SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૨૦૭ 55) TelI કંડારવામાં આવી છે. અહીં સરસ્વતીની એક બીજી સુંદર ચતુર્ભુજ મૂર્તિ છે, જેનો ઉલ્લેખ કરવો ઘટે. આ દેવીના બે હાથમાં અનુક્રમે અક્ષમાલા અને પોથી જોવા મળે છે, તો બીજા બે હાથમાં વીણા ધારણ કરેલી જોવા મળે છે. મૂર્તિની નીચેના ભાગમાં દેવીનું વાહન હંસ કંડારેલું છે તેમજ સંસ્કૃતમાં એક લેખ કોતરેલો છે, જે પરથી તેનો સમય આશરે અગિયારમી સદીનો ગણાવી શકાય.' ચક્રેશ્વરી દેવી. તે પ્રથમ તીર્થકર ઋષભદેવની યક્ષિણી છે. ચક્રેશ્વરીની મૂર્તિઓ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, પ.બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. તે પ્રાયઃ અષ્ટભુજાવાળી જોવા મળે છે. તેમાં બે હાથમાં ચક્ર અને બાકીના હાથમાં પાશ, અંકુશ, વજ, બાણ અને ધનુષ જાવા મળે છે. એક હાથ વરદ મુદ્રામાં હોય છે. આ મૂર્તિની નીચે વાહન ગરુડ કંડારવામાં આવેલું હોય છે. ગુજરાતમાંથી ચકેશ્વરીની મૂર્તિઓ ચાર હાથવાળી પ્રાપ્ત થાય છે, જે પૈકી ઉપરના બે હાથમાં ચક્ર અને બાકીના બે હાથમાં અક્ષમાળા અને શંખ જોવા મળે છે. આવી મૂર્તિઓ પાટણ, વડનગર, ગિરનાર અને આબુમાં જોવા મળે છે. દેશ-વિદેશનાં અનેક સંગ્રહાલયોમાં પણ તીર્થકર આદિનાથની પ્રતિમા સાથે તેનું કલાત્મક આલેખન થયેલું જોવા મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે | વૈષ્ણવી અને જૈન શાસનદેવી ચકેશ્વરીમાં ઘણું સામ્ય છે. બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણી-શાસનદેવી અંબિકા જે પણ ખૂબ પ્રસિદ્ધ છે. અંબિકાની કલાત્મક પ્રતિમાઓ ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ૫.બંગાળમાંથી પ્રાપ્ત થાય છે. જૈન પરંપરામાં અંબિકાની ઉપાસના સ્વતંત્ર રીતે પણ કરવામાં આવે છે. તેનો વર્ણ સુવર્ણ સમાન છે. તેના ચાર હાથ પૈકી એક હાથમાં આમ્રફળનો લુમખો, બીજા હાથમાં પાશ, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં પુત્ર જોવા મળે છે. તેમની સવારી સિંહ ઉપર થયેલી છે. આ શાસનદેવીની હજારો મૂર્તિઓ રેતિયા પત્થર, આરસ, ધાતુ અને કાષ્ઠમાંથી બનાવેલી જોવા મળે છે. મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ સંગ્રહાલયમાં કાંસાની સુંદર મૂર્તિ પ્રદર્શિત કરેલી છે. મથુરામાંથી પ્રાપ્ત અંબિકાની મનોહર મૂર્તિ કલકત્તાના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રક્ષિત છે. રાજસ્થાનમાં માઉન્ટઆબ-દેલવાડા ઉપર વિમલવસહીના દહેરાસરમાં અંબિકાની સાત મૂર્તિઓ અને લૂણવસતીના દહેરાસરમાં બે મૂર્તિઓ જોવા મળે છે. પાટણ, વડનગર, ખંભાત વગેરે અનેક જૈન મંદિરોમાં અંબિકાનાં આરસથી કંડારેલાં કલાત્મક શિલ્પ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત ઉપર તો અંબાજીની સ્વતંત્ર ટુક છે, ઉપરાંત તીર્થકર નેમિનાથના જિનાલયમાં અંબિકાની સ્વતંત્ર મૂર્તિઓ જોવા મળે છે. જૈનગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અનેક આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓએ શાસનદેવી અંબિકાની ઉપાસના કરીને વાદીઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. જેના નામ સાથે આ ગ્રંથનું પ્રકાશન જોડાયેલું છે તે શાસનદેવી પદ્માવતી જૈન પરંપરામાં રિદ્ધિ-સિદ્ધિની દાતા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની એ યક્ષિણી છે. તેનો વર્ણ લાલ છે અને તેનું વાહન કુફ્ફટ છે. તેના ચાર હાથમાં અનુક્રમે પધ, પાશ, અંકુશ અને બિજોરું જોવા મળે છે. શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિશષ્ઠિશલાકાપુરષચરિત અને શિલ્પરત્નાકરમાં તેનું વાહન મુકુટ સાથે સર્પ પણ વર્ણવવામાં આવેલું છે. દિગમ્બર સંપ્રદાયમાં પણ પદ્માવતીદેવીનાં અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં તેના ચાર, છ, આઠ અને ચોવીસ હાથનું વર્ણન કરેલું છે. આ પ્રકારની મૂર્તિઓ પૈકી ચતુર્ભુજ મૂર્તિના ચાર હાથ પૈકી બે હાથમાં પધ, ત્રીજા હાથમાં અંકુશ અને ચોથા હાથમાં માળા જોવા મળે છે. છ હાથવાળી મૂર્તિમાં અનુક્રમે પાશ, પદ્ગ, ભાલો, અર્ધચંદ્ર, ગદા તેમજ દંડ ધારણ કરેલાં જોવા મળે છે. આઠ હાથ ધરાવતી મૂર્તિમાં આ છ આયુધો ઉપરાંત મુશળ અને વરદમુદ્રાનું ઉમેરણ કરવામાં આવેલું છે. ચોવીસ હાથ ધરાવતી પદ્માવતીની મૂર્તિના હાથમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy