SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી રેખાઓના સંયોજનથી જે કળશાકાર થાય છે તેનું અમૃતમંડલ તરીકે સ્મરણ કરવું. સિરિસિરિવાલકહા' માં કહ્યું છે કે, रेहादुगकयकलसागारामिअमंडलं व तं सरह । चउदिसि विदिसि कमेणं जयाइ-जंभाइकयसेवं ।। યંત્રના ડાબા તથા જમણા ભાગ તરફથી પ્રકટ થતી રેખાઓના સંયોજનથી જે કળાસાકાર થાય છે તેનું અમૃતમંડલ તરીકે સ્મરણ કરો. અર્થાત્ એ રીતે કળશાકાર બનાવો અને તેમાં અમૃત ભરેલું છે એવી ભાવના ભાવો. તે પછી ચાર દિશામાં જયાદિ ચાર દેવીઓ અને ચાર વિદિશામાં જંભાદિ ચાર દેવીઓ સેવા કરી રહી છે એમ ચિંતવો, એટલે કે તેમની એ રીતે ત્યાં સ્થાપના કરી. શ્રી સિદ્ધચક્રજીના આ અમૃતમય કળશમાં નિરંતર અમૃતમય ભાવના કરનારને અમૃત પ્રાપ્ત થાય છે, તેથી તેના સર્વ બાહ્ય અને આત્યંતર રોગો નાશ પામે છે. પાંચમા વલયમાં શ્રી સિદ્ધચક્રજીના અધિષ્ઠાયક એવા વિમલવાહન આદિ અઢાર દેવદેવીઓની સ્થાપના કરવામાં આવી છે. આ દેવ-દેવીઓ મહાશકિતશાળી છે અને શ્રી સિદ્ધચક્રજીની જે કોઈ પૂજા-આરાધના કરે તેની આધિ-વ્યાધિ-ઉપાધિ દૂર કરી શાંતિ આપે છે. આ અંગે સિરિસિરિવાલકહા' માં કહ્યું છે : तं विज्जादेवि-सासणदेविसेविअदुपासं मुलगहं कंठणिहि चउपडिहारं य चउवीरं ।।२०५।। दिसिवाल-खित्तवालेहिं सेविअं धरणिमंडलपइदं पूयंताणं नराणं नूणं पूरेइ मणइदं ॥२०६।। -- તે શ્રી સિદ્ધચક્ર યંત્ર વિદ્યાદેવીઓ, શાસનની સેવા કરવામાં શૂરવીર એવા શાસનદેવો એટલે યક્ષો અને શાસનદેવીઓ એટલે યક્ષિણીઓથી બંને બાજુ સેવાયેલું છે. વળી તેના મૂળમાં નવગ્રહો છે, કંઠમાં નવનિધિઓ છે, તેમ જ તેમાં ચાર પ્રતિહાર્યો-દ્વારપાલો અને ચાર વીરો આવેલા છે. ઉપરાંત તે દિકપાલો અને ક્ષેત્રપાલ વડે સેવાયેલું છે અને ધરણીમંડલ એટલે પૃથ્વીમંડલમાં પ્રતિષ્ઠિત થયેલું છે. એ તેની પૂજા કરનાર મનુષ્યોનાં મનોવાંછિત અવશ્ય પૂરે છે. પૂજન માટે આ યંત્રની સ્થાપના પૃથ્વીમંડલમાં કરવી જોઈએ એવું વિધાન છે. આ પૃથ્વી મંડલનો આકાર ચોરસ મનાયો છે. એમાં ત તથા એ બે પૃથ્વીબીજની સ્થાપના છે. એટલે આ યંત્રની ચારે બાજુ સીધી લીટીઓ દોરવામાં આવે છે અને તેના બંને છેડે ત્રિશૂલો મૂકવામાં આવે છે. તેની અંદરના ચારે ખૂણામાં બીજ અને ચારે લીટીઓના મધ્યભાગે fક્ષ બીજ સ્થાપી પૃથ્વીમંડળની સ્થાપના કરવામાં આવે છે. કલશની બંને બાજુ બે ચક્ષુઓની સ્થાપના કરવાની હોય છે, જેની પાછળ પણ રહસ્ય રહેલું છે. બંને ચક્ષુઓ એ સૂચવે છે કે, સમ્યગ્દષ્ટિપૂર્વક જો આ પૂજાવિધિ કરવામાં આવે તો અનેક પ્રકારનો લાભ થાય છે. શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વિધિમાં યંત્રની સ્થાપના સાથે સાથે પાંચ ધાન્યથી માંડલાની રચના કરવામાં આવે છે. તે તે વર્ણ પ્રમાણે આ માંડલાની શરૂઆત પૃથ્વીતત્ત્વમાં કરવી જોઈએ. શ્રી સિદ્ધચક્રજીની પ્રથમ ચોવીશીમાં લખ્યું છે કે, लेखनं पूजनं चैव, कुम्भकेनैव कारयेत । आह्वानं पूरकेणैव, रेचकेन विसर्जनम् ॥२२।। શ્રી સિદ્ધચક્ર મહામંત્રમાં આવી ઘણી વસ્તુઓ સંકેતરૂપ છે; અને તે સમજવાનો પ્રયત્ન કરીએ તો જ તેનું ખરું રહસ્ય સમજાય છે. આ મહાયંત્રમાં આવી જ એક રહસ્યની બાબત બાજુ બાંધેલા ખેસની ગાંઠ સંબંધે છે. આ કેસની ગાંઠ દ્વારા એવું સૂચન કરે છે કે આ બધું રહસ્યમય છે અને ગુરુભગવંતો પાસે રહી એ રહસ્ય જાણવાનો પ્રયત્ન કરવો, તો તમને આ સિદ્ધચક્રરૂપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy