SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ] અત્રે મારે એ વાત તરફ સૌકોઈનું લક્ષ દોરવું જોઇએ કે દ્વાદશાંગ વાણીની અન્તર્ગત દૃષ્ટિવાદ અંગના પૂર્વવર્તી ચૌદ પ્રકારોમાં એક પ્રકાર વિદ્યાનુવાદ છે. તેની અન્તર્ગત વિદ્યા, મંત્ર અને યંત્ર વગેરેનું નિરૂપણ છે. તદનુસાર પાંચસો મહાવિદ્યાઓ અને સાતસો શૂદ્ર વિદ્યાઓ ધારવામાં આવે છે. બીજાક્ષર પછી ભલે ને તે સ્વર હોય કે વ્યંજન - પ્રત્યેકના એક એક અધિષ્ઠાતા દેવ-દેવી હોય જ છે. અત્યારે તેમાંનું વિદ્યાનુશાસન પ્રાપ્ય છે. આદિપુરાણમાં જિનસેનાચાર્યએ રાજા નમિવિનમિના રાજ્યપ્રાપ્તિ અભિયાન વિષયક જે વર્ણન કરેલ છે તેમાં તેમણે ધરણેન્દ્ર દ્વારા કેટલીક વિદ્યાઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા વર્ણવી છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી નામના શિષ્યે કરેલી છે. તેમાં ઓછામાં ઓછા છ સર્ગ છે. તેના ત્રીજા સર્ગમાં સકલીકરણ રજૂ થયું છે. ચોથા સર્ગમાં દેવીપૂજન, ક્રમ તથા યંત્ર-વર્ણન રજૂ થયું છે. પાંચમા સર્ગમાં પાયવિધિ લક્ષણ દર્શાવેલ છે. છઠ્ઠા સર્ગમાં દોષ-લક્ષણ વર્ણવ્યાં છે, સાથે બન્ધમંત્ર તથા માળામંત્ર પણ આપેલા છે. રકત પદ્માવતી : આ ગ્રંથના સર્જક કોણ છે તે વિષે જાણકારી મળતી નથી; માટે તેને અજ્ઞાત કવિ કહેશું. પૂજનવિધિ, પટ્કોણ પૂજા, પટ્કોણાન્તરાલકર્ણિકામધ્યભૂમિ પૂજા, પદ્માષ્ટમપૂજા, પદ્માવતી દેવીના દ્વિતીય ચક્રનું નિરૂપણ તથા પદ્માવતી આહ્વાન સ્તવન વગેરે તેમાં આલેખાયેલ છે. અત્રે મારે એ વાત તરફ સૌકોઈનું લક્ષ દોરવું જોઇએ કે દ્વાદશાંગ વાણીની અન્તર્ગત દૃષ્ટિવાદ અંગના પૂર્વવર્તી ચૌદ પ્રકારોમાં એક પ્રકાર વિદ્યાનુવાદ છે. તેની અન્તર્ગત વિદ્યા, મંત્ર અને યંત્ર વગેરેનું નિરૂપણ છે. તદનુસાર પાંચસો મહાવિદ્યાઓ અને સાતસો શૂદ્ર વિદ્યાઓ ધા૨વામાં આવે છે. બીજાક્ષર પછી ભલે ને તે સ્વર હોય કે વ્યંજન - પ્રત્યેકના એક એક અધિષ્ઠાતા દેવ-દેવી હોય જ છે. અત્યારે તેમાંનું વિદ્યાનુશાસન પ્રાપ્ય છે. આદિપુરાણમાં જિનસેનાચાર્યએ રાજા નિમિવમિના રાજ્યપ્રાપ્તિ અભિયાન વિષયક જે વર્ણન કરેલ છે તેમાં તેમણે ધરણેન્દ્ર દ્વારા કેટલીક વિદ્યાઓ સિદ્ધ કરવાની પ્રક્રિયા વર્ણવી છે. વિદ્યાધર લોકમાં કેટલીક વિદ્યાઓ તો સ્વયંસિદ્ધ થઈ જાય છે; પરંતુ કેટલીક તપ-સાધના અને ઉપાસના થકી સિદ્ધ થાય છે તેમ પ્રતિપાદન કર્યું છે. વિદ્યાસાધના ઉપરાંત પણ વિદ્યાનુવાદ ગ્રંથમાં મંત્ર, યંત્ર વગેરેનું વિશદ વર્ણન રજૂ થયું છે. યંત્રલેખન, યંત્રાંક યોજના, મંત્રલેખન પ્રવિધિ અને યંત્ર-ચમત્કાર અંગે મુનિશ્રી કુંથુસાગરજી મહારાજનો એક લેખ 'જૈનશાસનમાં યંત્રવિદ્યા' નામે પ્રકાશિત થયેલ છે. (વિશેષ માટે જુઓ : આચાર્યશ્રી ધર્મસાગરજી મહારાજ અભિનંદન ગ્રંથ, સં. ધર્મચંદ્ર જૈન શાસ્ત્રી, કલકત્તા, ૧૯૮૧-૮૨, ભાગ-૭, પૃષ્ઠ, ૭૬૯-૭૭૧.) તેમાં સૂચવ્યા અનુસાર વર્તુળાકાર આકૃતિ દોરી તેને ટુકડાઓમાં વિભાજિત કરી તે ટુકડાઓમાં નિશ્ચિત આંકડાઓ કોઈ વૈધાનિક ક્રમમાં લખવાથી યંત્ર બનાવી શકાય છે. ઉકત ગ્રંથમાં આર્થિકા શ્રી સુપાર્શ્વમતિ માતાજીએ પણ 'મંત્ર-તંત્ર અને યંત્ર' શીર્ષકથી લેખ લખેલ છે. (વિશેષ માટે જુઓ : 'આચાર્યશ્રી ધર્મસાગરજી મહારાજ અભિનંદન ગ્રંથ'માં શ્રી પાર્શ્વનાથના મંત્ર-તંત્ર-યંત્ર તથા અઢાર-અક્ષરી વિદ્યાનું પૂજન' શીર્ષકવાળો લેખ, પૃ. ૭૭૨-૭૭૮.) તેનો સારાંશ આ મુજબ છે : બારમા અંગદષ્ટિવાદના પાંચ ઉપભેદ છે, તેમાંનો એક ઉપભેદ ચૂલિકાભેદ. આ ચૂલિકાભેદના પણ પાંચ પ્રકાર છે : ૧. જળગતા, ૨. આકાશગતા, ૩. સ્થળગતા, ૪. માયાગતા અને ૫. રૂપગતા. તે તમામમાં મંત્ર-તંત્રના પ્રયોગોનાં વર્ણનો છે. તેમની દૃષ્ટિએ પ્રભાવશાળી, મહત્ત્વપૂર્ણ, રહસ્યમય શબ્દાત્મક વાકયોને મંત્ર કહેવામાં આવે છે. (વધુ માટે વાંચો : શ્રી સ્વતંત્રાનન્દનાથ લિખિત 'શ્રી માતૃકાચક્ર-વિવેક' નામનો ગ્રંથ, જે ઈ.સ.૧૯૭૭માં દતિયા ખાતેથી પ્રસિદ્ધ થયેલ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy