SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતી માતાજી અત્યારે મૂળ છે, ત્યારે ૨૩ તીર્થંકર ૫૨માત્માનાં શાસન દેવદેવીઓ પરમાત્માના વિદ્યમાન કાળમાં હતાં, તે દેવદેવીઓ ચ્યવી ગયાં છે, અને તેમના સ્થાને આજે જે દેવદેવીઓ ઉપસ્થિત છે તે નવાં ઉત્પન્ન થયેલાં છે, ત્યારે શ્રી પદ્માવતીજી માતાજી તો શ્રી પાર્શ્વનાથજીની પરમ તારક ઉપસ્થિતિ સમયે હતાં, તે જ હોવાથી શ્રી પદ્માવતીજી માતાજીને શ્રી પાર્શ્વનાથજી પરમાત્માની અચિત્ત્વ - મહાપ્રભાવકતાની પ્રત્યક્ષ અનુભૂતિ હોવાથી શ્રી પદ્માવતીજી માતાજીને શ્રી પાર્શ્વનાથજી પ્રત્યે અપૂર્વ ભક્તિરાગ વિશેષ હોય તે સ્વાભાવિક છે. અને એ ભક્તિરાગથી શ્રી પાર્શ્વનાથજી પરમાત્માના પરમ ભક્તોના પુણ્યોદય પ્રમાણે મનોવાંછિત માતાજી પૂર્ણ ક૨વામાં સહાયતા કરવા રૂપ સાધર્મિક ભક્તિ કરવાથી પરમાત્માના અને માતાજીના પ્રત્યક્ષ પ્રભાવમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થતી પ્રત્યક્ષ અનુભવાઈ રહી છે. સમ્યગ્દષ્ટિ દેવદેવીની પાસે સમાધિની માગણી પણ કરવામાં આવે છે, કારણ કે તેઓ અચિત્ત્વ શક્તિ-સંપન્ન હોવાથી એકાગ્રચિત્તે પ્રસન્નતાપૂર્વક પ્રાર્થના કરનારા સાધર્મિકોનાં વિઘ્નો, ઉપદ્રવો, સંકટો, આપત્તિઓ અને અશાંતિ આદિ માતાજી પોતાના અચિત્ત્વ દિવ્ય પ્રભાવે દૂર કરવા સહાયક બને છે. તેના કારણે શ્રી પાર્શ્વનાથજી પરમાત્માનો અને માતાજીનો અચિત્ત્વ પ્રભાવ અપરંપાર છે, એવી આત્મપ્રતીતિ ભક્તવર્ગમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ પામવા લાગી છે. પ.પૂ.આ.શ્રી વિજયભુવનશેખરસૂરિજી મહારાજશ્રીએ ઉત્તરોત્તર મંગલમાલાને પ્રગટાવનારી મહાદેવી પદ્માવતીનું મહિમાવંત દર્શન પણ આ ગ્રંથમાં કરાવ્યું છે. ૧૫૦ વર્ષ પહેલાં અમદાવાદમાં ભઠ્ઠીની બારી વીરના ઉપાશ્રયસ્થળે પૂ. મુનિ શ્રી વીરવિજયજી મહારાજને પદ્માવતીજીએ ગૂઢ રહસ્યોની ઝાંખી કરવી હતી. તે સિવાય પ. પૂ. આ. શ્રીમદ્ બુધ્ધિસાગરસુરીજી મ. સા. ના ગુરુના ગુરુ પૂ. શ્રી નેમસાગરજી મહારાજને નરોડાના પદ્માવતી હાજરાહજૂર હતાં એમ પણ કહેવાય છે. શક્તિ એક છે, નામ અનેક છે ૨૬ દેવીઓ અને માતાઓને પૂજનારો આ દેશ. શક્તિપૂજા આ દેશમાં જ નહીં, પણ વિશ્વની બધી પ્રજાઓમાં સર્વવ્યાપક છે. જેમ જૈનાગમોમાં શાસનનું રક્ષણ કરનારી શ્રી ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતીજી આદિ છે, તેમ શૈવો ગિરિજા, બૌદ્ધો તારા, શાક્તો કાલીથી લઈને કમલા સુધીની દસ મહાવિદ્યાઓના રૂપમાં, કૌલો વજેશ્વરીના રૂપમાં, ખ્રિસ્તીઓ મૅરીના રૂપમાં, વૈયાકરણો સ્વરોના રૂપમાં, ગાંધર્વવેદના ઉપાસકો રાગ-રાગિણીઓના અધિષ્ઠાતાના રૂપમાં, ગાણપત્યો રિદ્ધિસિદ્ધિના રૂપમાં, વૈદિકો ગાયત્રીના રૂપમાં ને માંત્રિકો મંત્રેશ્વરીના રૂપમાં, તેની નિત્ય સાવધાનપૂર્વક રહીને આરાધના કરે છે. ગ્રીક સાહિત્યમાં મિનોવા કે અરોરા તરીકે, ઋગ્વેદમાં અદિતિ સ્વરૂપે, યજુર્વેદમાં શ્રી સ્વરૂપે, કેનોપનિષદમાં હેમવતી ઉમા સ્વરૂપે અને શ્વેતાશ્વેત ઉપનિષદમાં માયારૂપે તેનું નિરૂપણ છે. દક્ષિણમાં નવરાત્રિના દિવસોમાં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની સાધના થતી જોવામાં આવે છે. કાશ્મીરની વૈષ્ણોદેવીથી દક્ષિણની કામાક્ષી કે મીનાક્ષી સુધી, ઉપરાંત પ્રાંતે-પ્રાંતે અસંખ્ય દેવીઓનાં દર્શન થતાં જોવા મળશે. રાજસ્થાનમાં ચૈત્રી નવરાત્રિનો મહિમા અનેરો છે, તો ગુજરાતમાં આસોના નવરાત્રિનો મંગલ મહિમા ઉન્નત ગણાયો છે. આ રાત્રિઓમાં જાગરણ, મંત્ર, જાપ, પૂજન, અર્ચન અને ભક્તિનો વેદોક્ત તથા પુરાણોક્ત મહિમા અવર્ણનીય છે. રન્નાદેવી, સામુદ્રી, કાલી, અંબા, ભવાની, ચામુંડા, ચંડી, અન્નપૂર્ણા, રુદ્રાણી, ઉમા, દુર્ગા આદિ તત્ત્વો તો એક જ છે. જ્ઞાનીઓ તેને બહુવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy