SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૩૦૭ જીતનાર તથા વિચિત્ર અને વિસ્મયજનક આચરણ દ્વારા શ્રી પદ્માવતી દેવીને પ્રસન્ન કરનાર હતા. તેમના આવા પવિત્ર વ્યકિતત્વથી આકર્ષાઈને અનેક લોકો તેમની સેવા કરવા આવતા હતા. તેઓ દિગંબર શ્રમણ હતા. એક વખત તેઓએ પોતાના શ્રમણગણને કહીને વિહાર કર્યો. કેટલાયે માઈલ ચાલ્યા પછી તેમણે પોતાનો અસ્તાલંકાર' નામનો ગ્રંથ જોવાની ઇચ્છા કરી, તો ખ્યાલ આવ્યો કે એ લેવો ભૂલી ગયા છે. તેમના મુખમાંથી એ જ સમયે ઉદ્ગાર સરી પડ્યો, "આપણે કેટલા આળસુ અને બેફિકર બની ગયા છીએ કે અગત્યનો ગ્રંથ ભૂલીને ચાલતા થયા !” આવો પળવાર વિષાદ કર્યા પછી તરત તેમણે માધવરાજ નામના એક ક્ષત્રિય યુવાન વિદ્યાર્થીને તે ગ્રંથ લેવા મોકલ્યો. તે અતિ સરળ અને નિર્મળ સ્વભાવનો વિદ્યાર્થી હતો. જેવો તે પર્વતશિખર પરના મહેલ પર પહોંચ્યો કે ત્યાં તેણે એક અદ્ભુત દશ્ય નિહાળ્યું. તે ચકિત બની ગયો ! તેણે જોયું તો ગુરુજીના ખંડમાં એક જાજરમાન રૂપવતી સ્ત્રી ગ્રંથને છાતી સરસું ચાંપીને (ઊંચા આસને) બેઠી હતી. મનને જરા પણ ચંચળ બનાવ્યા વગર સ્વસ્થ બની તે આગળ વધ્યો અને રૂપવતી સ્ત્રીની પાસેથી ગ્રંથ લેવા નમ્યો કે તરત જ પેલી રૂપાંગનાએ તે પુસ્તક ત્યાંથી ખસેડી પોતાના ખભા ઉપર મૂકી દીધું. પેલા વિદ્યાર્થીએ આ સ્ત્રીમાં પોતાની માતાનું રૂપ નિહાળ્યું. તેથી તેને માતા સમજી, તેની જાંઘ ઉપર પગ મૂકી તે ગ્રંથ લેવા ઊંચો થયો ત્યારે તે સ્ત્રીએ વિચાર્યું કે આ વ્યકિતનું ચિત્ત નિર્મળ છે, તેથી તે રાજા થવાને યોગ્ય છે. આમ વિચારી તેણે તેનો હાથ પકડી લીધો અને મધુર સ્વરમાં બોલી, "વત્સ ! વરદાન માંગી લે. તું જે માંગીશ તે આપીશ. હું તારા પરાક્રમથી પ્રસન્ન થઈ છું" તેના જવાબમાં વિદ્યાર્થીએ નમ્રતાથી કહ્યું, "મારા વંદનીય ગુરુ આ સંસારની કોઈ પણ ચીજ દેવા સમર્થ છે, તેથી તે શુભદર્શિની ! હું આપની પાસે શું યાચના કરું ?" આમ જવાબ આપી, ગ્રંથ લઇ તે શિષ્ય પોતાના ગુરુ પાસે જઈ પહોંચ્યો. ગુરુજીને ગ્રંથ આપતાં સમગ્ર હકીકત જણાવી. ક્ષપણક ગણાધિપતિ આ સાભળી તુરત બોલ્યા, "અરે ! તે કોઇ સામાન્ય સ્ત્રી ન હતી; બલ્બ, તે સ્વયં સાક્ષાત્ ભગવતી પદ્માવતી દેવી હતાં ! તું જલદી પાછો જા અને પદ્યમાં લખેલ આ પત્ર તેમને વંચાવી આવ.” ગરદેવની આજ્ઞાનુસાર વિદ્યાર્થી માધવરાજ એકશ્વાસે મહેલ પર ફરી આવી પહોંચ્યો. દેવીને પત્ર આપી તેમની સમક્ષ હાથ જોડીને ઊભો રહી ગયો. દેવીએ તે પત્ર વાંચ્યો. તેમાં લખ્યું હતું : "આઠ હજાર હાથી, નવ કરોડ સૈનિકો, એટલા રથ અને ઘોડા તથા આઠ લાખ મહોરોનો ભંડાર આને આપશો." ભગવતીએ પદાર્થ સમજીને તેને એક ચતુર ઘોડો આપ્યો અને કહ્યું, "તમે આ ઘોડા પર સવાર થઇ જાઓ. આ પત્રમાં જે જે લખ્યું છે તે સર્વ તમારી પાછળ પાછળ આવી પહોંચશે. હા, માત્ર પર્વતીય માર્ગે જ આગળ વધજો અને યાદ રાખજો કે પાછળ જોશો નહિ.” "ભલે, જેવી આપની આજ્ઞા." એમ કહીને તે યુવાન ઘોડેસવાર થયો અને પ્રયાણ કર્યું. ભગવતીની આજ્ઞાને શિરોધાર્ય કરી પહાડની ગુફામાં અશ્વસહિત દાખલ થઇ ગયો. આમ ને આમ તે બાર ગાઉ સુધી ગયો. પરંતુ ત્યાર બાદ હાથીઓના ઝુંડની ચિચિયારીઓનો કોલાહલ સાંભળી, જિજ્ઞાસાવશ તે પાછળ ફરીને જોવા લાગ્યો. તેણે હાથીઓનું ઝુંડ, ઘોડાઓનું દળ વગેરે જોયું ને અનુભવ્યું કે એક વિશાળ સૈન્ય પોતાને પાછળ પાછળ અનુસરી રહ્યું છે. મનુષ્યનું મન સદૈવ કૌતુકપ્રિય રહ્યું છે. આ કૌતુકવૃત્તિને કારણે જ તેણે પાછળ જોયેલું. આ રીતે બાર ગાઉ પછી પાછળ જોવાને કારણે ઘોડો અટકીને ઊભો રહી ગયો. તેથી કરીને તેનાથી સજ્જ એવા પરમ જૈન શ્રી માધવરાજે ત્યાં એક નગર વસાવ્યું અને એ નગરમાં દેવી પદ્માવતીનું સુંદર ને ભવ્ય મંદિર બંધાવ્યું. ત્યાર બાદ આમરકુંડ નગરમાં આવી ભુપાલ મૌલિલાલિત્યવાળી રાજલક્ષ્મીની સંભાળ લીધી. પોતાના માટે સ્વર્ણકળશ, દંડ અને ધ્વજથી શોભાયમાન એવો ગગનચુમ્બી ગુંબજોવાળો મહેલ બંધાવ્યો. તેમાં નમસ્કાર મુદ્રામાં શ્રાવકને આલેખી-કંડારી શ્રી પદ્માવતી દેવીની પ્રાણપ્રતિષ્ઠા કરી. તે સમર્પિત ભાવે, ભકિતપૂર્ણ હૃદયે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy