________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૧૭૩
| રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્ર-જાપ
- સંકલનકર્તા: પ્રા. જનાર્દનભાઈ દવે ( વેદકાળથી વિવિધ યજ્ઞો માટે નક્ષત્રો, રાશિઓ વગેરેનાં અતિસૂક્ષ્મ નિરીક્ષણ અને સમાધિ દ્વારા મેળવેલ રહસ્યોથી આ જ્યોતિષશાસ્ત્ર સમૃદ્ધ છે. એ જ રીતે પ્રારબ્ધ પ્રતિ પ્રદા દુનિત ૨ ' એટલે કે ગ્રહોની શાંતિ માટે શાંતિકર્મ સર્વદર્શનોમાં દર્શાવાયાં છે. જૈનદર્શનમાં પણ ગ્રહશાંતિના વિવિધ મંત્રો મળે છે. જેમ કે- સૂર્ય માટે પદ્મપ્રભુને, ચંદ્ર માટે ચંદ્રપ્રભુને, મંગળ માટે વાસુપૂજ્યસ્વામીને, બુધ માટે વિમલનાથ ભગવાનને, ગુરુ માટે પભદેવ ભગવાનને, શુક્ર માટે સુવિધિનાથ ભગવાનને, શનિ માટે મુનિસુવ્રતસ્વામીને, રાહુ માટે નેમિનાથ ભગવાનને અને કેતુ માટે મલ્લિનાથ ભગવાનને પ્રાર્થના કરતા મંત્રો છે. આમ, જુદાં જુદાં દર્શનો-ધર્મોમાં તેમ જ અનેક તજજ્ઞોના લેખમાં પણ રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્રો જોવા મળે છે. અત્રે આ બધી વિગતોમાં નહીં ઉતરતા, જે તે રાશિ અને ગ્રહ પ્રમાણેના મંત્રો આપવા ધાર્યું છે, તે હવે જોઇએ.
નીચે મુજબના બાર રાશિ-મંત્રો, તે તે રાશિવાળી વ્યકિતએ ૧૦૮ વાર હમેશાં ગણવાથી ધન-સંપત્તિ, સુખ-સૌભાગ્ય આદિ અનેક લાભોની તેને પ્રાપ્તિ થાય છે.
(૧) મેષ (અ, લ, ઈ) :- ૐ એં કલીં સૌઃ | (૨) વૃષભ (બ, વ, ઉ) :- ૐ એં કલીં શ્રીં .. (૩) મિથુન (ક, છ, ઘ) :- ૩ૐ કલીં મેં સૌઃ | (૪) કર્ક (ડ, હ) :- ૐ એં કલીં શ્રીં ! (૫) સિંહ (મ, ટ) :- ૐ હ્રીં શ્રીં સૌઃ | (૬) કન્યા (પ, ઠ, ણ) :- ૐ શ્રીં ઐ સૌઃ | (૭) તુલા (ર, ત) :- ૩ૐ હ્રીં કલીં શ્રીં ! (૮) વૃશ્ચિક (ન, ય) :- ૐ એં કલીં સૌઃ .. (૯) ધન (ભ, ધ, ફ, ઢ) - ૐ હ્રીં કલીં સૌઃ | (૧૦) મકર (ખ, જ) - ૐ એં કલીં હ્રીં શ્રીં સૌઃ | (૧૧) કુંભ (ગ, સ, શ, ૐ હું એં કલીં શ્રીં ! (૧૨) મીન (દ, ચ, ઝ, થ) :- ૐ હ્રીં આ કલીં શ્રીં !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org