SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૩૯ કળશમાં રહેલા અમૃતનો સાચો સ્વાદ આવશે અને તમે પોતે અમૃતમય બની જશો, અમૃતાવસ્થાને પ્રાપ્ત કરશો. શ્રી પાર્શ્વ-પદ્માવતી મહાપૂજન અને તેનું રહસ્ય : ઉપરોકત બંને મહાપૂજનોની જેમ પાર્શ્વ-પદ્માવતી મહાપૂજનમાં પણ અનેક રહસ્યો સમાયેલાં છે, અનેક શકિતઓ છુપાયેલી છે. જેમ જેમ એ રહસ્યોને આપણે જાણીએ છીએ તેમ તેમ ભકિતભાવથી આપણું મસ્તક ઝૂકી જાય છે અને મન આશ્ચર્યથી પોકારી ઊઠે છે કે, આપણા પૂર્વાચાર્યોએ એક એક પૂજનવિધિમાં ઠાંસી-ઠાંસીને અનેક દિવ્ય રહસ્યો અને શક્તિઓ ભરી છે. મા ભગવતી પદ્માવતી મહાપૂજનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરનાર અનેક રહસ્યમય શકિતઓ ભરેલી છે. મા ભગવતી પદ્માવતીનાં અનેક સ્વરૂપો છે, તેમાંથી અનેક શકિતઓનું સર્જન થાય છે. પૃથ્વી-વાલી-રાની-પરિગન સહિતે ! પબ્લુિ ! ચામુખ્યુિ ! નિત્યે ! क्षीँ क्षीँ क्षू क्षः क्षणार्द्धक्षत रिपु નિવદે ! દ્રાઁ મહામંત્રરૂપે ! त्रासितोद्दामदैत्ये । भ्राँ भ्रीँ भूँ भ्रः प्रसङ्ग भ्रुकुटि पुट - તટ * ક્ષ્મી ક્યું હ્ત પ્રવળ્યુ ! સ્તુતિજ્ઞતમુલરે ! રક્ષ માં ટેલિ ! પદ્યે ॥ આ શ્લોકમાં જણાવ્યું છે કે, શ્રી પદ્માવતીજીના પરિવારમાં અનેક દેવ-દેવીઓ રહેલાં છે તેમ જ શ્રી પદ્માવતીજીના અનેક મંત્રોનું સર્જન થયેલું છે. શ્રી પદ્માવતી મહાપૂજનની શરૂઆતમાં જે વિધાનો આવે છે તે બધાં આસુરી શિકત દૂર કરી, દિવ્ય કાંતિમય શાંતિને-શકિતને પ્રગટ કરનારાં છે. મા ભગવતી પદ્માવતીજીની મહાપૂજા વિઘ્નનાશક છે અર્થાત્ તમામ આપત્તિ-ઉપાધિને શાંત કરનારી છે અને સુખસમૃદ્ધિ આપનારી છે. - Jain Education International - - - શ્રી પદ્માવતી મહાપૂજનમાં પદ્માવતીજીની--કમળ પર બિરાજમાન એવી મૂર્તિ અથવા છબીની--સ્થાપના દેવીપીઠ પર કરવામાં આવે છે. તેમ જ પૂજન માટે પટ્કોણી પદ્માવતી મહાયંત્ર, જે મહાશકિતશાળી છે, જેની પૂજાથી તમામ ઉપસર્ગો શાંત થઇ જાય છે તે યંત્રની સ્થાપના કરવામાં આવે છે. તે યંત્ર કેવું છે તે વિશે પદ્માવતી સ્તોત્રમાં કહ્યું છે કે, વાખવે ! માને ! षट्कोणे चक्रमध्ये પ્રાત-વદ્યુતે ! हंसारुढे ! सबिन्दौ विकसित कमले ! कर्णिकाग्रे નિષાય ! નિત્યે ! વિતને ! મદ્રે ! ત્ર રૂતિ સહિતે સાડશે ! પાશહસ્તે ! ध्यानात् संक्षोभकारि त्रिभुवन-वशद् रक्ष માં રેવિ ! યે !! શ્રી પદ્માવતી મહાપૂજનમાં ક્રમ આ પ્રમાણે હોય છે : (૧) ૧૦૮ વાર જલપૂજા, (૨) ૧૦૮ વાર ગંધપૂજા, (૩) ૧૦૮ વાર અક્ષતપૂજા, (૪) ૧૦૮ વાર પુષ્પપૂજા, (૫) ૧૦૮ વાર નૈવેદ્યપૂજા, (૬) ૧૦૮ વાર ધૂપપૂજા, (૭) ૧૦૮ વાર દીપપૂજા, (૮) ૧૦૮ વાર ફળપૂજા અને (૯) વસ્ત્રાભૂષણ પૂજા. શ્રી પદ્માવતી મહાપૂજનમાં કરવામાં આવતી દરેક ક્રિયાની પાછળ રહસ્યમય ભાવો છુપાયેલા છે. જેમ કે, જળપૂજા કરતાં કરતાં જીવ પોતે કર્મરહિત થઇ નિર્મળ બની જાય છે એ ભાવ છે. સુગંધી ચૂર્ણ (વાસક્ષેપ)ની પૂજા કરતાં માતાજીની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે; એટલું જ નહિ, પણ જે સુગંધી ચૂર્ણથી માતાજીની પૂજા કરવામાં આવી હોય છે તે પૂજામાંથી ઉતારેલું ચૂર્ણ (વાસક્ષેપ) કોઇ પણ માણસ મસ્તક પર નાખે અથવા તો પાણીમાં થોડુંક નાખીને પીએ તો તેનાં તમામ દુઃખો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy