SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૧૯ એટલું જ નહીં; પરન્તુ તપસ્વીઓ, ભકતજનો અને સાધકોને આવાં અધિષ્ઠાયક દેવ-દેવીઓએ સહાય કર્યાના દાખલાઓ પણ જોવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય અધિષ્ઠાયક દેવ-દેવી પાર્શ્વયક્ષ અને પદ્માવતીદેવી અતિ પ્રસિદ્ધ છે. નાગરાજ ધરણેન્દ્ર પણ એક એવા જ પ્રસિદ્ધ દેવ છે. આ ઉપરાંત, જયા, વિજયા, વૈરોટ્યા, અપરાજિતા તથા સોળ વિદ્યાદેવીઓ, ચોસઠ ઈન્દ્રો, દશ દિકપાલો, નવ ગ્રહો. યક્ષો પણ પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ કહેવાય છે. આ બધાં દેવ-દેવીઓમાં ભકતોનાં મનવાંછિત પૂરવામાં તેમ જ તેમનાં વિઘ્નો દૂર કરવામાં નાગરાજ ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીનું સ્થાન અતિ મહત્ત્વનું છે. ધરણેન્દ્ર અને પદ્માવતીદેવીના આવા અદ્દભુત માહાભ્યનું મૂળ કારણ એમ લાગે છે કે મંત્રો તેમ જ વિદ્યાઓનું શાસને ભગવાન પાર્શ્વનાથના સમયમાં કીર્તિની ટીચે પહોચ્યું હતું, અને જ્ઞાતાધર્મ કથાંગ-શ્રુતસ્કંધના આધારે એમ કહી શકાય કે પાર્શ્વનાથ ભગવાનના ઘણા અનુયાયીઓએ (શ્રમણીઓએ) અનન્ય ભકિત અને શુદ્ધિ વડે કાળધર્મ પામ્યા બાદ ભુવનપતિના તેમ જ વ્યંતર અને વૈમાનિકના મુખ્ય દેવોની દેવીઓ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. નિર્વાણકલિકામાં વૈરી તેમ જ પદ્માવતીદેવીનો ધરણેન્દ્રની પત્નીઓ તરીકેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ઉવસગ્ગહર સ્તોત્રમાં પદ્માવતીદેવીના સંબોધનવાળી નીચેની ત્રણ ગાથાઓ પૂર્વે હતી : ॐ ह्रीं श्रीं पास विसहर विज्जामंतण झाणज्ज्ञायव्बो । धरण पउमावइदेवी ॐ ह्रीं क्षम्ल्यूँ स्वाहा ॥८॥ ॐ थुणामि पासं ॐ ह्रीं पणमामि परमभत्तीए । अट्ठक्खर धरणिंदपउमावइ पयडिकित्ति ।।९।। जस्स पयकमले सया वसइ पोमावई धरणिदो । तस्स नामेण सयलं विसहरविसं नासेह ।।१०।। પરંતુ આ મંત્ર સ્તોત્રનો દુરુપયોગ થવો શરૂ થયો અને તેથી ઉપરની ત્રણે ગાથાઓ આ સ્તોત્રમાંથી કાઢી નાખવામાં આવી છે. આ ગાથાઓની રચનાઓમાં ભગવાન પાર્શ્વનાથનાં અધિષ્ઠાયકમાં પદ્માવતીદેવીનું સ્થાન કેટલું મહત્ત્વનું હોવું જોઈએ તે હકીકત સમજી શકાય છે. શ્રી મલ્લિષેણસૂરિવિરચિત 'ભૈરવપદ્માવતીકલ્પમાં દેવીના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે, તેમના ચાર હાથમાં અનુક્રમે અંકુશ, વરદમુદ્રા, પાશ અને ફળ છે. આસન કમળનું છે. પદ્માવતીદેવીની આવી આરસની મૂર્તિ ઈડરના દિગમ્બર જૈન મંદિરમાં જોવામાં આવે છે. 'ભૈરવ પદ્માવતીકલ્પ'માં વર્ણવ્યા મુજબ પદ્માવતીદેવીનાં જુદાં જુદાં સ્વરૂપોમાં અનુક્રમે તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામસાધિની અને ત્રિપુરભૈરવી છે. तोतला त्वरिता नित्या त्रिपुरा कामसाधिनी । देव्या नामानि पद्यायास्तथा त्रिपुरभैरवी ।। સ્વાભાવિક રીતે, બધા તીર્થકરોનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવી ધરણેન્દ્ર અને પદ્માવતીનું અનોખું સ્થાન હોવાને કારણે સાધકો જ્યારે પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરે છે અને ધરણેન્દ્ર - પદ્માવતીદેવીની સાધના કરે છે, ત્યારે તેનું પરિણામ ઝડપથી આવે છે; અને પ્રાર્થના કરનારની સર્વ ઈચ્છા પૂરી થાય છે. બીજા તીર્થકરોનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓ કરતાં પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવ-દેવીના મહત્ત્વનું મુખ્ય કારણ આ જ દેખાય છે; અને તેમાં ઘણું તથ્ય પણ રહેલું છે. જૈનશાસનના ઉત્કર્ષ અર્થે આપણા મહાન આચાર્યોએ ધરણેન્દ્ર અને પદ્માવતીની સાધના વડે અદૂભૂત સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તે સમજવા માટે આપણે ભૂતકાળ પર નજર નાખવી પડશે. - આચાર્યશ્રી અભયદેવસૂરીશ્વરજી (વિ. સં. ૧૦૮૮-૧૧૫૫), જેમની ગણના યુગપ્રધાન પુરુષ તરીકે થાય છે અને જેઓ જૈન ઈતિહાસમાં નવાંગી વૃત્તિકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે સ્થાનાંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy