SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] ( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જેવા કોમળ હાથ અને કમળ જેવા લાલ સુંદર ચરણોવાળી, કમળ જેવી કાંતિવાળી, મસ્તક-મુગટ ઉપર ત્રણ લોકના નાથ દેવાધિદેવ શ્રી પાર્શ્વનાથ પરમાત્માને ધારણ કરનારી મા ભગવતી પદ્માવતીનાં દર્શન કરતાં કરતાં આંખડી ધન્ય બની જાય છે. સુંદર કમળ જેવા વર્ણવાળી, કમળ જેવા મુખવાળી, કમળવનમાં રહેનારી, કમળ જેવા શોભાયમાન મુગટને ધારણ કરનારી, ત્રણ ફણાથી શોભતી, સુંદર કટિમેખલાને ધારણ કરનારી, રત્નોનો નવસેરો હાર ધારણ કરનારી, જૈન ધર્મની શાસનદેવી એવી છે પદ્માવતી માવડી ! તારાં દર્શન માત્રથી જીવન પવિત્ર અને ધન્ય ધન્ય બની જાય છે ! - ચામડાની આ આંખો દ્વારા જગતનું સાચું દર્શન થતું નથી. અને સાચું દર્શન ન થવાથી માનવ સંસારમાં અથડાયા કરે છે. ચોરાશી લાખ યોનિમાં, જન્મ-મરણની જંજાળમાં સપડાયા કરે છે. પણ મા ભગવતીનાં દર્શન થતાં જ ચર્મચક્ષુઓમાં દિવ્ય પ્રભા પ્રગટે છે અને એ દિવ્યપ્રભાના પુણ્યપ્રભાવે માનવીની આંખો પણ દિવ્ય બની જાય છે ! મિથ્યાત્વ રૂપી અંધકારમાં ભૂલા પડેલા જીવને મા ભગવતી પદ્માવતીના દર્શન થતાં જ સાચી દષ્ટિ પ્રાપ્ત થાય છે. લોચનિયાં દિવ્ય બની જાય છે. એ દિવ્ય લોચનિયાંથી પરમાત્માનાં દિવ્ય દર્શન થાય છે. પરમાત્માનાં દિવ્ય દર્શન થતાં જીવને સમ્યક્ દષ્ટિ પ્રાપ્ત થાય છે અને જગતનું સાચું સ્વરૂપ સમજાય છે. લોચનિયાં દિવ્ય બને એટલે દિવ્યતાનાં દર્શન થવા લાગે છે. ત્રણ ભવનની સ્વામિની. કલિકાલમાં કલ્પતર સમાન, ઉત્તમ કટિપ્રદેશવાળી, ઉત્તમ દિવ્ય રૂપને ધારણ કરનારી, જેનાં રૂપ સામે હજારો સૂર્યો ઝાંખા લાગે છે એવી હે મા પદ્માવતી ! મારી રક્ષા કરો... મારી રક્ષા કરો.... એક કવિએ લખ્યું છે કે, મૂર્તિ જોઉં ને ગમી ગમી જાય.. તારાં દર્શન જો થાય, મારું મન મલકાય, મારો જનમ સફળ બની જાય, મૂર્તિ જોઉં ને....” માની મૂર્તિ જોતાં જ ગમી જાય એવી હોય છે. મનડું પોકારે છે કે, 'એકવાર એકવાર એકવાર માવડી, તારાં દર્શન મને આપો ને...' વળી, એક કવિ પોકારે છે કે, 'રૂપ તારું એવું અદ્ભુત પલક વિણ જોયાં કરું...” માના રૂપનું વર્ણન કરતાં પૂર્વકાલિન કવિ કહે છે કે, मातः पद्यिनि ! पद्मराग-रुचिरे ! पद्यप्रसूनानने ! पद्ये ! पद्मवनस्थिते ! परिलसत्पद्याक्षि ! पद्यानने ! पद्यामोदिनि ! पद्यकान्तिवरदे ! पद्यप्रसूनाचिते ! पद्योल्लासिनि ! पद्यनाभि-निलये ! पद्यावति ! त्राहि મામ્ II હે પદ્મિની ! હે પદ્મ જેવા રુચિર વર્ણવાળી, હે કમળ પુષ્પ જેવા મુખવાળી, હે કમલા ! હે કમલવનમાં રહેનારી ! હે પધાનના ! હે પાકાંતિ જેવું સુખદ વરદાન આપનારી , કમળના મધ્યમાં વસનારી મા ભગવતી પદ્માવતી, તારાં દર્શને લોચનિયાં દિવ્ય બની જાય છે ! મૂર્તિ માવડીની ભૂલાય ના... પ્રીતડી જનમોજનમની ભૂલાય ના...' આમ, મા ભગવતી પદ્માવતીજીનાં દર્શન કર્યા પછી માની મ નજર સમક્ષ તરવર્યા કરે છે. ભૂલી શકાતી નથી. જાણે જનમોજનમની પ્રીત તાજી થતી હોય તેમ લાગ્યા કરે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy