SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૬૧ શ્રી પદ્માવતી સાધનવિધિ * પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરિશિષ્ય મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી સમુદાયના પૂ.આ.શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન સ્વનામધન્ય પૂ. મુનિવરશ્રી નંદીઘોષવિજયજી મહારાજની સંશોધન પ્રત્યેની તીવ્ર અભિરુચિ તેમ જ અથાગ પરિશ્રમનું દર્શન કરાવતો આ લેખ, આ મહાગ્રંથના રત્નસિંહાસન સમાન છે; જેના ઉપર આરૂઢ છે શ્રી શ્રી પદ્માવતી પરાંબા ભગવતીની આરાધનાવિધિ. પ્રસ્તુત લેખ પ્રશંસાના શબ્દોથી ઉપર વિશેષ છે. અહીં તાત્ત્વિક, સાધનરહસ્યમય અને પ્રમાણભૂત ત્રણ ત્રણ પ્રકારની વિધિઓ, પ્રાથમિક ક્રિયાઓ, મંડલ આલેખન આદિનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. આજે સૌને instant ચમત્કારમાં રસ છે; પણ આમ્નાયને જાણી, પલાંઠી લગાવી, જગતથી પરાગમુખ બની, સાચી દિશામાં સાધના કરી-કરાવી, સતત દોડતા જગતને અને સ્વાર્થલોલુપ આત્માઓને રુક જાઓ” કહેવાની જરૂર છે. સાધના-ઉપાસના પ્રત્યે એકાગ્ર બનાવી સાચા સાધકો તૈયાર કરવાની જરૂર છે. એ દિશામાં આ લેખ માર્ગદર્શક સીમાસ્તંભ સમો નીવડશે. એ વિષેનો પૂ. મુનિવર્યશ્રીનો પરિપુ ખરે જ પ્રશંસાપાત્ર જણાશે, એમ નિર્વિવાદ કહી શકાય. - સંપાદક જૈનદર્શનની તાત્ત્વિક દષ્ટિએ પ્રત્યેક તીર્થંકર પરમાત્માનું ઐશ્વર્ય અને તેના કારણસ્વરૂપ પુણ્યકર્મ પ્રાયઃ સમાન હોય છે. આમ છતાં, વર્તમાન ચોવીશીમાં શ્રી ઋષભદેવ પ્રભુ, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાશ્ર્વનાથ પ્રભુ તથા આપણા આસન્ન ઉપકારી ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનું વિશેષ મહત્ત્વ છે. આ અવસર્પિણીમાં સર્વપ્રથમ ધર્મનું પ્રવર્તન કરનાર શ્રી આદીશ્વર પ્રભુનું સકલ કર્મોનો ક્ષય કરાવનાર મહાન પવિત્ર શ્રી સિદ્ધગિરિ તીર્થ (શત્રુંજય તીર્થ)ના અધિપતિ તરીકેનું, દરેક જૈનના આરાધ્ય દેવાધિદેવ તરીકે સ્થાન છે. તો સોળમા શ્રી શાંતિનાથ પ્રભુનું મહત્ત્વ તેઓના નામ આવતો 'શાંતિ' શબ્દ જ બતાવી આપે છે. જ્યારે કોઈ નગર કે રાજ્યમાં રોગ (મહામારી વગેરે) કે અન્ય યુદ્ધાદિની અશાંતિ આવી પડે છે ત્યારે સૌકોઈ શ્રી શાંતિનાથ પ્રભુની આરાધના સ્વરૂપે શ્રી લઘુશાંતિસ્નાત્ર કે શ્રી બૃહદુશાંતિસ્નાત્ર રૂપ અનુષ્ઠાન કરે છે અને કરાવે છે. શ્રી નેમિનાથ પ્રભુ શ્રી કૃષ્ણ મહારાજાના પિત્રાઈ ભાઈ હોવાના કારણે એક ઐતિહાસિક મહાપુરુષ તરીકે તેઓને મહત્ત્વ મળેલ છે. જૈનધર્મના પ્રમાણભૂત અહિંસા ધર્મનો પ્રચાર તેઓએ પોતાના લગ્ન નિમિત્તે થનારા ભોજન માટે લવાયેલ પશુઓને અભયદાન અપાવીને કર્યો અને લગ્ન કર્યા વિના જ પાછા ફર્યા. આમ, અખંડ બાળબ્રહ્મચારી હોવાને કારણે પણ જૈનશાસનમાં તેઓનું વિશેષ મહત્ત્વ છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આપણા આસન્ન ઉપકારી છે. તેઓના શાસનમાં આપણે ધર્મ-આરાધના કરીએ છીએ, માટે તેઓનું સૌથી વિશેષ મહત્ત્વ છે. વળી, વર્તમાનકાળ ત્રેવીસમા શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy