SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] માની સાધનાનાં સિદ્ધ મંત્રો, પ્રાર્થનાઓ, છંદો અને સ્તુતિઓ જૈન સાહિત્યમાં ભરપૂર છે. સિદ્ધ સાધકોના સાધેલા સિદ્ધ મંત્રો, તેવા સાધકના પરિચયમાં આવવાથી જાણવા મળે છે. આવા સિદ્ધ મંત્રોથી ભકતોનાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. મા પદ્માવતીની સાધના-આરાધનાના મંત્રો, કલ્પો વગેરે માટે 'શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' નામનો ગ્રંથ અજોડ છે. તેવા જ બીજા પણ કેટલાક કલ્પો, મંત્રો વગેરે અન્ય મંત્રસાહિત્યના ગ્રંથોમાં મળી આવે છે, જેના દ્વારા સાધકને સાધનાના વિષયમાં સુંદર માર્ગદર્શન મળી શકે છે અને તેની શ્રદ્ધાભકિત વધે છે. ધર્મનાં અને ભકિતનાં કાર્યો કરેલ છે. તેનો મોટો ઈતિહાસ છે, જે જૈન ઈતિહાસ જોવાથી જાણવા મળે છે. પૂજાઓના રચિયતા શ્રી વીરવિજયજી મહારાજને મા પદ્માવતી પ્રત્યક્ષ હતાં; અને માના પ્રતાપે તેમણે આ પૂજાઓની ઢાળો, રંગભરી અને રસભરી રીતે રચેલ છે. ઢાળોનાં રાગ અને રચના પાછળ માનો જ પ્રભાવ છે, એ વાત પૂજ્યશ્રીએ પૂજાની ઢાળમાં જ બતાવી છે. આ માની સાધનાનો સાક્ષાત્કાર છે. [ ૩૨૭ પૂર્વકાળમાં ઘણા યતિઓએ માની સાધના કરીને પ્રત્યક્ષ પ્રગટ રૂપે માનાં દર્શન કરેલ છે; અને કાર્યસિદ્ધિ અને સાધનાસિદ્ધિ મેળવી છે. નજીકના ભૂતકાળમાં માના મહાન સાધકોમાંના એક શ્રી ગોડીજી દેરાસર (પાયધુની - મુંબઈ)ના યતિ શ્રી હિંમતવિમલજી હતા. તેઓ સિદ્ધ સાધક તરીકે પંકાયા હતા. તેમની સિદ્ધિ માની ભકિતથી જ હતી. પંડિત ધીરજલાલ ટોકરશી પણ માના સાધક હતા. તેઓ માનાં મહાપૂજનો સુંદર રીતે કરાવતા હતા; અને માની સહાયથી અનેક ભકતોનાં કાર્યો કરતા હતા. તેઓ જાણીતા લેખક હતા. માના મહિમાનાં પુસ્તકો પણ તેમણે લખેલાં છે. તેમની મા પ્રત્યેની ભકિત અપરંપાર હતી. આજે બીજાં પણ નામી-અનામી સાધક નર-નારીઓ, સાધુ-સાધ્વીજી ભગવંતો છે, જે મા પદ્માવતી ઉપર શ્રદ્ધા-ભકિત ધરાવે છે. એ સિવાય, તાંત્રિકોને તંત્રસાધનામાં અને માંત્રિકોને મંત્રસાધનામાં માની સ્થાપના કરવી પડે છે. દરેક સાધકના મનમાં માની ભિકત ભરેલી હોય છે. સાધકની સાધના અને સિદ્ધિનું મા મુખ્ય કારણ છે. દરેકને મા સહાય કરે છે; કેમ કે સુખિયાં અને દુ:ખિયાં માને મન સરખાં છે. ભારતમાં માની મોટી શકિતપીઠો છે. જ્યાં જ્યાં શ્રી પાર્શ્વનાથ ભગવંતનાં તીર્થો છે, ત્યાં ત્યાં મા પદ્માવતી બિરાજમાન છે. તેની સ્થાપના મહામહિમાવંત આચાર્યાદિ શ્રમણ ભગવંતોએ તથા શ્રીસંઘોએ કરેલી છે, જેનો લાભ સકલ શ્રીસંઘને મળે છે. તેના ઉપર ભકતજનોની અપાર શ્રદ્ધા અને ભકિત છે. માની જે આ મહાશકિતપીઠો છે, ત્યાં જઈને માનાં દર્શન, પૂજન, વંદન અને સાધના કરવાથી ભકતજનોનો બેડો પાર થઈ જાય છે. આવી શકિતપીઠોમાં મુખ્ય શ્રી શંખેશ્વર તીર્થમાં બિરાજમાન મા પદ્માવતીજી સહુથી મોખરે છે. આ અમારી અનુભવસિદ્ધ બાબત છે. બીજું, પાટણમાં વનરાજ ચાવડાએ જ્યારે અણહિલપુર પાટણ વસાવેલ, ત્યારે પૂરા પાંચ ફૂટ ઊંચી મા પદ્માવતીની મૂર્તિ લાવીને પાટણની સ્થાપના કરેલ. ત્યાં પણ મા પદ્માવતી આજે હાજરાહજૂર છે. અનેક ભકતોને આ અનુભવ છે. અમદાવાદ-નરોડામાં મા પદ્માવતીની મનહર અને મનભર મૂર્તિનો મહિમા અપરંપાર છે. ત્યાં માને ચૂંદડી પહેરાવવાનો મહિમા અનેરો છે. મા ભકતોનાં કાર્યો શીઘ્રમાં શીઘ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy