SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા પદ્માવતીનાં દર્શને દિવ્ય લોચનિયાં * શ્રી જસુભાઈ જે. શાહ અત્રે સંવેદનાની સુરાવલી મૂકી છે. કાલીઘેલી બાળકની બોલી માતાપિતાને મન પ્યારી લાગે છે. અહીં લેખકે માની ભકિત રૂપે વાત્સલ્યની રસધાર વહાવી છે. જગન્માતા, પરમ વત્સલા ભગવતી પદ્માવતીનાં દર્શન માટે ભાવુક ભકતના હૃદયનો તલસાટ, દર્શન માટેની વિહ્વળતા અને બાળકને ભેટવા દોડી આવેલી માના વાત્સલ્યપૂર્ણ સ્વરૂપને વર્ણવતો આ લેખ ભકિતભાવથી તરબોળ કરે છે. - -- સંપાદક ‘મા’ શબ્દ જગતમાં સૌથી વધારે પ્રિય છે. મા' શબ્દની શકિત અજબ-ગજબની છે. બાળકને જગતમાં સૌથી વધારેમાં વધારે વહાલું હોય તો તે 'મા' છે. 'મા' વગર સૂનાં પડેલાં બાળકને 'મા'ના દર્શન થતાં જ તે 'મા...મા...' કરીને માને વળગી પડે છે. અને મા પણ બાળકને પોતાની છાતીએ વળગાડી વહાલથી બાળકને પંપાળે છે. એમ ભકતને મા ભગવતી પદ્માવતીજીનું નામ, તેમની ભકિત, તેમનાં દર્શન ખૂબ જ ગમે છે. માના દર્શન માટે તડપતા - તલસતા ભકતને જ્યારે મા ભગવતી પદ્માવતીનાં દર્શન થાય છે ત્યારે તે માનાં ચરણોમાં નમી પડીને ધન્ય ધન્ય બની જાય છે ! મા ! ભગવતી ! પદ્માવતી ! ' આ શબ્દ બોલતાં જ ભકતના હૃદયમાં આનંદની મીઠી લહેર લહેરાવા લાગે છે. માટે જોતાં જ હૃદય નાચી ઊઠે છે, હોઠ મલકવા લાગે છે; અને આંખડી તો માનું દિવ્ય તેજ, માનાં પ્રેમ ભરેલાં નયનોમાંથી વહેતાં પ્રેમના અમૃતનું પાન કરી ન્યાલ થઇ જાય છે ! શરીરનાં રોમ-રોમ વિકસ્વર થઈ નાચી ઊઠે છે...ગૂંજી ઊઠે છે : 'મને મારી મહા-ઉપકારી એવી મા પદ્માવતીનાં દર્શન થયાં ! ધન્ય છે આજના આ દિવસને ! ધન્ય છે આ ઘડીને ! ધન્ય છે મારા જીવનને ! જે આંખડી મા ભગવતી પદ્માવતીજીનાં દર્શન કરવા રોજ તલસતી હતી, જે હોઠ રોજ સ્તોત્રો-મંત્રો દ્વારા માની સ્તુતિ કરતાં હતાં, જે જીભલડી નિશદિન માનાં ગીતડાં ગાતી હતી, તે આજે મા ભગવતી પદ્માવતીનાં દર્શન થતાં આનંદમગ્ન બની ગઈ છે !' માનાં દર્શન થતાં આંખો મા સામે સ્થિર બની. માના મુખડાને એ જોયા કરે છે, જોયા જ કરે છે. માના અદૂભુત રૂપને નીરખી એ હરખાં જ કરે છે. જીભલડી પણ ગીતડાં વહાવવાને બદલે મૌન બની જાય છે; અને માની દિવ્ય આંખડીમાંથી વરસતું દયાનું અમૃત પીવા લાગી જાય છે. તન જગતભરનું ભાન ભૂલી માનું દિવ્ય રૂપ જોઈ રોમ-રોમથી પુલકિત બની નાચવા લાગે છે, હૈયામાંથી ભકિતના મીઠાં-મધુરાં સુર રેલાવા લાગે છે. મા ભગવતીનાં દર્શનથી લોચનિયાં દિવ્ય બની જાય છે. માનાં દર્શનમાં એવી અદૂભુત તાકાત છે કે દર્શન થતાં જ આંખોમાંથી વાસના અને વિકારો દૂર દૂર ભાગે છે. આંખડી પાવન, પવિત્ર અને દિવ્ય બની જાય છે. મા ભગવતી પદ્માવતીજીનું રૂપ અદ્ભુત, અલૌકિક અને દિવ્ય છે. આ રૂપ જોતાં જ હૈયામાં રૂડાં સ્પંદનો જાગી ઊઠે છે ! મા ભગવતી પદ્માવતીનાં દર્શન થતાં જ હૈયું પોકારી ઊઠે છે : ઓ મારી પ્રાણપ્યારી મા પદ્માવતી ! તું મારી સ્વામિની છે; હું તારો દાસાનુદાસ છું. તું મારી પરમ પવિત્ર મા છે; હું તારો નાનો બાળક છું. તું મારા જીવનનાવની સુકાની છે. તું મને અતિશય પ્રિય છે. તારાથી અધિક પ્રિય આ વિશ્વમાં કોઈ નથી, કોઈ જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy