓટલા ઉપર કેસરનાં છાંટણાં રૂપે વર્ષ થઈ. માતાજીની હાજરીનો સાક્ષાત્ અનુભવ થયો. આ ગંધાર તીર્થ, જ્યાં અત્યારે પ્રાચીન મંદિરમાં મૂળનાયક શ્રી અમીઝરા પાણ્વનાથ ભગવાન છે. અમુક દિવસોની ત્યાં સ્થિરતા કરીને આરાધના તથા સાધના પણ કરી. પરિણામે મહોત્સવના છેલ્લા દિવસે તો એટલાં બધાં અમીઝરણાં થયાં, કે વાટકી ભરી ભરીને લોકોએ તે લીધાં. આ પ્રસંગે ત્યાં આવેલા ૮૦ વર્ષના વૃદ્ધોએ પણ કહ્યું કે આવાં વિપુલ અમીઝરણાં જીવનમાં પહેલીવાર જ જોયાં. આંગી કરતી વખતે પણ અમીઝરણાં ચાલુ રહ્યાં. છેવટે પૂજારીએ વિનંતી કરી ત્યારે બંધ થયાં અને આંગી પૂરી કરી. આ ઉપરાંત ત્યાં બીજા પણ બે-ત્રણ અદ્દભુત બનાવો થયા, જેનું આલેખન શકય નથી, એ તો અનુભવગમ્ય જ છે. વા એક ધર્મી ગામમાં શ્રદ્ધાસંપન્ન શ્રાવકનું ઘર. ધંધો-રોજગાર વગેરે સારાં. પરિવાર પણ સુયોગ્ય. એવા આ ઘરમાં ભકિતની-ઉપાસનાની ધૂન જ ચાલી. ઘરમાં બનાવેલા ધર્મસ્થાનકમાં રાખેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને માતાજીના ફોટામાંથી પાણી ઝરે. એનું પ્રમાણ એટલે કે એક મોટો શીશો ભરાયો. આ સાક્ષાત્ જોયેલું-અનુભવેલું છે. એ જ રીતે બીજા એક ગામમાં એક શ્રદ્ધાસંપન્ન શ્રાવક, સાધના તો એમનો પ્રાણ. પોતાના ઘરમાં સાધનાખંડ બનાવેલો. એમાં કોઈ પણ સ્ત્રીનો પ્રવેશ વર્મ હતો. નીચેની જમીન લીપણવાળી. એ જગામાં રાતના માતાજી સપરિવાર રાસડા લેતાં હોય એવો દૈવી વંદનો અનુભવ એમને અનેક વાર થયેલો. આ લેખકને પણ આનો અનુભવ કરાવેલો. કરી મુંબઈમાં પ્રાચીન પ્રાભાવિક મૂર્તિથી શોભતું એક જિનમંદિર. તેની બાજુમાં જ ઉપાશ્રય. રાતે સાધના-જાપ આદિ ચાલુ હોય ત્યારે મંદિરમાં નાટારંભ થાય અને તેનો અવાજ સંભળાય. આવું અનેક વખત અનુભવાયું છે. બા એક નાના ગામમાં ચોમાસું. શ્રાવકોની ૫૦-૬૦ ઘરની વસ્તી. ત્યાં આરાધના સુંદર થઈ. અતીત ભવ પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા કરાવી. એ વખતે અનેક જીવો પશ્ચાત્તાપની પાવક ગંગોત્રીમાં સ્નાન કરીને પાવન બન્યાં. તેમાં એક ભાઈએ પોતાની બધી જ પાપ-કહાણી આ લેખકને કહી. એમને ઉદ્ધાર માટે રસ્તો બતાવ્યો. તે મુજબ તેમણે ૧૫ થી ૨૦ અમને પારણે અમ કર્યા. તેની સાથે બતાવ્યા મુજબ જાપ આદિ પણ બરોબર કર્યા. પરિણામે એમને ભાવિ બનાવ જાણવાની અમુક વિશિષ્ટ શકિત પ્રાપ્ત થઈ, જેની મને કે એમને પોતાને પણ કોઈ કલ્પના ન હતી. મિ અત્યાર સુધીના સાધનાકાળ દરમિયાન કોઈ કોઈ વાર મનમાં વિચાર કરીને જવાબ મેળવવા યત્ન છતાં નથી મળ્યો, એવું પણ બન્યું છે; તો વળી એ જ રીતે ઘણી વાર મનમાં જેનો વિચાર કે સંકલ્પ પણ કર્યો ન હોય તેવી બાબતોના અણધાર્યા સંકેતો મળેલા છે અને એ સંકેતો મુજબ ઘટના બની હોય તેવું અનુભવેલું છે. વાર એક વાર એક તદ્દન અજાણ્યા ભાઈ સંપર્કમાં આવ્યા. ખૂબ ખૂબ સેવા-ભકિત કરે. મને પણ આશ્ચર્ય થયું. કે આ ભાઇ આટલી બધી ભકિત કેમ કરે છે ? શરૂઆતમાં તો પૂછવા છતાં જવાબ ન આપ્યો. છેવટે ચાર-પાંચ વર્ષે તેમણે જણાવ્યું કે મને સ્વપ્નમાં આપની સેવા કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy