SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી પગ્નેસ્થિતાં', 'પદ્મવર્ણા', 'પદ્મિનીમી', 'પદ્મમાલિની' વગેરે તથા તે જ પ્રમાણે લક્ષ્મીસૂકત'માં “પમાનને', 'પદ્મઊરુ', 'પમાક્ષિ', 'પાસન્મવે', 'પદ્મવિપદ્મપત્ર', પદ્મપ્રિયે', 'પપ્રદલાયતાલિ' વગેરે સમ્બોધનપરક નામોને ભગવતી પદ્માવતીનાં બહુવિધ સ્વરૂપ ગણીને તેમની અનન્ય શ્રદ્ધા-ભકિતથી આરાધના કરવામાં ધન્યતા અનુભવે છે. આ મુજબ 'લક્ષ્મીસહસ્રનામ'માં પણ પદ્માવતીના અનેક પર્યાયો મળે છે. લક્ષ્મીસહસ્રનામ' ઉપરાંત પણ પ્રાય: તમામ શકિતવિષયક સહસ્રનામોમાં જોવા મળે છે. આ બધાં પ્રમાણો તેમની નામરૂપની અનંતતાનાં પરિચાયક છે. વૈદિક મંત્રાગમ સાહિત્યમાં આલેખિત પંચાંગ-ઉપાસનાનો મહિમા લક્ષમાં રાખીને લેખકે ભગવતી પદ્માવતીની પંચાંગ-ઉપાસનાવિધિ વિષયક ઉપલબ્ધ મૂળ ગ્રંથોનું અનુશીલન-પરિશીલન કરીને જે કંઈ શોધી કાઢયું છે તે અત્યંત મહત્ત્વનું છે, તેથી અત્રે રજૂ કરવા અનુમતિ ચાહું છું. ભગવતી પદ્માવતીની પંચાંગ-પૂજાવિધિનું વિસ્તૃત આલેખન 'દેવીયામલ”માંથી ઉપલબ્ધ થાય છે; અલબત્ત, આ ગ્રંથ અપ્રકાશિત અને હસ્તપ્રત સ્વરૂપે લાહોરમાં પં. રાધાકૃષ્ણજીના અંગત પુસ્તકાલયમાં સુરક્ષિત છે. આવી જ બીજી હસ્તપ્રત પંજાબ વિશ્વવિદ્યાપીઠ (લાહોર)ના પુસ્તકાલય દ્વારા પ્રકાશિત સૂચિપત્રના ભાગ-૧, સં. ૧૧૯માં ઉલ્લેખાયેલ છે. ૫. રાધાકૃષ્ણજીના અંગત પુસ્તકાલયમાં જે હસ્તપ્રત સુરક્ષિત છે તેનો ઉલ્લેખ મદ્રાસ વિશ્વવિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત 'ન્યૂ કૈટલોગ કેટલોગોરમ'ની સૂચનાનુસાર પં. શ્રી રાજારામ શાસ્ત્રી દ્વારા લિખિત “તવ નામ મૂરિપત્ર પુસ્તકમાં સંકલિત થયેલ છે. માત્ર 'પદ્માવતી સહસ્રનામ' હસ્તપ્રત સ્વરૂપમાં ઉજ્જૈન સ્થિત શ્રી સિન્ડિયા પ્રાચ્યવિદ્યા શોધ પ્રતિષ્ઠાન' દ્વારા રજિસ્ટ્રેશન ભાગ-૧, ક્રમાંક-૩માં ઉલ્લેખિત છે. જેનધર્મમાં પરમ આરાધ્ય પદ્માવતીદેવી : જૈનધર્મ તીર્થકરવાદી છે. તેઓ પોતાના તીર્થકરોની પૂજા-અર્ચના કરે છે. જે રીતે તંત્રાગમ સાહિત્યમાં શિવ અને શકિતની પૂજાનું માહાભ્ય વર્ણવાયું છે, તેમ જૈનધર્મમાં પણ ધરણેન્દ્ર તથા પદ્માવતીની પૂજાનો મહિમા છે. તો પણ ઉભય ભકિતવિધાનમાં તાત્વિક તફાવત છે. જૈનધર્મમાં નાગરાજ ધરણેન્દ્ર તથા તેમનાં ઇન્દ્રાણી પદ્માવતીની ઉપાસના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીના ભકત-સેવકના રૂપમાં કરવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથજીની ઉપાસના અર્થે બહુવિધ મંત્ર, તંત્ર અને યંત્ર જૈનધર્મમાં પ્રચલિત છે તથા તમામ વિષે શાસ્ત્રગ્રંથોમાં શાસ્ત્રીય પુષ્ટિ પણ દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે જૈનધર્મીઓ તીર્થકરોની ઉપાસનામાં જ મગ્ન રહેતા હોય છે, પરંતુ જ્યારે શાસન પર કોઇ પણ પ્રકારની આપત્તિ આવી પડે છે ત્યારે શાસનના રક્ષણહેતુ તેઓ તીર્થકરોના શકિતશાળી અધિષ્ઠાયકોની ઉપાસના કરી તેના દ્વારા આપત્તિ કે કષ્ટનિવારણની કામના કરે છે. ઉક્ત માં ચક્રેશ્વરી, પદ્માવતી, સિદ્ધાયિકા આદિ દેવીઓ, યક્ષો, માણિભદ્ર, ઘંટાકર્ણ વગેરે છે. શાસનરલિકા માતા પદ્માવતીની જૈનધર્મમાં જે રીતે ઉપાસના કરવામાં આવે છે તે મૂળભૂત રીતે જૈન શાકત-ઉપાસના જ છે. પદ્માવતીની ઉપાસના-અનુષ્ઠાનમાં તંત્રાગમની કેટલીક સાત્ત્વિક પ્રક્રિયાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ઉદાહરણ તરીકે, અનેક પ્રકારનાં બીજમંત્રોથી યુકત પદ્માવતીમંત્ર, વિશાળ રેખાયંત્ર તથા તેમના આવરણ-પૂજાના વિધાન, લૌકિક કર્મસાધક અન્યાન્ય યંત્ર તથા તંત્ર પ્રયોગોની વિવિધતાથી ભરપૂર પ્રયોગો આ વાતની ખાતરી પૂરે છે. આ ઉપરાંત પણ ભગવતી પદ્માવતીની પૂજા કરવા માટે પ્રયુકત મહાપ્રભાવશાળી પદ્માવતીસ્તોત્રમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે, 'હે માતેય! આ સંસારના આસ્તિક જનસમુદાયમાં જે જે ભગવતી દેવીની આરાધના કરવામાં આવે છે તથા તેમાં તારા આદિ મુખ્ય છે તે તમામ આપનાં જ નવલાં રૂપ છે તથા આપ જ સર્વત્ર વ્યાપ્ત છો.' 'तारा त्वं सुगतागमे भगवती गौरीति शैवागमे, वजा कौलिकशासने जिनमते पद्यावती विश्रुता । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy