SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી રચેલ અગ્નિ વડે બાળી નાખવામાં સમર્થ હોવા છતાં, ( તેની ધર્મશુદ્ધિથી) શાંત રહે છે, તે શ્રી પદ્માવતી દેવીને વિશુદ્ધિપૂર્વક શા માટે નમસ્કાર ન કરવા ? અર્થાત્ નમસ્કાર કરવા જોઈએ. शैलेन्द्रमूलपरिचालनवारिराशि-क्षोभैकहेतुगगनभ्रम ताण्डवोगः । कालानलोदयमयैः कृतकानिलोधे-रुत्खातदानवकुलां प्रणमामि पद्याम् ।। ६ ॥ અર્થ : મોટા મોટા પર્વતોના મૂળને પણ ઉખેડી નાંખનાર, મોટા મોટા સમુદ્રોને સુબ્ધ કરનાર, આકાશને પણ ભગાડી નાખે એવા તાંડવોથી ઉગ્ર, પ્રલયકાળના અગ્નિ જેવા પ્રચંડ પવન-આંધી વડે જેણે દાનવોનાં કુળોને ઉખાડી નાખ્યાં છે, અર્થાત્ નાશ કર્યો છે એવી શ્રી પદ્માવતીદેવીને હું નમસ્કાર કરું છું. रात्रि दिनं च दिवसं रजनी कुहूं च, यो(ज्योत्सनीमिमां मथकुहूं किल या विधातुम् । ईष्टेऽणिमादिगुणमौक्तिकताम्रवर्णी, पद्मावती विजयते भुवनेश्वरी सा ।। ७ ।। અર્થ : અણિમા વગેરે ગુણ રૂપી મોતીથી તામ્રવર્ણવાળી શ્રી પદ્માવતી દેવી, જે રાત્રિને દિવસ, દિવસને રાત્રિ, અમાવસ્યાને પૂર્ણિમા અને પૂર્ણિમાને અમાવસ્યા બનાવવામાં સમર્થ છે તે ભુવનેશ્વરી શ્રી પદ્માવતી દેવી જય પામો. पद्ये ! त्वमेव शबरी त्रिपुरारिनेत्रा, तारा जयन्त्यनुपमा विजया जया त्वम् ।। श्री शारदा च मधुमत्यपराजिता त्वं, सन्यष्टि यष्टि सुखमैककनीनिका त्वम् ।। ८ ।। અર્થ : હે પદ્માવતી દેવી ! તું જ શબરી છે, ત્રિપુરા છે, અરિનેત્રા છે, તારા છે; વળી, તું જયન્તી, અનુપમા, વિજયા, જયા, શ્રી, શારદા, મધુમતી અને અપરાજિતા છે; અને તું જ સમ્યકુ દષ્ટિ લોકોની દષ્ટિની શોભા માટે જ એકમાત્ર આંખની કીકી છે ! त्वां शारदेन्दुविशदां सुधयाभिषिक्तां, सच्चन्द्रचन्दनरसेन विलिख्य भावात् । दिव्योज्वलेन कुसुमाभरणोत्करेण, सम्भूष्य शांतिककृते शमिनः स्मरन्ति ।। ९ ।। અર્થ : શરદ પૂર્ણિમાના ચન્દ્ર જેવી ટ્વેત (વિશદ) અને અમૃત વડે અભિષેક કરાયેલી તને, સુંદર ચંદ્ર જેવા ઉજ્વળ ચંદનના રસ વડે વિલેખન/આલેખન કરીને ભાવથી, દિવ્ય ઉજ્વળ ફૂલોનાં આભૂષણોના સમૂહ વડે શણગારીને શાંતિને માટે સાધુપુરુપો તને સ્મરે છે. त्वां बालहेलिकिरणाहतसिद्धगङ्गान्तर्भूतमध्यकनकाम्बुजगर्भगौरां । गोरोचनाघृसृणचम्पकचर्चिताङ्गीं स्तम्भाय चण्डि ! चतुराः परिचिन्तयन्ति ।। १० ।। અર્થ : હે ચંડી ! બાલસૂર્યનાં કિરણો વડે વ્યાપ્ત મંદાકિની(ગંગા)માં વચ્ચે રહેલ સુવર્ણ કમળના ગર્ભ જેવી પીળી (તેજસ્વી) અને ગોરોચન, કેશર અને ચંપાના પુષ્પ વડે પૂજાયેલ અંગવાળી, (પદ્માવતી દેવીને) સ્તંભનને માટે ચતુર પુરુષો ચિંતવે છે (ધ્યાન ધરે છે). दैत्यप्रतापतपनास्तमयैकसन्य्यां, प्राकाम्य वीरनिधिविद्रुमवल्लिमालाम् । सद्यो विभितजपाकुसुमारुणाङ्गीं, त्वां वश्य-मोहविधये सुधियः स्मरन्ति ।। ११ ।। અર્થ : અસુરોના પ્રતાપ રૂપી સૂર્યના અસ્ત માટે એક માત્ર સંધ્યા જેવી તને અતિ કમનીય વિદ્રમની માળાથી મંડિત તથા તાજા ખીલેલા જાસુદના રંગ જેવાં અંગવાળી, (શ્રી પદ્માવતીદેવીને) સંમોહન-વશીકરણ માટે બુદ્ધિમાન પુરુષો સ્મરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy