SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મંત્ર દ્વારા સુવર્ણસિદ્ધિ મેળવી હતી. શ્રી ખપુટાચાર્યએ મંત્રબળના પ્રભાવે હજારો માણસ ચલાવી શકે તેવી બે કૂંડી આપોઆપ ચાલે તે શક્ય બનાવ્યું હતું. જૈનધર્મના તત્ત્વજ્ઞાનમાં મંત્રરહસ્યો જુઓ, અદૃશ્ય શબ્દો જુઓ, શબ્દની પ્રચંડતા કે શબ્દપુદ્ગલો જુઓ; શબ્દની મંડનશૈલી જુઓ, અશ્રાવ્ય શબ્દો જુઓ, સ્વરધ્વનિનો પ્રભાવનિહાળો. જડના આવિષ્કારમાં વિજ્ઞાને હરણફાળ પ્રગતિ કરી, પણ તે ક્ષણભંગુર શરીરના અમનચમન માટે થઈ, દેહની આળપંપાળ માટે થઈ - જ્યારે જૈન શાસનમાં પ્રત્યેક પદાર્થનું વિજ્ઞાન જીવની જયણા માટે છે, આત્માની અનુભૂતિ માટે છે. વર્તમાન વિજ્ઞાનની જે સિદ્ધિઓ આજે આપણને જોવા મળે છે તેનાથી હજારગણી ચીજો જૈનધર્મના પૂર્વગત શ્રુતમાં છેક પૂર્વકાળથી નિહિત છે. શક્તિપીઠો માહિતીની દૃષ્ટિએ જોઈએ તો પ્રસ્તુત કેટલીકદેવીપીઠો જગપ્રસિદ્ધ છે: કાંચીમાં કામાક્ષી, મલયમાં ભ્રમરામ્બા, કન્યાકુમારીમાં કુમારી, ગુજરાતમાં અંબા, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, ઉજ્જૈનમાં કાલિકા, પ્રયાગમાં લલિતા, વિંધ્યાચલમાં વિંધ્યવાસિની, વારાણસીમાં વિશાલાક્ષી, ગયામાં મંગલાવતી, બંગાળમાં ત્રિપુરાસુંદરી અને નેપાળમાં ગુહ્યકેશ્વરી. ઉપાસનાનો સમન્વય અને સમાપન ધર્મતત્ત્વને જાણવા ઉત્સુક એવાં આપણાં ધર્માભિલાષી લોકોમાં ધર્મની સાચી સમજ વિકસે અને ! લોકો સાચા સ્વરૂપે દેવપૂજા અને દેવી ઉપાસના કરતાં થાય, ધર્મજીવનના વ્યવહારોમાં ઊતરીને આચારશુદ્ધિ કરે, એ માટે આ ગ્રંથની રચના થઈ છે. આત્મસાધનાના ક્ષેત્રમાં પ્રવેશવાની ઝંખનાવાળા મુમુક્ષુઓ તથા સાધકોને આ ગ્રંથ ઉપયોગી થશે. આત્મચિંતનને સ્પષ્ટ કરવામાં તેમ જ ચિંતનની ક્ષિતિજો વિસ્તારવામાં સહાયરૂપ થાય એવી પુષ્કળ સામગ્રી આ ગ્રંથમાંથી પ્રત્યેક વાચકને મળી આવશે એવી શ્રદ્ધા શ્રી ભગવતી પદ્માવતી માતાની આરાધના શા માટે ? સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે, કે શ્રી પદ્માવતીજી દેવી સુખસંપત્તિ દેનારાં માતાજી છે, માટે તેમની આરાધના કરવી જોઈએ. એ આશયથી આરાધનાન કરતાં પૂર્વના અશુભ કર્મના ઉદયે આપત્તિ, વિપત્તિ કે કષ્ટ-પીડા આવે તેવા કટોકટીભર્યા કપરા પ્રસંગે પણ શ્રી તીર્થંકર પરમાત્મા પ્રત્યે પરમ પ્રસન્નતા, અકાટ્ય આસ્થા, અજોડ ભક્તિમાં અભિવૃદ્ધિ થતી રહે, જૈન ધર્મમાં અને શ્રી જિનશાસનમાં વજ જેવી શ્રદ્ધામાં નિરંતર અભિવૃદ્ધિ થતી રહે, તે માટે અર્થાત્ એ શુભ આશયથી માતાજીની આરાધના મંત્રજપ કરવાથી માતાજીની અમીદ્રષ્ટિ અને દિવ્ય સહાયતા મળતી રહે અને એ -જ શુભ આશયથી પ્રસ્તુત ગ્રંથનું સંકલન થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy