SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા પદ્માવતી સ્તોત્ર અને અને પૂજા * કુંદનલાલજી જૈન જૈનદર્શનમાં સ્તોત્રો-સ્તવનો-પૂજાદિનું માહાત્મ્ય અદ્ભુત જોવા મળે છે. નવસ્મરણ એ તેનું એક જ્વલંત ઉદાહરણ છે. આ નવ સ્મરણમાં (૧) શ્રી નવકાર મહામંત્ર, (૨) શ્રી ઉવસગ્ગહરં, (૩) શ્રી સંતિકરું, (૪) શ્રી તિજયપહત્ત, (૫) શ્રી નમિઊણ, (૬) શ્રી અજિતશાંતિ, (૭) શ્રી ભક્તામર, (૮) શ્રી કલ્યાણમંદિર અને (૯) શ્રી બૃહત્ શાંતિ આ ૯ સ્તોત્રો આવે છે. તેમાં શ્રી ભક્તામર સ્તોત્રની રચના વિક્રમની સાતમી સદીમાં શ્રી માનતુંગસૂરિજીએ કરી છે. નવ સ્મરણના પ્રત્યેક સ્તોત્રની જેમ ભક્તામર સ્તોત્રનો મહિમા પણ છેક પ્રાચીનકાળથી અત્યુત્તમ રહ્યો છે. અને તેના આ અત્યુત્તમ મહિમાને કારણે એ જ નામની/થી અન્ય રચના પછીના સમયમાં થઇ હોય એ બનવાજોગ છે. આ લેખમાં પ્રસ્તુત, વિક્રમની ૧૭/૧૮મી સદીમાં થયેલા ભટ્ટારક શ્રી વિશ્વભૂષણજીએ કરેલી ભક્તામર સ્તોત્રની રચના કંઇક એ વાતની પ્રતીતિ કરાવે છે. શ્રી વિશ્વભૂષણજીએ આ ઉપરાંત 'પદ્માવતી સ્તોત્ર' અને 'પદ્માવતી-પૂજા'ની રચના કરી છે. આ બંને રચના/કૃતિઓની સ્વલ્પ માહિતી આપવા સાથે શ્રી ભટ્ટારકજીની અન્ય અનેક કૃતિઓની જાણકારી પણ આ લેખ દ્વારા વિદ્વર્ય લેખક શ્રી કુંદનલાલજી જૈન દ્વારા રસપ્રદ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. સંપાદક. == Jain Education International જ્યારે ઇતિહાસ પુરુષ પ્રભુ પાર્શ્વનાથ' એ શીર્ષકથી લેખ પૂર્ણ કરી આપને મોકલવા વિચારતો હતો ત્યારે જ એકાએક મારા પુસ્તક-પોથીસંગ્રહમાંથી મને એક હસ્તલિખિત પોથી મળી આવી. તે સહજ જિજ્ઞાસાથી ખોલતાં મને તેમાં 'પદ્માવતી સ્તોત્ર' અને 'પદ્માવતી પૂજા'ની પોથી એકાએક હાથ ચઢી ગઇ. મને થયું કે આ સામગ્રી પણ તમારા ગ્રંથ માટે ઉપયોગી થઇ પડશે, તેથી એ બન્ને કૃતિઓ અત્રે વગર કોઇ ફેરફારે એમ ને એમ અહીં રજૂ કરું છું. આ બન્ને કૃતિઓના સર્જક કોણ છે ? તે પ્રશ્નનો ઉત્તર આ કૃતિઓમાં નથી; પરંતુ તુલનાત્મક આધારોથી એમ તારવી શકાય કે આ બન્ને કૃતિઓના સર્જક ભટ્ટારક વિશ્વભૂષણ હોઇ શકે. તેઓ અઢારમી સદીના સંસ્કૃત અને હિન્દી ભાષાના મૂર્ધન્ય પંડિત હતા. તદુપરાંત તેમના દ્વારા લખાયેલા અનેક સ્તોત્રો અને પૂજાઓ આજેય ઉપલબ્ધ છે. [ ૩૯૫ પૂજ્ય ભટ્ટારકજી વિશે કશું પણ લખું તે પહેલાં આ પોથીનું વર્ણન કરવું મને જરૂરી લાગે છે. આ પોથીમાં પદ્માવતી પૂજા અને પદ્માવતી સ્તોત્ર સંગ્રહાયેલાં છે. આ પોથીમાં ૧૨૦ પાનાં (પત્ર) છે પરંતુ તેનું છેલ્લું પાનું હાથવગું નથી. સંભવતઃ એ પાના ઉપર આ કૃતિના લેખક, લેખન-સમય વગેરે માહિતી હોવી જોઇએ. આને લીધે આ કૃતિની ઐતિહાસિકતા વિષે કશી જ માહિતી અત્રે રજૂ થઇ શકે તેમ નથી. અલબત્ત, આ પોથીનું લેખન, અશુદ્ધિઓને બાદ કરતાં સુંદર, સુસ્પષ્ટ અને સુવાચ્ય છે. આ પોથીના પત્રોની લંબાઈ ૩૦ સે.મી. તથા પહોળાઈ ૧૪ સે.મી. છે. પ્રત્યેક પત્રમાં ૧૦ થી ૧૨ લીટીઓ તથા ૨૬ થી ૨૮ અક્ષર લખાયેલાં છે. આ પોથીના આરંભમાં આખી પોથીમાં લખાયેલ કૃતિઓની યાદી આપેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy