________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા
આખરે જેનો સ્વભાવ વિવાદશીલ છે તેને કોઈ સમજાવી નહીં શકે. પણ જેઓ વિવેકશીલ છે તેવા આત્માને આવા ગ્રંથો ખરેખર લાભદાયી થવાના છે.
મોક્ષમાર્ગને મુખ્ય રાખીને જ થતી અધિષ્ઠાયકોની ભક્તિભાવના માટે આ ગ્રંથ ઉપયોગી આત્માને જરૂર રાહબર બનશે.
જેઓને પ્રભુ પાર્શ્વનાથ ઉપસર્ગારિણી ભગવતી પદ્માવતી માતામાં અનન્ય આસ્થા અને શ્રદ્ધા છે, તેમનું હૈયું આ ગ્રંથનું સ્વાગત કરતાં ડોલી ઊઠશે. અનેક સ્તુતિ, સ્તોત્રો એમના ઉન્નત ચૈતન્યતંત્ર પર છવાઈ જશે અને આખરે એક જ ભવમાં મોક્ષ પામનારી ભગવતી પદ્માવતીની ભક્તિથી શીધ્ર મોક્ષ મેળવવાની એમની તમન્ના ફળીભૂત થશે, જેઓ સારી અને સુંદર આરાધના કરી શાસનકાર્યમાં આવતાં વિદ્ગોને દૂર કરવા ઇચ્છે છે.
પ્રભુશાસનનનો જાહોજલાલ થાય માટે તીવ્ર તમન્ના સેવે છે, તેવા સત્પરુષોએ તો કહ્યું જ છે કે “શ્રીમદ્ જૈનેન્દ્ર ધર્મ પ્રકટ્ય વિમલ દેવી પદ્માવતીત્વ” હે દેવી પદ્માવતી ! વિમલ અને શ્રીમાન એવા જૈનેન્દ્ર ધર્મને તું પ્રકટ કર.'' મારા અનુભવ પ્રમાણે તો જૈનો જ નહીં, જૈનેતરો પણ યોગ્ય માર્ગદર્શન પામીને ભગવતી પદ્માવતીની ઉપાસના દ્વારા મોક્ષકલક્ષી પરમાત્માના શાસનની નજીક આવ્યા છે. આ ગ્રંથ વિશ્વમાં શાસનગૌરવને ફેલાવે એવી આશા જરૂર રાખી શકાય છે. વસ્તુતઃ તો જૈનેન્દ્ર શાસનને સાપેક્ષ ભાવે સમજી શકનાર આત્માઓ મોક્ષમાર્ગની આરાધના સાથે જોડાયેલી આ અધિષ્ઠાયક ઉપાસનાને સાંગોપાંગ અને સર્વક્ષેત્રીય વિકસ્વર બનાવવાની જરૂર છે. ભૂતકાળમાં જે મહાન આચાર્યોએ, આરાધકોએ, શ્રાવકોએ આવી વીતરાગસાપેક્ષ અધિષ્ઠાયક આરાધનાઓ કરી છે, તેઓએ જિનશાસનનો મહાન યશ વધાર્યો છે, જિનશાસનની ઉત્તમ સેવા કરી અનેક આત્માઓના બોધિબીજનું આરોપણ કર્યું છે.
અમારા મતે તો આ વિકાસશીલ કાળ છે. સાધકોએ આવા ગ્રંથના મનન અને ચિંતન દ્વારા સાપેક્ષ ભાવ રૂપે સ્વીકારાયેલ આરાધનાઓનાં ભૂલી જવાયેલાં રહસ્યો કે ગુપ્ત રહેલાં રહસ્યોને પોતાની સાધના-આરાધના કે છેવટે ગુરુકૃપા અને અધિષ્ઠાયકોની સહાય દ્વારા પણ પ્રગટ કરી સુયોગ્ય આત્માઓમાં તેની પરંપરા ચાલુ રાખવા જેવી છે.
જો આપણામાંથી આક્ષેપબાજી અને મિથ્યા વિવાદનું જોર ઓછું થશે અને સહુ સાથે મળીને સમ્યક ચિંતન-મનન કરીશું તો કેટલાંય રહસ્યો પામી-પમાડી જિન-શાસનની મહાન સેવા કરવા સૌભાગ્યશાળી બનીશું.
બસ, પ્રત્યેક સાધક આવા ગ્રંથોને પ્રાપ્ત કરી, અભ્યાસી બને, વિવેકી બને, વિરાગી બને અને પરમાત્માના શાસનની મહાન સેવા કરી મોક્ષની પ્રાપ્તિ કરે એ જ અભ્યર્થના...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org