SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીદેવી વિષયક સ્તોત્ર - સ્તુતિ - છંદરચના - વંદનાદિનો મંગલ પરિચય - પ્રા. કવિન શાહ - ભકિતનો મહિમા અદ્ભુત છે; પૂર્વે અને આજે પણ વીતરાગ પરમાત્માદિની ભકિતને અભિવ્યકત કરતાં સ્તોત્ર-સ્તુતિનો મહિમા પણ અદ્ભુત છે. અખંડ વહેતી આ ભકિત-પરંપરામાં અનેક સ્તોત્ર-સ્તુતિઓ વગેરેની રચના સમયે સમયે થતી જ રહી છે. આવી રચનાઓમાં શ્રી પદ્માવતીજીનાં સ્તોત્ર-સ્તુતિઓ-છંદોની રચનાઓ પણ થઈ છે; અને તે આગવું સ્થાન ધરાવે છે. આવાં કેટલાંક સ્તોત્રો-સ્તુતિઓ અને છંદોની તલસ્પર્શી જાણકારી તેની ગાથા, અર્થ, પ્રભાવ અને અન્ય વિશેષતાઓ સાથે તેનો મંગલ પરિચય ઇતિહાસ, સાહિત્યાદિના મર્મજ્ઞ પ્રા. કવિનભાઇ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તેઓશ્રી બીલીમોરા કોલેજમાં પ્રાધ્યાપક છે; જૈનધમનું ઊંડું જ્ઞાન ધરાવે છે; અને એટલા જ શ્રદ્ધાસંપન્ન પણ છે. * વીતરાગ પરમાત્માની શ્રદ્ધાને જ આધાર રાખીને ઉપાસનાસાધના-આરાધનામાં આગળ વધવાની તેમની વાત છે. આ વાત મનનીય જ નહીં, આચરણીય પણ છે. -- સંપાદક સ્તોત્ર સાહિત્ય : જૈન સાહિત્યમાં સૂત્રો અને સ્તોત્રોની રચનાઓ સારા પ્રમાણમાં થયેલી જોવા મળે છે. સૂત્રો જૈનદર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે, જ્યારે સ્તોત્રોમાં પ્રભુભકિતનો મહિમા ગાવા મળે છે. આવશ્યક-ક્રિયાઓમાં બંનેનો વિધિ અનુસાર ઉપયોગ થાય છે. અનેકવિધ સ્તોત્રોનો વિચાર કરીએ છીએ ત્યારે ભકિતની પરંપરાનો મહિમા આજે પણ જોવા મળે છે. વળી, એક મનુષ્યયોનિ જ એવી છે કે જે વીતરાગ પરમાત્માની પૂજા-ભકિત કરીને મુકિત મેળવી શકે છે. સ્તોત્ર એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં 'સુ' ધાતુ પરથી બનેલ સ્તુતિ શબ્દ પણ પ્રચલિત છે. એક અર્થમાં છંદોબદ્ધ સ્તુતિ કરવામાં આવી હોય તેવી રચનાને સ્તોત્ર કહે છે. સ્તોત્રને ઈષ્ટ દેવ-દેવીઓની સ્તુતિ સાથે સીધો સંબંધ છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની સ્તુતિસ્વરૂપની રચનાઓ 'સ્તોત્ર' નામથી પ્રચલિત છે. એક જ છંદ કે એક કરતાં વધુ છંદોમાં સ્તોત્રની રચના થાય છે. જૈન સાહિત્યમાં સંસ્કૃત અને પ્રાકૃત એમ બંને ભાષામાં સ્તોત્રરચનાઓ ઉપલબ્ધ છે. સ્તોત્રમાં પ્રભુનો મહિમા, ગુણસ્તુતિ, પ્રભાવ, ચમત્કાર, સર્વ જીવોનો ઉદ્ધાર અને કલ્યાણ થાય એવી શુભ ભાવના વ્યકત થયેલી હોય છે. ગુજરાતી ભાષામાં એક ગાથાથી માંડીને ચાર ગાથાની સ્તુતિઓ જે ગુરુભગવંતો કે ભકતકવિઓએ રચી છે તે પણ સ્તોત્ર સમાન છે. ચોવીસ તીર્થકરો અને દેવીઓની શકિતપૂજાના પ્રભાવનું વર્ણન કરતાં સ્તોત્રો રચાયાં છે. સરસ્વતી, પદ્માવતી, અંબિકાદેવી, શારદા આદિને લગતાં પણ સ્તોત્રો પ્રાપ્ત થાય છે. સ્તોત્રમાં ભગવાનના જીવનનો અર્થગંભીર વાણીમાં પરિચય કરાવવામાં આવે છે. સ્તોત્ર, સ્તુતિ, સ્તવન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy