SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૯ મન્નાતે મત્ર wવા મંત્ર ' મંત્રોનું ખાસ પ્રકારનું વ્યાકરણ હોય છે. મંત્રોમાં જુદાં જુદાં કાર્યો અનુસાર જુદા જુદા બીજાક્ષરોનું આયોજન કરવું પડતું હોય છે. વિદ્યાનુશાસનમાં મંત્રોનું વ્યાકરણ વર્ણવ્યું છે. મંત્ર લૌકિક અને અલૌકિક હેતુસર પ્રયોજાતા હોય છે. બીજાક્ષર કકારથી હકાર સુધીના વ્યંજનો બીજસંજ્ઞક ગણાય છે. તથા અકારાદિ સ્વર સર્વે શકિતરૂપ ગણવામાં આવે છે. બીજ અને શકિતના જોડાણથી મંત્રબીજ રચાય છે. મંત્રબીજમાં સારસ્વતબીજ, માયાબીજ, શુભનિશ્વરીબીજ, પૃથ્વીબીજ, અગ્નિબીજ, પ્રણવબીજ, માહિતબીજ, જળબીજ, અને આકાશબીજ વગેરેની ઉત્પત્તિ કકારાદિ હત્યબીજો થકી અને અકારાદિ 'એચ' શકિતથી થાય છે. મોકારમંત્રમાં મંત્રવ્યાકરણ અનુસાર અનેક પ્રકારના બીજાક્ષર અને પલ્લવ જોડી દેવાથી અદ્દભુત શકિત પેદા થતી હોય છે. એક ઉદાહરણ આપીને મારું તાત્પર્ય સ્પષ્ટ કર્યું. જેમ કે, ધનપ્રાપ્તિ માટે 'કુલી', શાંતિ મેળવવા માટે "હ્રીં', વિદ્યાધન મેળવવા માટે ઍ અને કાર્યસિદ્ધિ અર્થે ઝૌ' બીજાક્ષર લેવામાં આવે છે અને તેની સાથે સ્વદા યા નH પલ્લવનો વિનિયોગ થતો હોય છે. મારણ, ઉચ્ચાટન (ઉખાડી ફેકવ) તથા વિશ્લેષણ કરવા માટે " ઘ ઘે ' વષર્ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, ઝેર ઉતારવા માટે ‘સર્પ વિર્ષ યા વૃશ્ચિકવિર્ષ નાશાય નાશાય હું ફટ્ સ્વાહા' મંત્રને ૐ હૌં ણમો અરિહંતાણં, હું સમો સિદ્ધાણં, ૐ હું ણમો આયરિયાણં, ૐ હૌં ણમો ઉવક્ઝાયાણં, ૐ હૈ ણમો લોએ સવ્વસાહૂણં જોડી દેવું જોઈએ. આમ, યંત્રની રચના બીજાક્ષરો અને અંકો દ્વારા કરવામાં આવે છે. યંત્ર તામ્ર, કાંસ્ય યા સુવર્ણના પતરા પર બનાવાય છે. ભકતામર તથા કલ્યાણ મંદિર સ્તોત્રમાં જેટલા શ્લોક છે તેટલાં યંત્રો છે. તેથી યંત્રોને Matrix કહી શકાય. યંત્રોનાં અનેક નામો છે. જેમ કે, ઋષિમંડળ યંત્ર. ગણધરવલય યંત્ર, મૃત્યુંજય યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, સારસ્વત યંત્ર, સિદ્ધ યંત્ર, વિનાયક યંત્ર, રત્નત્રય યંત્ર, માતૃક યંત્ર વગેરે. પંચકલ્યાણ વગેરે લખાણોમાં નયનોન્સિલન યંત્ર, જળ યંત્ર, નિર્વાણ સંપત્તિ યંત્ર વગેરે છે. જો કોઈએ સંખ્યાવાળું યંત્ર બનાવવું હોય તો સંયપ્રદત્ત સંખ્યા ૧૬ ના બે ભાગ કર્યા પછી જે પ્રાપ્ત થાય તેનામાંથી એક ઓછો કરી બીજા ખાનામાં તે આંકડો મૂકવાથી યંત્ર બને છે. ત્યારબાદ એક એક કરીને ક્રમશઃ નવમા ખાનામાં, સોળમા ખાનામાં, સાતમા ખાનામાં, આઠમા ખાનામાં, પંદરમા ખાનામાં, દસમા ખાનામાં અને પ્રથમ પાનામાં અંકોની સ્થાપના કરવી જોઈએ. બાકીના ખાનામાં ક્રમશઃ ૨-૭-૮-૧-૪-૫ અંક સંખ્યા ગોઠવી દેવી. તંત્ર શું છે ? : આ એક જિજ્ઞાસાવર્ધક પ્રશ્ન છે. જ્યારે મંત્ર અથવા યંત્રને ભોજપત્ર ઉપર લખી ભુજા, મસ્તક કે ગળામાં પહેરવામાં આવે છે ત્યારે તે તંત્ર કહેવાય છે. આ શ્રી ધર્મસાગરજી મ. અભિનંદન ગ્રંથ'માં આર્થિકા શ્રી વિશુદ્ધમતિ માતાજીનો લેખ 'જ્યોતિષ મંત્ર, યંત્ર અને તંત્રનું સંક્ષિપ્ત વર્ણન' વાંચી જવા ભલામણ છે. લઘુવિદ્યાનુવાદમાં પદ્માવતી આહ્વાન મંત્ર, પદ્માવતી માળા મંત્ર (લઘુ અને બૃહદ્) લખેલા છે અને આ મંત્ર કરનારને શાં શાં ફળ મળે છે તેનું વિવરણ આપવામાં આવ્યું છે. આ કલ્પ'ના ત્રીજા ખંડમાં પદ્માવતી અષ્ટક લખવાનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. તે આ મુજબ છે : તમામ કષ્ટો, વિઘ્નો દૂર કરનારી પદ્માવતીદેવી સર્વેના કલ્યાણહેતુ પાર્શ્વનાથ જિનેન્દ્રના શાસનની રક્ષક છે... તે અભયદાન દેનારી, સમ્યક દર્શન યુકત જૈન મંદિરમાં જૈન ધર્મનો પ્રચારપ્રસાર કરનારી છે... ત્રણેય લોકની ક્ષુધા સંતૃપ્ત કરનારી છે... ચોર્યાશી હજાર દેવોના પરિવારોની પાલક છે... ધર્મનું માહાસ્ય દર્શાવવાવાળી, સંસારી જીવન સુખમય કરનારી, ધર્મોદ્યોત માટે શાસન દેવી-દેવતાઓનો આદર કરનારી છે. દેવીની પૂજા અને સ્તવના કરવામાં મુદ્દલ દોષ નથી, બલ્ક સમ્યક્ત્વપોપક છે. પુરાણોમાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy